________________
પ્રમાણમીમાંસા /૨/૧/૨૭
૨૨૯
६०. अवसितं परार्थानुमानमिदानी तन्नान्तरीयकं दूषणं लक्षयति
મળવાથી અવ્યતિરેક દોષ આવ્યો. આમ આઠે આઠમાં ક્યાંય અનન્વય કયાંય અવ્યતિરેક દોષ સંભવે છે. માટે તે બન્નેને અલગથી નથી કહ્યાં. રડ્યા [ (સાધર્મ દષ્ટાંતાભાસમાં (૧) સાધ્યવિકલમાં જે કર્મ દષ્ટાંત છે ત્યાં “યત્ર અમૂર્વ તત્ર નિત્યવં” આવો અન્વય મળતો નથી. કા. કે. કર્મ તો નિત્ય નથી. (૨) સાધનવિકલમાં જે પરમાણુ દષ્ટાંત છે, ત્યાં પણ ઉપરોક્ત અન્વય નથી કા. કે. પરમાણુ તો મૂર્તિ છે. (૩) ઉભયવિકલમાં જે ઘટ દાંત છે, તેમાં અમૂર્તત્વ અને નિત્યવં એક પણ ન હોવાથી ત્યાંય અન્વયે મળતો નથી, હકીકતમાં આ ત્રણે સાધર્મ દષ્ટાંત છે. માટે અન્વયે મળવો જોઈએ. પરંતુ સાધ્ય-સાધનમાં અવિનાભાવનો અભાવ હોવાથી અન્વયનો અભાવ મળે છે, માટે અહીં અનન્વય દોષ છે. સંદિગ્ધ સાધ્યાન્વય વગેરે ત્રણેમાં અનુક્રમે (૪) સંદિગ્ધસાધ્યાન્વય – યત્ર વકતૃત્વ તત્ર રાગિર્વ હોવાનો રચ્યાપુરુષમાં (રાગ જાણી ન શકવાથી) સંશય છે. (૫) સંદિગ્ધસાધનાન્વય - યત્ર રાગિતં તત્ર મરણધર્મવં અહીં રચ્યાપુરુષમાં રાગનો સંશય હોવાથી અન્વય વ્યાપ્તિ જામતી નથી. કા.કે. વિહાર કરતા કેવળીમાં રાગનો અભાવ છે, છતાં તેમનું પણ મૃત્યુ સુનિશ્ચિત છે. (૬) સંદિગ્ધ ઉભયાન્વય – રચ્યાપુરુષમાં સાધ્ય-સાધન બંનેનો સંશય છે, માટે “યત્ર રાગિર્વ તત્ર અલ્પજ્ઞત્વ” આવા અન્વયમાં સંશય હોવાથી વ્યાપ્તિનો અભાવ થાય છે. માટે આ ત્રણેમાં પણ અનન્વય દોષ છે. “રાગી સર્વજ્ઞ ન સંભવે” એ વાત સાચી પણ જે દાખલો અહીં આપવામાં આવ્યો છે. તેમાં તો સાથ-સાધન સુનિશ્ચિત હોવા જરૂરી છે. પણ તે બંને ચિત્તધર્મ હોવાથી તેમની ખાત્રી કરી શકાતી નથી. સંશયના કારણે અન્વય ધરાવવો મુશ્કેલ છે. (૭) વિપરીતાન્વય > અહીં “યત્ર અનિત્યત્વે તત્ર કૃતકત્વ” આવા અન્વયનો અભાવ છે, માટે અનન્વયદોષ સ્પષ્ટ છે. કા.કે. પ્રાગભાવ, વિજળી વગેરે અનિત્ય તો છે, પરંતુ કૃતક નથી. (૮) અપ્રદર્શિતાવય > અહીં “જે સત્ છે તે ક્ષણિક છે” “યત્ર સર્વ તત્ર ક્ષણિકતં” આવી વ્યાપ્તિ ગ્રાહક તર્કનો જ અભાવ છે, માટે આવો અન્વય મળવો =જાણવો મુશ્કેલ છે. એટલે અન્વયનો અભાવ હોવાથી અનન્વય દોષ રહેલો જ છે. મુખ્ય કારણ તો આ આઠમાં અવિનાભાવનો અભાવ છે. માટે અન્વયે મળી શકતો નથી.
વળી તમે આપેલા આત્મદેણંતનો સંદિગ્ધસાધ્યાન્વયમાં સમાવેશ થઈ જાય છે. કા. કે. આત્મામાં રાગસાધ્ય સંદિગ્ધ છે, કોઈ આત્મા કેવલી બની જાય પછી બોલે ખરો, પણ ત્યાં રાગ તો નથી. માટે અવિનાભાવનો અભાવ છે) અને પુરોવર્સીમાં ચિત્તવૃત્તિધર્મ એવો રાગ છે કે નહિ તેનો નિર્ણય કરવો આપણા હાથમાં નથી માટે સાધ્ય સંદિગ્ધ છે.)