________________
૨૪૦ |૨/૧/૨૯
પ્રમાણમીમાંસા
किमपि साधर्म्यमिति तेषामप्यनित्यत्वं स्यात् । अथ पदार्थान्तराणां तथाभावेऽपि नानित्यत्वम्, तर्हि शब्दस्यापि तन्मा भूदिति । अनित्यत्वमात्रापादनपूर्वकविशेषोद्भावनाच्चाविशेषसमातो भिन्नेयं जातिः २३ । प्रयत्नकार्यनानात्वोपन्यासेन प्रत्यवस्थानं कार्यसमा जातिः । यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वादित्युक्ते जातिवाद्याहप्रयत्नस्य द्वैरूप्यं दृष्टम्-किञ्चिदसदेव तेन जन्यते यथा घटादि, किञ्चित्सदेवावरणव्युदासादिनाऽभिव्यज्यते यथा मृदन्तरितमूलकीलादि, एवं प्रयत्नकार्यनानात्वादेष प्रयत्नेन शब्दो व्यज्यते जन्यते वेति संशय इति । संशयापादनप्रकारभेदाच्च संशयसमातः कार्यसमा जातिभिद्यते २४ । ___ ६५. तदेवमुद्भावनविषयविकल्पभेदेन जातीनामानन्त्येऽप्यसङ्कीर्णोदाहरणविवक्षया चतुर्विंशतिर्जातिभेदा एते दर्शिताः। અનિત્ય ઘટની સાથે સાધાર્યું હોવાથી શબ્દને અનિત્ય કહેતા હો તો ઘટની સાથે બધા પદાર્થોનું કોઈક જાતનું સત્તાધિરૂપે સાધર્મ રહેલું જ છે. તેથી તેઓ પણ અનિત્ય બની જશે / માનવા પડશે.
હવે જો અન્ય પદાર્થોમાં સત્ત્વ વિગેરેથી સાધર્મ હોવા છતાં તે આકાશાદિ બધું અનિત્ય નથી, તો શબ્દ પણ અનિત્ય ન હો / ન થાઓ. પૂર્વોક્ત ૧૮મી અવિશેષસમાજાતિમાં પદાર્થોમાં સામાન્યતયા વિશેષતાનો અભાવ પ્રતિપાદન કરવામાં આવ્યો છે, જ્યારે અહીં બધા પદાર્થોમાં અનિત્યતાની સમાનતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું.
૨૪. કાર્ય સમા : પ્રયત્ન જન્ય કાર્યમાં અનેકતા ભિન્નતા-દર્શાવી હેતુનો નિરાસ કરવો તે. જેમ “શબ્દ અનિત્ય છે, પ્રયત્નજન્ય હોવાથી આવું વાદી કહે ત્યારે જાતિવાદી કહેવા લાગે કે પ્રયત્નનાં બે જાતનાં રૂપ છે. એક તો અસતુ પદાર્થને ઉત્પન્ન કરવા, જેમ-ઘટ પહેલાં ન હતો કુંભારના પ્રયત્નથી થયો. બીજું રૂપ એ છે કે પ્રયત્નથી આવરણ દૂર થઈ જવાથી તેમાં છૂપાયેલ સત્ પદાર્થ પ્રગટ થાય છે. જેમાં માટીમાં દટાયેલ મૂળ, ખીલ્લો વગેરે. એમ પ્રયત્નનાં કાર્ય વિવિધ પ્રકારનાં છે. તેથી સંશય ઉભો થાય છે કે પ્રયત્નથી શબ્દ પ્રગટ કરવામાં આવે છે કે પ્રયત્નથી ઉત્પન્ન કરવામાં આવે છે?
ત્યાં સંશયસમામાં દષ્ટાંતના ધર્મને લઈ સંશય બતાવવામાં આવ્યો છે, જ્યારે અહીં હેતુના કાર્યના આધારે સંશય બતાવામાં આવ્યો છે. એમ સંશયસમા અને કાર્યસમા જાતિમાં સંશયનું આપાદન કરવામાં ભેદ છે. માટે બને જુદી પડે છે.
૬૫. આમ અસતુ દોષનાં ઉદ્ભાવનના વિષય અને વિકલ્પના ભેદથી જાતિઓ અનંત છે. તો પણ જુદા જુદા ઉદાહરણની વિવિક્ષાથી ચોવીશ ભેદ બતાવવામાં આવ્યા છે.
१जैन प्रति (?) साध्यता नैयायिक प्रत्यनित्यत्वस्य शब्दकृतकत्वेन व्यासिष्ठ व्यभिचारात् (१) ।