________________
પ્રમાણમીમાંસા /૨/૧/૨૯
न चेदमनैकान्तिकत्वोद्भावनम्, भड्गयन्तरेण प्रत्यवस्थानात् ( १२ ) । अनुत्पत्त्या प्रत्यवस्थानमनुत्पत्तिसमा जातिः । यथा अनुत्पन्ने शब्दाख्ये धर्मिणि कृतकत्वं धर्मः क्व वर्तते ? । तदेवं हेत्वभावादसिद्धिरनित्यत्वस्येति ( १३ ) । साधर्म्यसमा वैधर्म्यसमा वा या जातिः पूर्वमुदाहृता सैव संशयेनोपसंह्रियमाणा संशयसमा जातिर्भवति । यथा किं घटसाधर्म्यात् कृतकत्वादनित्यः शब्द उत तद्वैधर्म्यादाकाशसाधर्म्याद्वा निरवयवत्वान्नित्य इति ? (१४) । द्वितीयपक्षोत्थापनबुद्ध्या प्रयुज्यमाना सैव साधर्म्यसमा वैधर्म्यसमा वा जातिः प्रकरणसमा भवति । 'तत्रैव अनित्यः शब्दः कृतकत्वाद् घटवदिति प्रयोगे - नित्यः शब्दः श्रावणत्वाच्छब्द 'त्ववदिति उद्भावनप्रकारभेदमात्रे सति नानात्वं द्रष्टव्यम् (१५) ।
૨૩૫
સાધ્ય, સાધ્યાભાવ બન્નેમાં રહેવાથી હેતુમાં અનૈકાન્તિકત્વનો ભાસ થાય છે, પરંતુ તેનું ઉદ્ભાવન કરી શકાતું નથી. કારણ કે વ્યભિચાર દોષ માટે હેતુનું સાધ્ય-સાધ્યાભાવ બન્નેમાં હોવું જરૂરી છે. તેના આધારે તેનું ઉદ્ભાવન કરવામાં આવે છે, જ્યારે અહીં તો હેતુ પક્ષ સપક્ષમાં નિશ્ચિત છે. વિપક્ષમાં જોવા પણ મળતો નથી. પરંતુ માત્ર આ તો ખોટો તુક્કો મૂકવામાં આવ્યો છે. હકીકતમાં આકાશ ત્યારે નવું નથી બનતું, માત્ર માટી દૂર થવાથી એવો ભાસ થાય છે. અનૈકાન્તિક દોષ સત્યદોષ છે. એટલે “ન ચેર્દ” આ કોઈ વાસ્તવિક રીતે અનૈકાન્તિક દોષ નથી. જ્યારે આ તો માત્ર “ભગ્ન્યતરણ’- બીજીરીતે છટકવા માટેની બારી છે, કે વાદીને ગુંચવણમાં પાડવાની રીત છે.
૧૩. અનુત્પત્તિ સમા →અનુત્પત્તિ બતાવી હેતુનો નિરાસ કરવો તે જેમકે : જ્યારે શબ્દ નામનો ધર્મી ઉત્પન્ન થયેલો નથી. ત્યારે કૃતકત્વ ધર્મ કયાં રહે છે ? એટલે તે નથી હોતો. એ પ્રમાણે હેતુનો અભાવ હોવાથી અનિત્યત્વ સાધ્યની સિદ્ધિ થતી નથી.
૧૪. સંશયસમા→ પહેલા જે સાધÁસમા અને વૈધÁસમા જાતિ કહી. તેનો સંશય પૂર્વક ઉપસંહાર કરતા સંશયસમાજાતિ કહેવાય. જેમ ઘટનું સાધર્મ્ડ એવું કૃતકત્વ શબ્દમાં હોવાથી શબ્દ અનિત્ય છે કે ઘટનું વૈધર્મ હોવાથી અથવા આકાશનું સાધર્મ્સ એવું નિરવયવત્વ શબ્દમાં હોવાથી શબ્દ નિત્ય છે ? આ એકનો પણ નિર્ણય થઈ શકતો નથી, એમ આ કથનથી વાદીને સંશયમાં પાડે છે.
૧૫. પ્રકરણ સમા →બીજો પક્ષ ઉભો કરવાની બુદ્ધિથી પ્રયોગ કરાતી તે સાધŻસમા કે વૈધમ્મેસમા જાતિ જ પ્રકરણસમા થઇ જાય છે.
જેમકે : “શબ્દ અનિત્ય છે, મૃતક હોવાથી જેમ ઘડો, આવો પ્રયોગ કરતાં જાતિવાદી કહેવા લાગે છે, કે “શબ્દ નિત્ય છે, શ્રાવણ—શ્રવણ ગ્રાહ્ય હોવાથી” શબ્દત્વની જેમ, સાધ્યધર્મથી વિશિષ્ટ ધર્મી એ પક્ષ કહેવાય છે, હવે અહીં સાધ્યધર્મ બદલી લેવાથી બીજો પક્ષ ઉભો થાય છે. સાધÁસમામાં પણ દૃષ્ટાંત ધર્મીના સાધર્મ્સથી તે ધર્મીમાં રહેલ નિત્યત્વ વગેરે ધર્મીની આપત્તિ પક્ષમાં આપવામાં આવે છે. જ્યારે અહીં તો સીધો હેતુ જ બદલી નાંખ્યો. એમ વાત તો એની એ જ છે. પરંતુ દોષનું ઉદ્ભાવન કરવાની પદ્ધતિ ભિન્ન ભિન્ન છે.
ત્યાં આકાશની જેમ નિરવયવ છે માટે નિત્ય માનવો પડશે, જ્યારે અહીં સીધું કહે છે કે શબ્દ નિત્ય માનવો પડશે કારણ કે શ્રાવણ છે, એટલે ત્યાં દૃષ્ટાંતગત સાધર્મના આધારે નિત્ય બતાવામાં આવેલ છે, અહીં
१ तथैवानि० डे । २ जैनं प्रति दृष्टान्तः साध्यविकलस्तेन हि शब्दत्वस्य नित्यानित्यत्वस्याभ्युपेतत्वात् व्याप्तिरप्यसिद्धा । ३ उद्भावनं
| |2-sh