________________
પ્રમાણમીમાંસા /૨/૧/૧૬
૨૧૧
"प्रत्यक्षागमबाधितकर्मनिर्देशानन्तरप्रयुक्तः कालात्ययापदिष्टः" । इति हि तस्य लक्षणमिति, यथा अनुष्णस्तेजोऽवयवी कृतकत्वाद् घटवदिति । प्रकरणसमस्तु न सम्भवत्येव, नास्ति सम्भवो यथोक्तलक्षणेऽनुमाने प्रयुक्तेऽदूषिते वाऽनुमानान्तरस्य । यत्तूदाहरणम्-अनित्यः शब्दःपक्षसपक्षयोरन्यतरत्वात् इत्येकेनोक्ते द्वितीय आह-नित्यः शब्दः पक्षसपक्षयोरन्यतरत्वादिति । तदतीवासाम्प्रतम् । को हि चतुरङ्गसभायां वादी प्रतिवादी वैवंविधमसम्बद्धमनुन्मत्तोऽभिदधीतेति ? ॥१६॥ સમાવેશ થઈ જાય છે. કારણ કે પ્રત્યક્ષ અને આગમથી બાધિત એવા કર્મસાધ્યપ્રયોગ પછી પ્રયોગ કરાયેલ હેતુ બાધિત છે, એવું લક્ષણ નૈયાયિકોએ કહ્યું છે. “જેમ તેજો-અવયવી, અનુણ છે, કૃતક હોવાથી, ઘટની જેમ, આ પ્રત્યક્ષથી પક્ષમાં બાધા છે. કા.કે. તેજો દ્રવ્યમાં સ્પાર્શન પ્રત્યક્ષથી અનુષ્ણતાનો બાધ થાય છે, તેથી પક્ષ પોતે બાધ્ય બની ગયો. માટે બાધિત હેત્વાભાસ અલગ માનવાની જરૂર નથી.
પ્રકરણસમ તો દોષ જ સંભવતો નથી, જે હેતુના સમાન બળવાળો વિરોધી હેતુ હોય તે પ્રકરણ સમ કહેવાય. હવે તથોપપત્તિ અન્યથાનુપપત્તિ લક્ષણવાળા અનુમાનનો પ્રયોગ કર્યો છતે અથવા તે અનુમાન દૂષિત બનતું ન હોય, ત્યાં બીજ (વિરોધી) અનુમાનનો પ્રયોગ સંભવી શકતો નથી. આનું ઉદાહરણ આ છે “અનિત્ય શબ્દઃ પક્ષ સપક્ષ બન્નેમાંથી એકના ધર્મ રૂપે હોવાથી” આવો વાદીએ પ્રયોગ કર્યો છતે પ્રતિવાદી કહે “શબ્દ નિત્ય છે, પણ સપક્ષ બન્નેમાંથી એકના ધર્મ રૂપ હોવાથી,” અનિત્ય સાધ્ય માનીએ ત્યારે સપક્ષ અનિત્ય પદાર્થ બને, તેનો જે ધર્મ હોય તે અનિત્ય સિદ્ધ થઈ શકે છે. એમ સપક્ષ નિત્ય હોય તો તે નિત્ય સિદ્ધ થઈ શકે છે. પણ એક જ શબ્દ નિત્ય અને અનિત્ય બન્નેનો ધર્મ સંભવે જ નહી માટે આ કથન ઘણું જ અસંગત છે.
ચતુરંગ-વાદી, પ્રતિવાદી સભ્ય અને સભાપતિથી યુક્ત સભામાં કયો ડાહ્યો માણસ –સમજદાર વાદી કે પ્રતિવાદી (મુર્મની જેમ) આવું અસંબદ્ધ બોલે ?
સાધ્યનાં અવિનાભાવી સાધનનો જ્યાં પ્રયોગ હોય ત્યાં તેનો વિરોધિ સમાન બળવાળો હેતુ (સાધન) સંભવી જ શકે નહિ. જે જંગલમાં વનરાજા તરીકે જે સિંહ છે, તેનાં સમાન બળવાલો બીજો સિંહ ત્યાં ન હોઈ શકે. છતાં કોઈ કહે “મેં તો એક જ વનમાં બે સિંહ રાજા જોયા” આ વચનથી બોલનારો ઉપહાસ પાત્ર બને. તેમ વિરોધિ હેતુનો પ્રયોગ કરનારા પણ ઉપહાસ પાત્ર બને તેમ છે. કોઈ ડાહ્યો માણસ આવું ના કરે. સાધ્યાભાવ સાધક હેવન્તર નબળો હોય તો પૂર્વ કહેલ હેતુને કશો વાંધો ન આવવાથી દોષરૂપ નહી બને. અને અન્ય હેતુ સબળ હશે તો પૂર્વે પ્રયોગ કરેલ હેતુ સાધાભાવમાં રહી જવાથી તે વિરુદ્ધ કે વ્યભિચારી રૂપે બની જશે, જેમકે “ગઈ અનધ્ય: મનુષ્યા ” આ અનુમાન પ્રયોગ કર્યો હોય ત્યારે તેના જ અભાવને સિદ્ધ કરનાર બીજો અનુમાન પ્રયોગ પ્રતિવાદી કરે કે “થે મધ્યઃ સવાલનાહવે આ બીજો હેતુ સબળ છે. (કા.કે. વિપક્ષ= અભવ્યમાં તેની વ્યાવૃત્તિ સુનિશ્ચિત છે.) હવે પૂર્વ પ્રયોગના પક્ષમાં હેતુ વિદ્યમાન જ હોય તો એટલે મનુષ્યત્વ હેતુ અભવ્યમાં રહ્યો છે, તેમજ ભવ્યમાં પણ રહેલો છે. એમ અભવ્ય = સાધ્યવાનું અને ભવ્ય=સાધ્યાભાવવાનું બન્નેમાં રહેવાથી વ્યભિચારી બની જશે, એટલે તેને નવો દોષ માનવાની જરૂર જ
૨૦ પિપપ૦-
૨ -
પ૦-પ૦ : ૧ ૦ ૦૦