________________
પ્રમાણમીમાંસા /૨/૧/૧૫
૨૦૯
સાથ્થી નિકાનમ્ II ६ ३२. साध्यधर्मस्य धर्मिण्युपसंहारो निगम्यते पूर्वेषामवयवानामर्थोऽनेनेति 'निगमनम्', यथा तस्मादग्निमानिति ।
६ ३३. एते 'नान्तरीयक त्वप्रतिपादका वाक्यैकदेशरूपाः पञ्चावयवाः । एतेषामेव शुद्धयः पञ्च । यतो न शङ्कितसमारोपितदोषाः पञ्चाप्यवयवाः स्वां स्वामनादीनवामर्थविषयां धियमाधातुमल मिति प्रतिज्ञादीनां तं तं दोषमाशङ्कय तत्परिहाररूपाः पञ्चैव शुद्धयःप्रयोक्तव्या इति दशावयवमिदमनुमानवाक्यं बोध्यानुरोधात् प्रयोक्तव्यमिति ॥१५॥
३४. इह शास्त्रे येषां लक्षणमुक्तं ते तल्लक्षणाभावे तदाभासाः सुप्रसिद्धा एव । यथा प्रमाणसामान्यलक्षणाभावे संशयविपर्ययानध्यवसायाः प्रमाणाभासाः, संशयादिलक्षणाभावे संशयाद्याभासाः, प्रत्यक्षलक्षणाभावे प्रत्याक्षाभासम्, परोक्षान्तर्गतानां स्मृत्यादीनां स्वस्वलक्षणाभावे तत्तदाभासतेत्यादि। एवं हेतूनामपि स्वलक्षणाभावे हेत्वाभासता सुज्ञानैव । केवलं हेत्वाभासानां सङ्ख्यानियमः प्रतिव्यक्तिनियतं लक्षणं च नेषत्कर' प्रतिपत्तीति तल्लक्षणार्थमाह
સાધ્યધર્મનો પક્ષમાં ઉપસંહાર સંચય/સંક્ષેપ કરવો તે નિગમન HI૧પ ૩૨. પહેલા, કહેવાયેલ પ્રતિજ્ઞાદિ અવયવનો નિચોડ જેનાથી નીકળે તે નિગમન. જેમ “તેથી (પર્વત) અગ્નિમાનું છે.” એ નક્કી થયું.' પ્રતિજ્ઞા વિગેરે પાંચનો પ્રયોગ કર્યો, આનો સાર શું નીકળ્યો? તો કહીશું કે એનો સાર એક જ છે કે “પર્વત અગ્નિમાન છે” લાંબો ઉપદેશ “દલીલ ચાલે, તેનો સાર તો માત્ર એક જ લીટીમાં- લાઈનમાં હોય છે.
૩૩. અવિનાભાવનાં પ્રતિપાદક વાક્યનાં એકદેશ રૂપ પાંચઅવયવો છે. પરાર્થાનુમાન આખું મહાવાક્ય છે, જે અવિનાભાવ સાધનનું પ્રતિપાદન કરવા દ્વારા અનુમાન= બોધ કરાવે છે, તે વાક્ય ના એક-એક દેશ રૂપ પ્રતિજ્ઞા વિગેરે ખંડ વાક્ય છે, એટલે તેના આ પાંચ અવયવો છે, એની પાંચ શુદ્ધિ છે. કારણ કે જેમાં દોષની શંકા હોય કે દોષનું આરોપણ કરવામાં આવ્યું હોય તે પાંચે પણ અવયવો પોત પોતાના વિષયની [અનાદીન (વિ.)-નિર્દોષ (સંહિ.)] નિર્દોષ અને નિશ્ચિત બુદ્ધિ પેદા કરવા સમર્થ બની શકતા નથી. માટે પ્રતિજ્ઞાદિ પાંચ અવયવોમાં દોષની શંકા ઉભી કરી તેનાં પરિહાર રૂપ પાંચ વિશુદ્ધિ કહેવાની હોય છે. આમ શિષ્યનાં અનુરોધથી અનુમાન વાક્ય દશ અવયવવાળું કહેવું જોઈએ ૧પ
૩૪. આ શાસ્ત્રમાં જેમનાં લક્ષણ કહ્યાં છે તે લક્ષણનો જેમાં અભાવ હોય તે તદાભાસો કહેવાય. તે બધા લોકોમાં સુપ્રસિદ્ધ જ છે, જેમકે પ્રમાણ સામાન્ય લક્ષણનો અભાવ હોવાથી સંશય વિપર્યય અનધ્યવસાય પ્રમાણાભાસ, સંશયાદિનું લક્ષણ જેમાં ઘટતું નથી તે સંશયાભાસ વગેરે જાણવા, પ્રત્યક્ષ લક્ષણના અભાવમ પ્રત્યક્ષાભાસ પરોક્ષમાં સમાવિષ્ટ જે સ્મૃતિ વગેરે છે, તેમનાં પોતપોતાનાં લક્ષણના અભાવે તે સ્મરણાભાસ, પ્રત્યભિશાભાસ વગેરે જાણવા.
એમ જે હેતુઓમાં હેતુના લક્ષણનો અભાવ હોય તે હેત્વાભાસ બની જાય છે. તેવું તો સુખે જાણી શકાય એમ છે. પરંતુ હેત્વાભાસની સંખ્યાનો નિયમ અને તેમના જુદા જુદા લક્ષણ સરળતાથી સમજાઈ શકે તેવા
१निश्चीयते । २ प्रयोजनम् । ३ सा(ना)न्तरीयकोऽविनाभावी साधनलक्षणोऽर्थः । ४-० कत्वं प्रति० -३० ।५ शहिताः सन्दिग्धाः समारोपिताच दोषा एषाम् । ६ समर्थाः । ७ तत्तत्प०-डे०।८-०क्तं तल- ०।१-० भासः परो० -मु०। १० वत्करा सुकरा प्रतीतिर्यस्य ।