________________
૨૨૮ /૨/૧/૨૭
પ્રમાણમીમાંસા
अत्र साधर्म्यदृष्टान्ते आत्मनि रागवचनयोः सत्यपि साहित्ये, वैधर्म्यदृष्टान्ते चोपलखण्डे सत्यामपि सह निवृत्तौ प्रतिबन्धाभावेनान्वयव्यतिरेकयोरभाव इत्यनन्वयाव्यतिरेको । तौ कस्मादिह नोक्तौ ?। . उच्यते-ताभ्यां पूर्वे न भिद्यन्त इति साधर्म्यवैधाभ्यां प्रत्येकमष्टावेव दृष्टान्ताभासा भवन्ति । यदाहुः -
“लिङ्गस्यानन्वया अष्टावष्टावव्यतिरेकिणः।
नान्यथानुपपन्नत्वं कथञ्चित् ख्यापयन्त्यमी ॥" इति ॥२७॥ રહેવાનું જોવા મળે છે. અને વૈધર્મદષ્ટાંતભૂત પથરામાં બંનેની નિવૃત્તિ- અભાવ જોવા મળે છે. છતાં અવિનાભાવનો અભાવ હોવાથી અન્વય-વ્યતિરેક (મળતા નથી માટે) નો અભાવ મળવા સ્વરૂપ (એ પ્રમાણે) અનન્વય અને અવ્યતિરેક દોષ ઉભા થાય છે.
જેમકે અન્વયે - “જે વક્તા હોય તે રાગાદિમાન હોય છે. જેમ સંસારી આત્મા, જે રાગાદિમાન નથી તે વક્તા પણ નથી, જેમ પત્થરનો ટુકડો. સાથે સાધનની એક સાથે સત્તા અને અસત્તા મળે છે, પરંતુ એમાં વાસ્તવમાં અન્વય-વ્યતિરેકનો અભાવ છે. કારણ કોઈક આત્મામાં વક્નત્વ હોવા છતાં રાગાદિનો અભાવ જોવા મળે છે. સર્વજ્ઞ પરમાત્મા ધર્મ દેશના કરે છે પણ તે રાગાદિ વગરનાં વીતરાગ છે. રાગ કરવો અને બોલવું બને એક વસ્તુ સ્વરૂપ નથી એટલે કે રાગાદિનું વક્નત્વ સાથે તાદાત્મ નથી, તેમજ રાગાદિથી વન્દ્રત પેદા થતું નથી માટે ત્યાં અવિનાભાવરૂપ વ્યાપ્તિનો અભાવ છે. તો તે બન્ને દાંતાભાસોનો ઉલ્લેખ કેમ ન કર્યો?
સમાધાનઃ પૂર્વોક્ત આઠ ભેદ આ બેથી જુદા નથી પડતા કા.કે. આઠે આઠમાં બન્નેમાંથી એક દોષ ઘટી જાય છે, માટે સાધર્મ અને વૈધર્મથી દરેકનાં આઠ આઠ જ ભેદ કહેવાય તે થાય છે કહ્યું છે..
સાધનનાં અનન્વય આઠ છે અને અવ્યતિરેક પણ આઠ જ છે. આ દષ્ટાંતાભાસ કથંચિત અવિનાભાવનાં અભાવને સૂચિત કરે છે.
સંદિગ્ધસાધ્યાન્વયનો દાખલો છે વટેમાર્ગુ હવે તેમાં વકતૃત્વ અને રાગનો અન્વયે મળે છે ખરો, પણ વકતૃત્વ અને રાગસાથે અવિનાભાવનો અભાવ છે, સર્વજ્ઞ દેશના આપે ત્યાં વસ્તૃત્વ છે પણ રાગ નથી એમ અન્વયનો અભાવ થયોને, માટે આ દૃષ્ટાંતમાં અનન્વય દોષ આવી જ જાય છે. અને સંદિગ્ધસાધવ્યતિરેકમાં વટેમાર્ગુને દાખલા રૂપે લીધો છે, જે બોલતો નથી તે રાગી નથી આવો વ્યતિરેક કોઈક વિહાર કરતા મૂક કેવલીમાં મળી શકે છે, પરંતુ જે બોલતો નથી તે રાગી ન જ હોય “આવી વ્યતિરેક વ્યાપ્તિ સિદ્ધ નથી. કા.કે. ગુસ્સે ભરાયેલો માણસ રસ્તામાં ચૂપચાપ ચાલતો હોય છે, તેમાં રાગ ભરેલો જ છે, માટે અહીં વ્યતિરેક ના
१ तादात्म्यतदुत्पत्तिलक्षणसम्बन्धाभावेन]