________________
૨૪૪ /૨/૧/૩૦
પ્રમાણમીમાંસા
नहि वर्णाश्रमपालनक्षम न्यायान्यायव्यवस्थापकं पक्षपातरहितत्वेन समदृष्टिं सभापतिं यथोक्तलक्षणांश्च प्राश्निकान् विना वादिप्रतिवादिनौ स्वाभिमतसाधनदूषणसरणिमाराधयितुं क्षमौ । नापि दुःशिक्षितकुतकलेशवाचालबालिशजनविप्लावितो गतानुगतिको जनः सन्मार्ग प्रतिपद्यतेति ।---- तस्य फलमाह- 'तत्त्वसंरक्षणार्थम्' ।'तत्त्व'शब्देन तत्त्वनिश्चयः साधुजनहृदयविपरिवर्ती गृह्यते, तस्य रक्षणं दुर्विदग्धजनजनितविकल्पकल्पनात इति ।
६ ६९. ननु तत्त्वरक्षणं जल्पस्य वितण्डाया वा प्रयोजनम् । यदाह-"तत्त्वाध्यवसायसंरक्षणार्थ કવિતા વીનારોહસંરક્ષUTઈ દશાણા પરિવારવત” [ચાયતૂ. ૪. ૨. ૫૦] તિ, , वादस्यापि निग्रहस्थानवत्त्वेन तत्त्वसंरक्षणार्थत्वात् । न चास्य निग्रहस्थानवत्त्वमसिद्धम् । “प्रमाणतर्कसाधनोपालम्भः सिद्धान्ताविरुद्धः पञ्चावयवोपपन्नः पक्षप्रतिपक्षपरिग्रहो वादः"[न्यायसू० १. २.१] કાંટાતુલાની જેમ નિષ્પક્ષ ન્યાય કરનાર પ્રાશ્રિક કહેવાય છે.” આવાં લક્ષણવાળા પ્રાજ્ઞિકો હોય છે. આદિ પદગ્રહણથી સભાપતિ, વાદી, પ્રતિવાદીનું ગ્રહણ થાય છે. જ્યાં આ ચારે હોય તે ચતુરંગ કથા કહેવાય છે. આમાંથી એક પણ અંગની ખામી હોય તો કથા ન ઘટી શકે.
“વર્ણાશ્રમ=બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રરૂપ જનજાતિ પાનનક્ષમં તેની યોગ્ય વ્યવસ્થા કરનાર, અથવા બ્રાહ્મણ કે ધાર્મિક જીવનની ચાર અવસ્થા બ્રહ્મચર્ય, ગાર્હસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસ તેના પાલનમાં સમર્થ,” (સં.હિં); ન્યાય- અન્યાયની વ્યવસ્થા કરનાર અને નિષ્પક્ષ- પક્ષપાત વગરનાં હોવાથી સમદષ્ટિવાળાં એવા સભાપતિ વિના અને ઉપરોક્ત લક્ષણવાળા સભ્યો વિના વાદી અને પ્રતિવાદી સ્વ અભિમત સાધન -દૂષણની નીક-પરમ્પરાને ધારવા સમર્થ થતા નથી. “આ સાધનનો પ્રયોગ થયો, તેનાં પ્રત્યે આને દૂષણનો પ્રયોગ કર્યો” આવું સભાપતિ કે સભ્ય વિના કોણ ધારી રાખે? વાદી પ્રતિવાદી તો ફરી જાય, તેનો શું ભરોસો? કારણ એ તો જીતવા માટે બધુ કરે. જ્યારે તેઓ તો કહી શકે કે ભાઈ! આને આ દૂષણ તમને આપ્યું છે. વળી દુશિક્ષિતથોડોક કુતર્ક ભણી બકવાસ કરનાર એવા મૂઢ માણસોથી ઠગાયેલ–લકરીના ફકીર–બીજાનાં પગલે ચાલનાર માણસ સન્માર્ગને પામી શકતો નથી. એટલે કે વાદ-ચર્ચા થાય તો આવા
લ્પજ્ઞમાણસો કવાદિના કતર્કથી અસન્માર્ગ ઉપર જતા અટકી જાય. એટલે ચર્ચા સાંભળે તો તેમને પણ તત્ત્વનો નિર્ણય થઈ જાય.
વાદનું ફળ દર્શાવે છે. તત્ત્વનું સંરક્ષણ કરવા માટે વાદ છે. અહીં તત્ત્વ શબ્દથી તત્ત્વનિશ્ચય અર્થ લેવાનો છે કે જે ભદ્રિક પુરૂષોના ચિત્તમાં ઉધો ભાસવા લાગ્યો હોય, તેને ગ્રહણ કરવાનો છે, તેનું રક્ષણ એટલે કે દુર્વિદગ્ધ-પોતાને પંડિત માનનાર એવાં માણસોથી ઉભા કરાયેલ વિકલ્પની કલ્પનાથી રક્ષણ કરવાનું છે. એટલે ભોળો માણસ દુર્વિદગ્ધની વાતમાં આવી ખોટો નિર્ણય કરી બેસે, તેનું વાદ દ્વારા રક્ષણ થાય છે. એટલે પોતાનો ભ્રમ = ખોટો તત્ત્વ નિર્ણય ટળી જાય છે, જો વાદ કરવામાં ન આવે તો તે ભ્રમ તેના મગજમાં ઘર કરી જાય છે. તે માણસ સત્ય વાત સુધી પહોંચી શકતો નથી.તેનાથી બચાવવાનું કામ વાદનું છે. (નહીં કે કીર્તિ/અર્થલાભ).
૬૯. શંકાકારઃ (તત્ત્વ જિજ્ઞાસુ) તત્ત્વની રક્ષા કરવી એતો જલ્પ કે વિતષ્ઠાનું પ્રયોજન છે ને?
ન્યાયસૂત્રમાં કહ્યું છે કે ધાન્યના અંકુરોની રક્ષા માટે કાંટાની વાડ ખેતરની ચારે તરફ લગાડવામાં આવે છે, તેમ તત્ત્વનિશ્ચયની રક્ષા માટે જલ્પ અને વિતડાનો ઉપયોગ કરવામાં આવે છે. - સમાધાનઃ આ કહેવું યુક્ત નથી. કારણ વાદ પણ નિગ્રહ સ્થાનવાળો હોઈ તત્ત્વનું રક્ષણ કરવા સમર્થ છે. એટલે કોઈએ અસતુ પ્રયોગ કર્યો હોય ત્યારે વાદ અન્તર્ગત નિગ્રહ સ્થાન સામેની વ્યક્તિને તેનાં પ્રયોગમાં દર્શાવી તેનો નિગ્રહ કરી શકાય છે. જેમ જલ્પ વિતષ્ઠામાં નિગ્રહ સ્થાન આવે છે. તેનાં દ્વારા પ્રતિવાદીનો