________________
૨૩૮ /૨/૧/૨૯
પ્રમાણમીમાંસા
न, आवरणानुपलम्भेप्यनुपलम्भसद्भावात् । आवरणानुपलब्धेश्चानुपलम्भादभावः । तदभावे चावरणोपलब्धे वो भवति । ततश्च मृदन्तरितमूलकीलोदकादिवदावरणोपलब्धिकृतमेव शब्दस्य प्रागुच्चारणादग्रहणमिति प्रयत्नकार्यत्वाभावान्नित्यः शब्द इति'२१ ।। નથી. રાત્રે અંધકારનું આવરણ ઉપલબ્ધ-જોવા મળે છે, તેથી તો એમ કહી શકાય કે ઘટાદિ છે ખરા,પણ અંધકારથી આવરાઈ ગયા હોવાથી દેખાતા નથી. પરંતુ ધોળા દિવસે અંધકાર કે વસ્ત્રાદિ વિગેરે કોઈ પણ જાતનું આવરણ જોવા મળતુ ન હોય અને ત્યાં ઘટાદિ ન દેખાય તો પછી ત્યાં ઘટાદિનો નિષેધ જ કરવો પડે ને !
સમાધાન : આવરણની જે અનુપલબ્ધિ છે, તે સ્વ વિષયક પણ છે, એટલે અનુપલબ્ધિ પોતાની અનુપલબ્ધિમાં પણ હેતુ છે, સાવરકુપનનુપAતાવાન્ - આવરણની અનુપલબ્ધિમાં પણ અનુપલમ્ભ રહેલો છે, તેથી આવરણની અનુપલબ્ધિનો ઉપલક્ષ્મ ન થાય. એટલે આવરણની અનુપલબ્ધિ = ગેરહાજરીનું ભાન ન થવાથી આવરણની અનુપલબ્ધિ = ગેરહાજરીનો અભાવ સિદ્ધ થાય છે, તદભાવે = અનુપલબ્ધિનો અભાવ સિદ્ધ થતા આવરણની ઉપલબ્ધિનો સદ્દભાવ સિદ્ધ થઈ જાય છે. જેમ ઘટાભાવનું ભાન ન થતા ઘટનો સદ્ભાવ સિદ્ધ થાય છે. એથી જ માટીમાં દટાયેલા મૂળીયું, ખીલ્લો, પાણી વગેરે દેખાતા નથી, પણ છે તો ખરા જ. તેમ ઉચ્ચારણની પહેલા શબ્દની અનુપલબ્ધિ આવરણની ઉપલબ્ધિથી કરાયેલ છે. એટલે માટી નામનું આવરણ દેખાય છે માટે મૂળ વગેરે દેખાતા નથી. તેમ શબ્દ નથી જણાતો તેનું કારણ પણ આવરણ છે. એમ શબ્દ પ્રયત્નનું કાર્ય ન હોવાથી નિત્ય છે.
૨૨. નિત્ય સમા સાથે ધર્મમાં નિત્યતા અને અનિયતાનાં વિકલ્પ' દ્વારા શબ્દમાં નિત્યતાનું
१ अनोत्तरम्-प्रत्ययभेदभेदित्वात् अ?) प्रयत्नानन्तरीयकत्वं विवक्षितशब्दस्य सिद्धमेव द्रव्यत्व (?)प्रयत्नेन शब्दो विवक्षितो जन्यत एव न तु व्यज्यते। ૧ શંકાકાર : દુનિયામાં વસ્તુ જે પ્રથમથી હાજર હોય તેના માટે માત્ર આવરણ હટાવવું પડે છે, આવરણ દૂર થતા તે વ્યક્ત જોવા મળે છે. જેમ ભૂમિમાં પાણી રહેલું છે, પરંતુ જ્યાં સુધી ફૂઓ ના ખોદીએ ત્યાં સુધી આપણને પાણી નથી મળતું, પણ આટલા માત્રથી “ભૂમિમાં પાણી નથી” એવું ના કહી શકાય, કારણ કે કૂવા ખોદવાનો યત્ન કરનાર પુરુષ માત્ર માટીને દૂર હટાવવાનું કામ કરે છે. તેના સાધનો મેળવી એ મૂઓ ખોદે છે, પરંતુ પાણીને પેદા કરવાના સાધનો મેળવી તેને પેદા કરતો જોવાતો નથી, એનો મતલબ પાણી તો છે જ માત્ર માટીનું આવરણ દૂર કરાય છે. બસ આકાશના ખૂણે ખૂણે શબ્દ છે જ, કોઇક સાધન વિશેષથી તેને પ્રગટ કરાય છે, જેમ રેડિયો દ્વારા એક પુરુષ યુ.પી.માં બેઠો જે સમાચાર સાંભળે છે અને તે વખતે બીજો પુરુષ એમ.પી.માં છે તેણે જ્યાં સુધી રેડિયાની સ્વીચ ઓન નથી કરી ત્યાં સુધી કશું સંભળાતું નથી, જેવી ઓન કરે તરત જ તેવા જ સમાચાર સંભળાવા લાગે છે, હવે બોલો આ શબ્દો ઉપલંભ નહોતા થતા ત્યારે પણ હાજર હતા કે નહીં? જો હાજર નહોતા તો બાજુમાં ધીમે આવાજે રેડિયો સાંભળનારને પણ ઉપલબ્ધ ન થાત, પણ તેને થાય છે, પણ તમે પ્રગટ કરવા યત્ન ન કર્યો, માટે તમને સંભાળાયા નહીં. આવરણ દૂર થતા દરેક ઠેકાણેથી શબ્દ સંભળાય છે યુ.પી. થી શબ્દ ઉડીને અહીં મધ્ય પ્રદેશમાં આવતા નથી, નહીંતર ત્યાં સંભળાવાનું બંધ થઈ જશે.