________________
૨૩૨ /૨/૧/૨૯
પ્રમાણમીમાંસા
वैधर्म्येण प्रत्यस्थानं वैधर्म्यसमा जातिः । यथा अनित्यः शब्दः कृतकत्वादित्यत्रैव प्रयोगे स एव प्रतिहेतुर्वैधर्म्येण प्रयुज्यते नित्यः शब्दो निरवयवत्वात्, अनित्यं हि सावयवं दृष्टं घटादीति । न चास्ति विशेषहेतुर्घटसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्दो न पुनस्तद्वैधर्म्यान्निरवयवत्वान्नित्य इति । उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानमुत्कर्षापकर्षसमे जाती । तत्रैव प्रयोगे दृष्टान्तधर्मं कञ्चित् साध्यधर्मिण्यापादयन्नुत्कर्षसमां जातिं प्रयुङ्क्ते - यदि घटवत् कृतकत्वादनित्यः शब्दो घटवदेव मूर्त्तोऽपि भवतु । न चेन्मूर्त्तो घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति (३) । अपकर्षस्तु घटः कृतकः सन्नश्रावणो दृष्ट एवं शब्दोप्यस्तु । नो चेद् घटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वधर्ममपकर्षतीति (४) । वर्ण्यवर्ण्याभ्यां प्रत्यवस्थानं वर्ण्यवर्ण्यसमे जाती । ख्यापनीयो वर्ण्यस्तद्विपरीतोऽवर्ण्यः । तावेतौ જવાથી અનૈકાન્તિક દોષ આવે છે. (જ્ઞાનએ ગુણ હોવાથી તેના અવયવ ન હોય)]
(૨) વૈધÁસમા → શબ્દમાં કૃતકત્વરૂપે ઘટનું સાધર્મ્ડ છે, તેમ નિરવયવત્વરૂપે ઘટનું વૈધર્મ્સ પણ છે જ, તેવા વૈધર્મને લઈને વૈધર્મ્સવિસદેશતા બતાવી હેતુનો નિરાસ કરવો. જેમ કે “શબ્દ અનિત્ય છે,કૃતક હોવાથી જેમ ઘટ, આવો પ્રયોગ કરતા તેજ ઉપરોક્ત વિરોધી હેતુનો વૈધર્મી રૂપે પ્રયોગ કરવો. “શબ્દ નિત્ય છે, નિરવયવ હોવાથી” જે નિત્ય નથી હોતું તે નિરવયવ નથી હોતું, એટલે કે જે અનિત્ય હોય તે સાવયવ જોવા મળે છે, જેમ ઘટાદિ. આમ સાધ્ય-સાધનનો અભાવ લઇને દૃષ્ટાંત આપેલ હોવાથી વૈધર્મ્સ થાય છે. અહીં, એવો કોઈ વિશેષ હેતુ નથી કે ઘટની સમાન કૃતક હોવાથી શબ્દ અનિત્ય છે. તો તેની જેમ શબ્દ ઘટથી વિપરીત નિરવયવ હોવાથી નિત્ય ન હોય ? [ અહીં પણ જ્ઞાનની સાથે અનૈકાન્તિક છે, જ્ઞાન નિત્ય નથી છતાં નિરવયવ તો છે જ. ]
૩. ઉત્કર્ષ સમા → ઉત્કર્ષ-અધિકતા દર્શાવી હેતુનો નિરાસ કરવો તે, પૂર્વનાં જ પ્રયોગમાં દૃષ્ટાંત સપક્ષનાં કોઈક ધર્મનું સાધ્યધર્મી—પક્ષમાં આપાદાન કરતા ઉત્કર્ષસમા જાતિનો પ્રયોગ થાય છે-“શબ્દ અનિત્યઃ કૃતકત્વાત્ ઘટવત્” અહીં સપક્ષ-ઘટનો ધર્મ મૂર્ત્તત્વ, તેને પક્ષ-શબ્દમાં આરોપિત કરવો. જો ઘટની સમાન કૃતક હોવાથી શબ્દ અનિત્ય છે, તો ઘટની સમાન મૂર્ત પણ હોવો જોઇએ. જો મૂર્ત નથી તો ઘટની જેમ અનિત્ય પણ ન હો.
૪. અપકર્ષ સમા →અપકર્ષ ન્યૂનતા દર્શાવી હેતુનો નિરાસ કરવો. ઘટ કૃતક છતો અશ્રાવણ છે— શ્રોત્રગ્રાહ્ય નથી, તો શબ્દ પણ અશ્રાવણ હોવો જોઇએ. જો ઘટની સમાન અશ્રાવણ ન હોય તો અનિત્ય પણ ન હોવો જોઇએ. ઉત્કર્ષસમામાં એક નવા ધર્મનો ઉમેરો કરવાની આપત્તિ દર્શાવી, જ્યારે અહી શ્રાવણ ધર્મને ઓછો કરવાની આપત્તિ દર્શાવી, માટે અપકર્ષસમા જાતિ કહેવાય.
૫. વર્જ્ય સમા → સાધ્યધર્મ અને દૃષ્ટાંતધર્મ સમાન હોવા જરૂરી છે. તેથી સાધ્ય ધર્મ વર્ણ= કહેવા યોગ્ય અર્થાત્ અસિદ્ધ હોવાથી સિદ્ધ કરવા યોગ્ય છે, તો દૃષ્ટાંત ધર્મ પણ અસિદ્ધ હોવો જોઈએ અને તેથી વર્ણ હોવો જોઈએ. સામાન્યથી સાધ્યધર્મ વર્ણ હોય છે અને દૃષ્ટાંત ધર્મ અવર્ણ હોય છે. આમ દૃષ્ટાંતધર્મને
१ अत्रापि ज्ञानेनानैकान्तिकः ।