________________
પ્રમાણમીમાંસા /૨/૧/૨૫-૨૫
જે કૃત્યા-‘રચ્યાપુરુષાય:' । સ્મિન્ સાધ્યું ? ‘ખે’ ‘મરળધર્મ-વિગ્નિજ્ઞ'ત્વયો:' = । માવિત્યા'वच'नात्' 'रागात्' च । तत्र सन्दिग्धसाध्यधर्मान्वयो यथा विवक्षितः पुरुषविशेषो रागी वचनाद रथ्यापुरुषवत् । सन्दिग्धसाधनधर्मान्वयो यथा मरणधर्माऽयं रागात् रथ्यापुरुषवत् ।
सन्दिग्धो भयधर्मान्वयो यथा किञ्चिज्ज्ञोऽयं रागात् रथ्यापुरुषवदिति । एषु परचेतोवृत्तीनां दुरधिगमत्वेन साधर्म्यदृष्टान्ते रथ्यापुरुषे रागकिञ्चिज्झत्वयोः सत्त्वं सन्दिग्धम् । तथा सन्दिग्धसाध्यव्यतिरेको यथा रागी वचनात् रथ्यापुरुषवत् । सन्दिग्धसाधनव्यतिरेको यथा मरण धर्माऽयं रागात् रथ्यापुरुषवत् ।
૨૨૫
સાધનવ્યતિરેક, સંદિગ્ધઉભયવ્યતિરેક, એમ ત્રણ ત્રણ દૃષ્ટાંતાભાસ છે. તે કયા છે ? રથ્યા પુરૂષ વિ., કયા સાધ્યમાં છે ? સાધ્ય રાગ અને મરણ ધર્મતા તેમજ અસર્વજ્ઞત્વમાં છે, કયાં હેતુથી છે ? વચન હેતુથી અને રાગ હેતુથી. તંત્ર → ત્યાં
૧. → સંદિગ્ધ સાધ્ય ધર્માન્વય : → “વિવક્ષિત પુરૂષ રાગી છે, બોલતો હોવાથી”, રસ્તે ચાલતા માણસની જેમ, રથ્યા પુરૂષમાં રાગનો સદ્ભાવ સંદિગ્ધ છે, કારણ કે પરની ચિત્તવૃત્તિ જાણવી મુશ્કેલ છે, માટે તેમાં રાગ છે જ એવું નક્કી કરી શકાતુ નથી. છતાં દૃષ્ટાંત રૂપે આપી દીધું. સાધર્મ દૃષ્ટાંત તો નિશ્ચિય સાધ્ય— સાધનવાળું જ હોવું જોઇએ.
૨.→ સંદિગ્ધ સાધનાન્વય → “આ પુરૂષ મરણધર્મવાળો છે.” રાગવાળો હોવાથી, રથ્યા પુરૂષની જેમ, સાધ્ય-મરણતો દેખાય એવું છે પણ અહીં વટેમાર્ગમાં રાગ હેતુનું હોવુ સંદિગ્ધ છે. (પૂર્વવત્)
૩. →સંદિગ્ધ ઉભયાન્વય'→ “આ પુરૂષ અલ્પજ્ઞ છે, રાગવાન્ હોવાથી, વટેમાર્ગુની જેમ અહીં રથ્યાપુરૂષમાં સાધ્ય-અલ્પજ્ઞતા અને સાધન-રાગવત્ત્વ બન્ને જાણી શકાય એવા નથી. અલ્પજ્ઞતા ને રાગ બન્ને ચિત્તના ધર્મ છે અને કોઈની ચિત્તવૃત્તિ જાણી શકાય એવી નથી. તેથી તેમના સંબંધી સંશય જ રહે છે. અહીં આ પ્રયોગોમાં પરચિત્તવૃત્તિ જાણવી મુશ્કેલ હોવાથી સાધર્મી દૃષ્ટાંત એવા રથ્યાપુરુષમાં રાગ અને અલ્પજ્ઞત્વની સત્તા સંદિગ્ધ છે. માટે સાધ્ય—સાધન નિશ્ચિત ન હોવાથી સાધર્મ્સ દૃષ્ટાંતાભાસ છે.
૧ સંદિગ્ધ સાધ્ય વ્યતિરેક → “આ પુરૂષ રાગી છે, બોલે છે માટે જે રાગી ન હોય તે બોલે પણ નહિ જેમ રથ્યા પુરૂષ, અહીં રથ્યાપુરૂષમાં વચન મૂર્ત છે, માટે તેના અભાવની ખબર પડી શકે એમ છે, છતાં સાધ્ય-રાગનો અભાવ નિશ્ચિત નથી. જ્યારે વ્યતિરેક દૃષ્ટાંતમાં તો સાધ્ય અને સાધન બન્નેનો અભાવ નિશ્ચિત હોવો જોઇએ. અહીં સાધ્યાભાવમાં સંદેહ હોવાથી આ દૃષ્ટાંત સંદિગ્ધસાધ્યવ્યતિરેક કહેવાય.
૨ સંદિગ્ધ સાધન વ્યતિરેક → અહીં મરણનો અપલાપ કરનાર સાંખ્યની પ્રતિ જૈન બોલે છે. “આ પુરૂષ મરણધર્મવાળો છે. રાગી હોવાથી”, જે મરણધર્મા ન હોય તે રાગી ન હોય' જેમ વટેમાર્ગુ, વટેમાર્ગુમાં મરણધર્મ તો જાણી શકાય પણ રાગ હેતુ ચિત્તનો ધર્મ હોવાથી જાણવો શક્ય નથી. તેથી નિષેધ કરવો પણ શક્ય નથી એટલે આ સંદિગ્ધસાધનવ્યતિરેક કહેવાય.
१ साध्ययोः । २ यथासंख्येन । ३ यो यो रागी न भवति स स वक्तापि न भवति । रथ्यानरे केनाऽपि प्रकारेण मूर्त्तत्वादिना वचनाभावे निश्चिते रागित्वं सन्दिह्यते । ४ मरणापवादिनं सायं प्रति जैनो वक्ति ।