________________
૨૦૬ /૨/૧/૧૦-૧૧
પ્રમાણમીમાંસા
बोध्यानुरोधात्प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनानि पञ्चापि ॥१०॥
"1
$ २२. 'बोध्यः ' शिष्यस्तस्य 'अनुरोधः ' तदवबोधनप्रतिज्ञापारतन्त्र्यं तस्मात् प्रतिज्ञादीनि पञ्चापि प्रयोक्तव्यानि । एतानि चावयवसञ्ज्ञया प्रोच्यन्ते । यदक्षपादः प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनान्यवयवाः ' [ न्यायसू ० १.१ ३२ ] इति । 'अपि' शब्दात् प्रतिज्ञादीनां शुद्धयश्च पञ्च बोध्यानुरोधात् प्रयोक्तव्याः । यच्छ्रीभद्रबाहुस्वामिपूज्यपादाः
"कत्थई पञ्चावयवं दसहा वा सव्वहा ण पडिकुटुं ति ॥" [ दश ० नि०५० ] $ २३. तत्र प्रतिज्ञाया लक्षणमाह
માધ્યનિર્દેશઃ પ્રતિજ્ઞા
२४. साध्यं सिषाधयिषितधर्मविशिष्टो धर्मी, निर्दिश्यते अनेनेति निर्देशो वचनम्, साध्यस्य निर्देशः
જૈન - બસ, અમો પણ મંદમતિવાળા માટે પક્ષવચન- પ્રતિજ્ઞાવાક્યનો પ્રયોગ જરૂરી માનીએ છીએ. શાસ્ત્રશ્રવણથી શ્રોતાને સ્પષ્ટ બોધ થાય માટે શાસ્ત્રમાં પ્રતિજ્ઞા વચન જરૂરી છે. આ દલીલ તો વાદમાં પણ લાગુ પડે છે. એટલે વાદમાં પ્રવૃત્ત મંદમતિવાળાને પ્રતિજ્ઞાથી જ અર્થબોધ થઈ શકે છે. આ પણ જરૂરી જ છે.] બોધ્ય - શિષ્યનાં અનુરોધથી પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય અને નિગમન આ પાંચ અવયવોનો પણ પ્રયોગ કરવો જોઇએ / કરી શાય છે. ||૧૦||
૨૨ બોધ્ય—શિષ્ય તેનાં અનુરોધથી અર્થાત્ તેને સમજાવવાની પ્રતિજ્ઞાનાં પરવશથી = પ્રતિપાદક વ્યક્તિ પ્રતિપાદ્ય પુરૂષને સમજાવવાનો દૃઢ સંકલ્પ કરી બેઠો હોય છે કે આ શિષ્ય જો કોઈ પણ રીતથી બોધ પામે તે રીતે પમાડવો, આવા દેઢ સંકલ્પ-પ્રતિજ્ઞાને પોતે પરવશ બની જઇ પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવોનો પણ પ્રયોગ કરે છે. આ પાંચેને “અનુમાનનાં અવયવ છે” આવા નામથી બિરૂદાવવામાં આવે છે. અક્ષપાદ કાણાદે પણ ન્યાયસૂત્રમાં આ પાંચેને અવયવ કહ્યાં છે. અપિ શબ્દથી શિષ્યનાં અનુરોધથી પ્રતિજ્ઞા વગેરેની પાંચ શુદ્ધિનો પણ પ્રયોગ કરવો. ૫ શુદ્ધિ : (૧) પ્રતીત વગેરે સાધ્યધર્મના દોષોનો પરિહાર કરવો તે પક્ષશુદ્ધિ. (૨) અસિદ્ધ વગેરે હેત્વાભાસનો ઉદ્ધાર કરવો તે હેતુ શુદ્ધિ. (૩) સાધ્ય વિકલત્વ વગેરે દૃષ્ટાંત દોષનો પરિહાર કરવો તે દૃષ્ટાંત શુદ્ધિ । (૪-૫) ઉપનય અને નિગમન પ્રમાદથી અન્યથારૂપે કરેલા હોય, તેની શુદ્ધિ કરવી. (સ્યા. રત્ના. ભા.-૨ ૩/૪૨ પે. ૫૬૨)
પૂજ્યપાદ શ્રીમદ્ભદ્રબાહુસ્વામી દશવૈકાલિક નિયુક્તિમાં કહે છે કે કોઈ ઠેકાણે પાંચ અવયવોનો અથવા દશ અવયવવાળું પરાર્થાનુમાન હોય છે. સર્વથા તેનો નિષેધ નથી કરાતો. દશ. વૈ. નિર્યુક્તિકાર બીજી રીતે ૧૦ અવયવો દર્શાવે છે. ઃ (૧) પ્રતિજ્ઞા (૨) વિભક્તિ →પ્રતિજ્ઞાનો વિષય વિભાગ કહેવો (૩) હેતુ ૪) હેતુની વિભક્તિ (૫) વિપક્ષ (૬) વિપક્ષનો પ્રતિષેધ (૭) દૃષ્ટાંત (૮) આશંકા → દૃષ્ટાંતના વિશે આશંકા કરવી (૯) તદ્ઘતિષેધ → અધિકૃતશંકાનો પ્રતિષેધ (૧૦) નિગમન → નિશ્ચિત નિચોડ દર્શાવવો (આ.નિ. ગા. ૧૩૭, પે.-૭૫) ॥૧૦॥
૨૩. ત્યાં પ્રતિજ્ઞાનું લક્ષણ દર્શાવે છે.
સાધ્યનો નિર્દેશ કરવો પ્રતિજ્ઞા છે. I॥૧૧॥
૨૪. સાધ્ય-સાધવા માટે ઇષ્ટ જે ધર્મ તેનાથી યુક્ત ધર્મી તે સાધ્ય તેનો વચનથી નિર્દેશ કરવો તે
૧ નિર્દેશ - ઇશારા કરના, દિખલાના, સંકેતકરના, ઉપદેશ. પ્રતિજ્ઞા-બતલાના, દાવા કરના, (સં.હિં.)