________________
૨૨૦/૨/૧/૨૧
પ્રમાણમીમાંસા
६ ४७. अनैकान्तिकस्य लक्षणमाह
नियमस्यासिद्धौ सन्देहे वाऽन्यथाप्युपपद्यमानोऽनैकान्तिकः ॥२१॥ ६४८. 'नियमः' अविनाभावस्तस्य 'असिद्धौ' 'अनैकान्तिकः' यथा अनित्यः शब्दः प्रमेयत्वात्, प्रमेयत्वं नित्येऽप्याकाशादावस्तीति । सन्देहे यथा असर्वज्ञः कश्चिद् रागादिमान् वा वक्तृत्वात् । स्वभावविप्रकृष्टाभ्यां हि सर्वज्ञत्ववीतरागत्वाभ्यां न वक्तृत्वस्य विरोधः सिद्धः, न च रागादिकार्यं वचनमिति सन्दिग्धोऽन्वयः । ये चान्येऽन्यैरनैकान्तिकभेदा उदाहृतास्त उक्तलक्षण एवान्तर्भवन्ति । पक्षत्रयव्यापको यथा નિત્ય શબ્દ પ્રમેયવી , આ ચારમાં વિરુદ્ધતા દોષ આવે છે. કારણ કે હેતુ માત્ર વિપક્ષમાં મળે છે, પરંતુ સપક્ષમાં મળતો જ નથી. અને બાકીના સતિસપક્ષે ૩/૪ અને અસતિ વિપક્ષે ૩/૪ આ પક્ષનાં એક દેશમાં વૃત્તિવાળા ચાર હેતુ અસિદ્ધ પણ છે અને વિરૂદ્ધ પણ છે. પક્ષનાં એક દેશમાં ન રહેવાથી ભાગાસિદ્ધિ થાય અને વિપક્ષમાં વૃત્તિ છે, પરંતુ સપક્ષમાં વૃત્તિ ન હોવાથી વિરૂદ્ધ પણ છે. એમ બંનેમાં તેમનો સમાવેશ થાય છે. રા. ૪૭. અનૈકાન્તિક હેત્વાભાસનું લક્ષણ કહે છે - અવિનાભાવ નિયમની અસિદ્ધિ કે સંદેહ હોવાના કારણે સાધ્ય વિના પણ
રહેવાવાળો હેતુ અનૈક્ષત્તિક કહેવાય છે. ll૨૧|| ૪૮. નિયમ એટલે અવિનાભાવ તેની અસિદ્ધિ હોય તો હેતુ અનૈકાત્તિક બની જાય છે. જેમકે “શબ્દ અનિત્ય છે. પ્રમેય હોવાથી” અહીં પ્રમેયત્વનો અવિનાભાવ અનિત્યત્વ સાથે સાથે સિદ્ધ નથી, કારણ કે પ્રમેયત્વ આકાશાદિ નિત્ય પદાર્થોમાં પણ જોવા મળે છે. એટલે અન્યથા=સાધ્ય વિના હેતુ ઉપપદ્યમાન થયો, પણ અનુપપદ્યમાન ન થવાથી અનૈકાન્તિક બને છે. સાધ્ય સાથે હેતુનાં અવિનાભાવમાં સંદેહ હોય તો પણ હેતુ અનૈકાન્તિક બને છે. જેમ “અમુક પુરૂષ અસર્વજ્ઞ કે રાગાદિમાન છે, વક્તા હોવાથી,” સ્વભાવથી વિપ્રકૃષ્ટ દૂરવર્તી એવા સર્વજ્ઞત્વ અને વીતરાગત્વ સાથે વકતૃત્વનો વિરોધ સિદ્ધ નથી. સર્વજ્ઞત્વ અને વીતરાગત્વનો સ્વભાવ એટલે સ્વરૂપ આપણી જ્ઞાનશક્તિથી દૂરવર્તે છે, એટલે કે આપણને જે જ્ઞાન સાધન પ્રાપ્ત છે, તેનાથી તેમનું સ્વરૂપ જાણી શકાય એમ નથી, એથી તેના સ્વરૂપનો કોઈમાં નિશ્ચય કરી તે વ્યક્તિમાં વક્નત્વ નથી એવી ખાત્રી કરી શકાતી નથી. બીજી વાત એ છે કે કદાચ તેવી કોઈ વ્યક્તિ ભલે આપણને જોવા ન મળે, છતાં
બોલવાની ક્રિયા રાગાદિ કે અસર્વજ્ઞ અલ્પજ્ઞાનથી જન્ય છે” એવો નિશ્ચય હોય તો વીતરાગ સાથે વકતૃત્વનો વિરોધ સિદ્ધ કરી શકાય. અર્થાત્ જે વક્તા હોય તે સર્વજ્ઞ નથી હોતો કે વીતરાગ નથી હોતો એવું પણ નિશ્ચિત નથી. અને “બોલવું” એ કંઈ રાગાદિ કે અસર્વજ્ઞનું કાર્ય નથી (તાલ્લોષ્ઠ જન્ય) હોવાથી એથી વક્નત્વ સાથે રાગાદિમત્ત્વ–અસર્વજ્ઞત્વની અન્વય વ્યાપ્તિમાં સંદેહ છે.
પરંતુ અહીં જ્યારે આપણે કોઈ બોલીએ છીએ ત્યારે ભાષણ ક્રિયાની સામગ્રી રૂપે પ્રસિદ્ધ તાલ ઓષ્ઠનો સંયોગ વિગેરે જ જરૂરી પડે છે, તેના માટે કાંઈ રાગાદિ કરવા જ પડે એવું નથી. યોગી મહાત્માઓ કોઈ પણ જાતના રાગાદિવિના આત્મરમણ બની સતત જાપ કરતા હોય છે, એટલે ભાષણ ક્રિયા એ રાગાદિ કે સર્વજ્ઞનું કાર્ય નથી. १न केवलं साध्ये सति साध्यं विनाऽपित्यापरर्थः (विनापि इत्यपेरर्थः) २ साध्येन सह । ३ प्रमाणपरिच्छेद्यत्वात् ।