________________
૨૦૨ /૨/૧/૯
પ્રમાણમીમાંસા
न च पर्वत्प्रतिवादिनौ प्रमाणीकृतवादिनौ यदेतद्वचनसम्बन्धाय प्रयतिष्येते । तथा सति न हेत्वाद्यपेक्षेया'ताम्, त`दवचनादेव तदर्थनिश्चयात् । अनित्यः शब्द इति त्वपेक्षिते उक्ते कुत इत्याशङ्कायां છતે ઉપરોક્ત વચનથી અર્થનો નિશ્ચય થશે અને અર્થનિશ્ચય થવાથી સાંભળવાની તત્પરતા આવે, કા.કે. જ્યાં સુધી તેને એ ખ્યાલ-ખાત્રી ન થાય કે આ મારા સંબંધી બોલે છે, ત્યાં સુધી તે સાંભળવામાં સાવધાન નહી બને, પરંતુ તે વચનનો અર્થ ન જણાય જ્યાં સુધી સાવધાન ન થાય પોતાને આવો ખ્યાલ આવતો નથી- (સાવધાની પૂર્વક સાંભળ્યા વિના વચનથી અર્થનિર્ણય થઇ શકતો નથી, પરંતુ જો પ્રતિજ્ઞાનો પ્રયોગ કર્યો હોયતો તેને પોતાના વિષયનો ખ્યાલ આવી જાય છે. કારણ કે પ્રતિજ્ઞા શબ્દોથી સુપરિચિત છે અને તે શબ્દોના અર્થનો તેને નિશ્ચય છે જ. (નિશ્ચય હોય ત્યારે જ તો તત્સબંધી પ્રશ્ન કરી શકે ને) એટલે પ્રતિજ્ઞાનો પ્રયોગ કરવાથી તે તરત જ સાવધાન બની જશે, એટલે હવે અન્યોન્યાશ્રય દોષ નહી આવે કા.કે.તે શબ્દ અનિત્ય છે” એવી પ્રતિજ્ઞાના વચનનો તો પોતાને અર્થ નિર્ણય છે જ.
[અનવહિત જે કહેવામાં આવી રહ્યું છે તેનામાં ઉપયોગ વિનાના શ્રોતાને પ્રતિજ્ઞાવાક્ય શ્રોતાને વક્તાને જે કહેવું અભિપ્રેત છે તેનો બોધ થાય એ માટે સાવધાન કરે છે. અને તેથી શ્રોતાને પરાર્થ અનુમાનાત્મક બોધ વક્તાનાં વચનથી થાય છે. પણ જો શ્રોતા સાવધાન ન થયો હોય=અનવહિત હોય—(બેધ્યાન હોય) તો હેતુ વાક્યનો પ્રયોગ કરવા છતાં શ્રોતાને અનુમાન થઈ શકતુ નથી. માટે પ્રતિશા વાક્યનો પ્રયોગ આવશ્યક છે, એવો ગ્રન્થકારનો અભિપ્રાય છે. શ્રોતાને અનુમાન થાય એ માટે “શબ્દ અનિત્યઃ” એવો વક્તાએ પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરવો જોઈએ, જેથી શ્રોતાને ખ્યાલ આવે છે કે વક્તાને મને શબ્દમાં અનિત્યત્વનો નિશ્ચય થાય’ એવી અપેક્ષા છે. પૂર્વપક્ષી કહે છે કે પ્રતિજ્ઞાવાક્યનો ઉલ્લેખ ન કર્યો હોય તો પણ “યત્ કૃતકં તત્ સર્વે અનિત્યં કૃતક“ શબ્દઃ” - આટલું વચન પોતાનાં અર્થબોધ કરાવાના સામર્થ્ય વશાત્ વક્તાને જે અપેક્ષિત છે તે શબ્દમાં અનિત્યત્વનો નિશ્ચય કરાવી જ દેશે અને તેથી શ્રોતાને વક્તાએ શબ્દમાં અનિત્યત્વનો બોધ કરાવવા માટે તત્વાથાનુ૫૫ત્તે: એવો હેતુ પ્રયોગ કર્યો છે એવું અવધાન (ઉપયોગ) પણ થઈ જશે. ] આવા પૂર્વપક્ષનો ગ્રન્થકાર નિષેધ કરે છે કે.... નહીં, આ શક્ય નથી, કારણ કે પરસ્પરાશ્રય દોષ છે. ગ્રન્થકારનો અભિપ્રાય આ છે કે પૂર્વના પંદરમાં પેરામાં દર્શાવ્યું છે-એમ પ્રતિજ્ઞાપ્રયોગ ન હોય તો શ્રોતાનું અવધાન ન હોવાના કારણે હેતુ પ્રયોગ વગેરે દ્વારા પણ અનુમાન થઈ શકતુ નથી, એટલે કે અપેક્ષિત = “શબ્દ અનિત્યત્વનો” નિશ્ચય થઈ શકતો નથી. અવધાન હોય તો જ એ થઈ શકે છે. એટલે અવધાન હોય તો આ વચનથી નિશ્ચય થશે ને નિશ્ચય થશે તો અવધાન થશે માટે અન્યોન્યાશ્રય છે.
શંકાકાર : વાદીને પ્રમાણિત માનનાર સભા અને પ્રતિવાદી વાદીનાં વચનનો સંબંધ જોડવા પ્રયત્ન કરશે. સમાધાન ઃ એવું જ હોય તો, એટલે વાદી બોલ્યો તે બધુ સાચું જ “એવું માને તો સભા અને પ્રતિવાદી હેતુ વગેરેની અપેક્ષા રાખ્યા વિના તેનાં વાદીનાં વચનથી જ અર્થનો નિશ્ચય કરી લેશે. જ્યારે “શબ્દ અનિત્ય” આ અપેક્ષિત' અપેક્ષાવાળું વચન કહ્યુ છતે “આ કેવી રીતે” ? આવી શંકા ઉપસ્થિત થતા શબ્દમાં જે કૃતકત્વ
१ प्रमाणीकृतो वादी यकाभ्याम् । २ वादि० । ३ प्रमाणीकृतवादित्वेऽपि सति । ४ पर्वप्रतिवादिनी । ५ तच्छब्देन वादी । ६ तद्वचना०ता० ।
૧ એટલે કે શ્રોતાને આટલું સાંભળવા માત્રથી આકાંક્ષાશાંત થતી નથી, પરંતુ શબ્દ અનિત્ય છે આ કેમ બને ? આનું કારણ શું? ઇત્યાદિ શંકાના સમાધાનની અપેક્ષા રહે છે, “આ ભાઈ છે” જો આટલું બોલીએ તો “કોનો” શંકા ઉભી થશે, તેના સમાધાનની અપેક્ષા રહે છે. “અભાવ છે” બોલતા કોનો ? તો કહીશું ઘટનો, આ બધા અપેક્ષિત વચનો છે.