________________
૨૪૨ /૨/૧/૨૯
પ્રમાણમીમાંસા
तत्र साधारणे शब्द प्रयुक्ते वक्तुरभिप्रेता दर्थादर्थान्तरकल्पनया तनिषेधो वाक्छलम् । यथा नवकम्बलोऽयं माणवक इति नूतनविवक्षया कथिते परः सङ्ख्यामारोप्य निषेधति-कुतोऽस्य नव कम्बला इति ? । सम्भावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तन्निषेधः सामान्यच्छलम्। यथा अहो नु खल्वसौ ब्राह्मणो विद्याचरणसम्पन्न इति ब्राह्मणस्तुतिप्रसङ्गे कश्चिद्वदति-सम्भवति ब्राह्मणे विद्याचरणसम्पदिति । तत् छलवादी ब्राह्मणत्वस्य हेतुतामारोप्य निराकुर्वन्नभियुक्ते-यदि ब्राह्मणे विद्याचरणसम्पद् भवति, व्रात्येऽपि सा भवेत् व्रात्योऽपि ब्राह्मण एवेति । औपचारिके प्रयोगे मुख्यप्रतिषेधेन प्रत्यवस्थानमुपचारच्छलम् । यथा मञ्चा:क्रोशन्तीति उक्त परः प्रत्यवतिष्ठते-कथमचेतनाः मञ्चा: क्रोशन्ति मञ्चस्थास्तु पुरुषाः क्रोशन्तीति । तदत्र छलत्रयेऽपि वृद्धव्यवहारप्रसिद्धशब्दसामर्थ्यपरीक्षणमेव समाधानं वेदितव्यमिति ॥२९॥
૧ વાકછલ – વક્તાએ સાધારણ-જેનો બીજો પણ અર્થ નીકળતો હોય તેવાં શબ્દનો પ્રયોગ કર્યો હોય, ત્યારે પ્રતિવાદી વક્તાનાં અભિપ્રેત અર્થથી અન્ય અર્થની કલ્પના કરી તેનાં વચનનું ખંડન કરે છે. જેમ આ બાલક પાસે નવ કંબલ છે, અહીં વક્તાનો તાત્પર્ય નૂતન કાંબલથી હતો, પરંતુ પ્રતિવાદી નવ શબ્દમાં સંખ્યાનો આરોપ કરી = નૂતનથી અન્ય અર્થ – નવસંખ્યાની કલ્પના કરી તેનું ખરુંન કરે કે આની પાસે નવ કાંબલ ક્યાંથી હોય (કારણ આ તો દરિદ્ર છે).
૨. સામાન્ય છલ – સંભાવનાનાં આધારે વ્યભિચારી સામાન્યનું કથન કરતા પ્રતિવાદી તેને હેતુ માની લે અને તે કથનનો નિષેધ કરે. જેમ વાહ! આ બ્રાહ્મણ છે વિદ્યા અને આચારથી સમ્પન છે. આમ બ્રાહ્મણની પ્રશંસા પ્રસંગે કોઈ કહે કે બ્રાહ્મણમાં વિદ્યા અને આચારની સંપત્તિ સંભવી શકે છે. ત્યારે છલવાદી બ્રાહ્મણત્વ હેતુ માની પૂર્વોક્ત કથનનું નિરાકરણ કરતો કહેવા લાગે કે જો બ્રાહ્મણમાં વિદ્યા અને આચારની સંપત્તિ હોઈ શકે તો / હોય છે તો વાત્ય-પતિત બ્રાહ્મણમાં પણ તે હોવી જોઇએ. કારણ વાય પણ બ્રાહ્મણ જ છે. વાયર પ્રથમ ત્રણ વર્ણનો પુરુષ જે મુખ્ય સંસ્કાર કે કર્તવ્ય અનુષ્ઠાન ન કરવાથી જ્ઞાતિથી બહિષ્કાર કરાયેલ હોય (સં.હિ.)
તાત્પર્ય એ છે કે અહીં બ્રાહ્મણ હોવાના નાતે વિદ્યા અને આચારના હોવાની સંભાવના માત્ર કરાઈ છે.જ્યારે છલવાદીએ બ્રાહ્મણને હેતુ બનાવી દીધો “આ વિદ્યાચાર સંપન્ન છે, બ્રાહ્મણ હોવાથી” આના આધારે વાદીનાં કથનમાં વાત્ય દ્વારા વ્યભિચાર બતાવ્યો.
૩. ઉપચાર છલ વાદીએ ઔપચારિક પ્રયોગ કર્યો હોય, તેને મુખ્ય પ્રયોગ માનવો અને તે કથનનો નિષેધ કરવો. જેમ “માંચો અવાજ કરે છે” આવો ઔપચારિક પ્રયોગ કરતા છલવાદી કહે અચેતન માંચો કેવી રીતે અવાજ કરી શકે? અરે ભાઈ ! માંચા ઉપર બેઠેલા પુરૂષો અવાજ કરે છે.
આ ત્રણે છલનું સમાધાન એ છે કે વૃદ્ધ જનોનાં વ્યવહારથી પ્રસિદ્ધ શબ્દ સામર્થ્યની પરીક્ષા કરવી.
૨-૦ વિદ્યા
- ૦ |