________________
૨૦૪ /૨/૧/૮
પ્રમાણમીમાંસા १८. साध्यमेव धर्मस्तस्याधारस्तस्य सन्देहस्तदपनोदाय-यः कृतकः सोऽनित्य इत्युक्तेऽपि धर्मिविषयसन्देह एव-किमनित्यः शब्दो घटो वेति ? तन्निराकरणाय गम्यमानस्यापि साध्यस्य' निर्देशो युक्तः, साध्यर्मिणि साधनधर्मावबोधनाय पक्षधर्मोपसंहारवचनवत् । यथा हि साध्यव्याप्तसाधनदर्शनेन तदाधारावगतावपि नियतधर्मिसम्बन्धिताप्रदर्शनार्थम्-कृतकच शब्द इति. पक्षधर्मोपसंहारवचनं तथा साध्यस्य विशिष्टधर्मिसम्बन्धितावबोधनाय प्रतिज्ञावचनमप्युपपद्यत एवेति ॥८॥
६१९. ननु प्रयोगं प्रति विप्रतिपद्यन्ते वादिनः, तथाहि-प्रतिज्ञाहेतूदाहरणानीति व्यवयवमनुमानमिति
૧૮. સાધ્ય સ્વરૂપ ધર્મ તેનો આધાર તેનો સંદેહ, તેને દૂર કરવા માટે, જેમકે “જે કૃતક હોય તે અનિત્ય હોય છે,” આવું કહેવા છતાં ધર્મીના વિષયમાં સંદેહ જ રહે છે. “શબ્દ અનિત્ય છે કે ઘટ? તેનું નિરાકરણ કરવા માટે ગમ્યમાન સાધ્ય પક્ષનો પણ નિર્દેશ કરવો યોગ્ય છે. જેમ સાધ્યના ધર્મી પક્ષમાં સાધનધર્મનો બોધ કરાવવા માટે પક્ષ ધર્મના ઉપસંહારનું કથન કરવામાં આવે છે. જેમકે જે કૃતક હોય તે અનિત્ય હોય છે. આમ સાધ્યનાં અવિનાભાવી સાધનને પ્રદર્શિત કરવાથી સાધનના સામાન્ય આધારની પ્રતીતિ થઈ જાય છે. તો પણ નિયત પક્ષની સાથે સાધનનો સંબંધ દર્શાવવા “શબ્દ પણ કૃતક છે” આવો પક્ષધર્મના ઉપસંહાર (ઉપનય)નો પ્રયોગ કરવામાં આવે છે. તે પ્રમાણે સાધ્યનાં નિયત પક્ષની સાથે સંબંધ દર્શાવવાનો પ્રતિજ્ઞાનો પ્રયોગ પણ કરવો જ જોઈએ. બૌદ્ધો એવું માને છે કે વ્યાપ્તિ પૂર્વક ઉપનયનો પ્રયોગ કરવાથી પક્ષ સાધનના આધારનો ખ્યાલ આવી જાય છે, નાહક અલગથી પ્રતિજ્ઞાનો પ્રયોગ કરવાનો શો મતલબ? આનો જવાબ એ છે કેસાધ્યથી વ્યાપ્ત સાધ્યના વ્યાપ્ય સાધનના દર્શનથી વ્યાક્ષિદર્શાવવાથી સામાન્યતઃ સાધનના આધારની જાણ થવા છતાં તે સાધનને અમુક નિયત ધર્મી સાથે સંબંધવાળું છે આવું નિશ્ચિત રૂપથી સમજાવવા તમે જેમ ઉપનયનો પ્રયોગ કરો છો, તેમ સાધ્યનાં નિશ્ચિત આધારને-સાધ્ય વિશિષ્ટધર્મી સાથે સંબંધવાળું છે, તે પ્રદર્શિત કરવા પ્રતિજ્ઞાનો પ્રયોગ પણ આવશ્યક છે.
પ્ર. - સાધ્યવ્યાપ્ત સાધનના દર્શનવડે તેના આધાર પક્ષનો ખ્યાલ કેવી રીતે?
ઉ. - જેમકે સાધન-રજોહરણ, સાધ્ય-શ્વેતાંબર દીક્ષા, સાધુવેશ રજોહરણ વગેરે જોવાથી સામાન્યથી શ્વેતામ્બર સાધુનો ખ્યાલ આવી જાય, પરંતુ “વિવક્ષિત પુરુષ વિશેષ શ્વેતાંબર સાધુ બન્યો છે,” એવું જ્ઞાન ન થાય તેના માટે તો
એમ કહેવું પડે કે અમુકના પુત્ર રજોહરણાદિસ્વરૂપ સાધુવેશ સ્વીકાર્યો છે, આમ કહેવાથી બીજાને ખ્યાલ આવે કે પેલો ભાઈ શ્વેતાંબર દીક્ષા લઈ શ્વેતામ્બરસાધુ બન્યો છે. રજોહરણ એ શ્વેતામ્બરદીક્ષાનું લિંગ છે, માટે રજોહરણથી ગમ્ય શ્વેતાંબર દીક્ષા (સાધ્ય)ના આધારભૂત સામાન્યથી શ્વેતાંબરસાધુ રૂપ ધર્મી એવો પક્ષ ગમ્યમાન થઈ ગયો. જેમ કે (અલ્યાભાઈ! તે કોઈને આવતા જોયા? હા ! ધોળા વસ્ત્રવાળા ઓઘાવાળા કોઈ આવી રહ્યા છે” આ સાંભળતા શ્વેતાંબર દીક્ષાના આધારભૂત સામાન્યથી સાધુનો ખ્યાલ આવી જાય.
જ્યારે એ કહે અમુકના દીકરા આવો વેશ પહેરીને આવી રહ્યા છે, ત્યારે જે સાધ્યના આધારભૂત છે, એવા અમુક વિવક્ષિત સાધુનો ખ્યાલ આવે છે. એમ અમુક નિયત ધર્મને જાણવા પ્રતિજ્ઞા વચન જરૂરી છે. ૮
૧૯. શંકાકાર : પ્રયોગના વિષયમાં વાદીઓ વિવાદ કરે છે, જેમ કે પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ એમ અનુમાનનાં ત્રણ અવયવો છે”, એમ સાંખ્યો માને છે. પહેલુટાન્તા કૃતિ અવયવમ્ (મતિ:વા. ૫)
१ सिषाधयिषितधर्मविशिष्टस्य धर्मिणः । २ तथाहि-डे० । ३ सामान्यतः साधनधर्माधारावव(ग)तिः । ४ - ज्ञानवच०-३० ।