________________
પ્રમાણમીમાંસા /૨/૧/૨૯
૨૩૭ उपपत्त्या प्रत्यवस्थानमुपपत्तिसमा जातिः । यथा यदि कृतकत्वोपपत्त्या शब्दस्यानित्यत्वम्, निरवयवत्वोपपत्त्या नित्यत्वमपि कस्मान्न भवति ? । पक्षद्वयोपपत्त्याऽनध्यवसायपर्यवसानत्वं विवक्षितमित्युद्भावनप्रकारभेद एवायम् १९ ।
___ उपलब्ध्या प्रत्यवस्थानमुपलब्धिसमा जातिः । यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वादिति प्रयुक्ते प्रत्यवतिष्ठते-न खलु प्रयत्नान्तरीयकत्वमनित्यत्वे साधनम्, साधनं हि तदुच्यते येन विना न साध्यमुपलभ्यते । उपलभ्यते च प्रयत्नानन्तरीयकत्वेन विनाऽपि विद्युदादावनित्यत्वम् । शब्देऽपि क्वचिद्वायुवेगभज्यमान-वनस्पत्यादिजन्ये तथैवेति २० ।
अनुपलब्ध्या प्रत्यवस्थानमनुपलब्धिसमा जातिः । यथा तत्रैव प्रयत्ना-नन्तरीयकत्वहेतावुपन्यस्ते सत्याह जातिवादी-न प्रयत्नकार्यः शब्दः प्रागुच्चारणादस्त्येवासावावरणयोगात्तु नोपलभ्यते । आवरणानुपलम्भेऽप्यनुपलम्भान्नास्त्येव शब्द इति चेत्,
૧૯. ઉપપત્તિ સમા ઉપપત્તિ દ્વારા નિરાકરણ કરવું તે, જેમ જો કૃતકત્વની ઉપપત્તિથી શબ્દ અનિત્યછે. અર્થાત્ જો અનિત્ય ન હોય તો કૃતકત્વ અનુપપન થઈ જાય (ઘટે નહી), તો નિરવયવત્વની ઉપપત્તિથી નિત્ય કેમ ન હોય ? એમ બે પક્ષની ઉપપત્તિ થવાથી અનધ્યવસાય-અનિશ્ચિતમાં અંત આવે છે પર્યવસાન અંત વિવક્ષિત થાય છે. અહીં પણ ઉદ્ભાવનમાં જ ભેદ છે, કૃતકત્વ ઘટતું હોવાથી અનિત્ય કહો છો, નિરવયવત્વ ઘટતું હોવાથી નિત્યપણ કહી શકાય. એટલે સાધર્મસમાની જેમ દેખંતનો આધાર લીધા વિના ઉપપત્તિના આધારે જ આપત્તિ આપવામાં આવી છે. જ્યારે બે વિરોધી વાત ઉભી થાય, તેથી ભાઈ એક પણ વાતનો નિશ્ચય કરી શકતા નથી.
૨૦. ઉપલબ્ધિ સમા – ઉપલબ્ધિ દ્વારા નિરાકરણ કરવું તે, જેમ “શબ્દ અનિત્ય છે, પ્રયત્નજનિત હોવાથી” એમ વાદીએ પ્રયોગ કર્યો છતે જાતિવાદી કહેવા લાગે કે પ્રયત્નજનિતત્વ અનિત્યત્વને સિદ્ધ કરવામાં સાધન નથી, સાધનતો તેને જ કહેવાય કે જેના વિના સાધ્ય ઉપલબ્ધ પ્રાપ્ત ન થઈ શકે. જ્યારે અહીં તો પ્રયત્ન વિના પણ વિજળી વિ.માં અનિત્યત્વ ઉપલબ્ધ થાય છે જોવા મળે છે, અને વળી ક્યાંક પવનના વેગથી ટૂટતા ઝાડ વિ. (ના પાન)થી અવાજ-શબ્દ ઉભો થાય છે, ત્યાં પ્રયત્ન ક્યાં છે? તથતિ –પ્રયત્ન વિના જ તે જન્ય છે. અહીં જવાબમાં આ રીતે સમાધાન કરી શકાય છે. આ તો “ધૂમવિના પણ વદ્ધિ ઉપલબ્ધ થાય છે” આવું કહેવું તેની જેમ અજુગતું જ છે, અમે એમ કહીએ છીએ કે પ્રયત્ન જનિત શબ્દ તે અનિત્ય છે, અમે આવું થોડુંક કીધુ છે કે અનિત્ય પ્રયત્નજન્ય જ હોય, વદ્ધિ સાથે ધૂમ હોય જ.
૨૧. અનુપલબ્ધિ સમા : અનુપલબ્ધિ દર્શાવી નિરાસ કરવો તે. અનુમાનમાં જ જેમ પૂર્વના પ્રયત્નજનિત હેતુનો પ્રયોગ કરતા જાતિવાદી કહે શબ્દ પ્રયત્નનું કાર્ય નથી, ઉચ્ચારણની પહેલાં પણ વિદ્યમાન હોય જ છે. પરંતુ આવરણનાં કારણે તેની ઉપલબ્ધિ થતી નથી.
શંકાકાર આવરણ ઉપલબ્ધ થતું નથી. ત્યારે પણ શબ્દ ઉપલબ્ધ થતો નથી, માટે ઉચ્ચારણ પહેલા શબ્દ
૨-૦ચેવાલ-
1 ૨ શેર મા -
1