________________
પ્રમાણમીમાંસા /૨/૧/૭-૮
૨૦૩ कृतकत्वस्य तथैवोपपत्तेः कृतकत्वस्यान्यथानुपपत्तेर्वेत्युपतिष्ठते, तदिदं विषयोपदर्शनार्थत्वं प्रतिज्ञाया इति
१७. ननु यत् कृतकं तदनित्यं यथा घटः, कृतकश्च शब्द इत्युक्ते गम्यत एतद् अनित्यः शब्द इति, तस्य सामर्थ्यलब्धत्वात्, तथापि तद्वचने पुनरुक्तत्वप्रसङ्गात्, "अर्थादापत्रस्य स्वशब्देन पुनर्वचनं पुनरुक्तम्" [न्यायसू० ५. २. १५] । आह च "डिण्डिक रागं परित्यज्याक्षिणी निमील्य चिन्तय तावत् किमियता प्रतीतिः स्यान्नवेति, भावे किं प्रपञ्चमालया" [ हेतु० परि० १] इत्याह
गम्यमानत्वेऽपि साध्यधर्माधारसन्देहापनोदाय धर्मिणि
पक्षधर्मोपसंहारवत् तदुपपत्तिः ॥८॥ રહેલું છે તે શબ્દને અનિત્ય માનીએ તો જ ઘટી શકે, કૃતકત્વસ્ય તળેવોપપત્તઃ–શબ્દ અનિત્ય હોય તો જ આ શબ્દમાં કતકત્વ બંધ બેસી શકે. એટલે કે કતકત્વ અન્યથા ઉપપન્ન ન થઈ શકે, શબ્દમાં જે કૃતકત્વ છે, તે શબ્દને અનિત્ય ન માનો તો ન ઘટી શકે, કારણ કે કોઈ વસ્તુ કરાય એટલે આદિ થાય તેનો અવશ્ય નાશ થાય જ, નિત્યપદાર્થમાં આ બધું અસંભવિત છે, માટે શબ્દને અનિત્ય કહ્યો છે, એમ પેલાને જે અપેક્ષા હતી તે શાંત થવાથી કૃતાર્થ બનશે. સંતોષ પામશે. વચનપ્રયોગનો મુખ્ય ઉદ્દેશ જ આ છે કે બીજાને તે વિષયનો સંતોષ આપવો” એમ વક્તાનો પ્રયોગ પણ સફળ બને છે. (આવું સમાધાન કરી શકાય છે.) આ રીતે વિષય બતાવવા પ્રતિજ્ઞાનો પ્રયોગ આવશ્યક છે. “શબ્દ અનિત્યઃ” આ અપેક્ષિત વાક્ય-આ પ્રતિજ્ઞા સ્વરૂપ છે. અહીં હેતુની અપેક્ષા રહે છે, માટે જ્યાં સાધ્યની સિદ્ધિ માટે હેતુના પ્રયોગની અપેક્ષા રખાય છે, તે વિષયને બતાવવા માટે પ્રતિજ્ઞા છે. શબ્દ આપણો વિષય છે, એમાં અનિત્ય સિદ્ધ કરવાનું છે તે સાધ્ય છે “શબ્દ અનિત્ય” આ અપેક્ષિત વાક્યાત્મક પ્રતિજ્ઞા કરવાથી સામેની વ્યક્તિને ખબર પડે છે કે સાધ્ય-અનિત્યની સિદ્ધિ કરતા તમે બે પ્રકારના હેતુનો પ્રયોગ શબ્દનામના વિષયમાં કરો છો. ત૮િ વિષયોનાર્થવં પ્રતિજ્ઞાયા. બસ તેનું નામ જ પ્રતિજ્ઞાથી વિષયનું ઉપદર્શન છે. અથવા બસ આ રીતે પ્રતિજ્ઞા વિષય ઉપદર્શન માટે છે.
૧૭. શંકાકાર : જેકૃતક હોય તે અનિત્ય હોય છે.જેમ ઘટ, શબ્દ પણ કૃતક છે. આમ કહેતાં સામર્થ્યથી પક્ષ પ્રયોગ કર્યા વિના જ “શબ્દ અનિત્ય છે,” એવો ખ્યાલ આવી જાય છે, છતાં પણ તેનો પક્ષનો પ્રયોગ કરશો તો પુનરૂક્તિ દોષ લાગશે. “જે વિષય અર્થથી જણાઈ આવે છે, તેને પોતાના શબ્દ દ્વારા કહેતા પુનરૂક્તિ દોષ આવે છે.” (ન્યાયસૂ ૫.૨.૧૫)
હેતુપરીક્ષામાં કહ્યું પણ છે કે ડિડિટરાગ–લાલ રંગના ઉંદર જેવી આંખની લાલિમાનો ત્યાગ કરી –તમારી આંખમાંજે ગુસ્સા અને જુસ્સાના કારણે રક્તતા છે તે ત્યાગ કરી એટલે શાંત બની આંખો મીચીને વિચાર કરો કે પૂર્વોક્ત વચનથી શબ્દ પણ કૃતક છે એટલા માત્રથી “શબ્દ અનિત્ય છે” એવી પ્રતીતિ થાય છે કે નહિ, જો પ્રતીતિ થઈ જતી હોય તો પછી પ્રાગ્યની પરંપરાથી શું લાભ? (હેતું પરિ.૧).
બૌદ્ધની આ શંકાનું સમાધાન કરવા કહે છે કે..
સાધ્ય ધર્મના આધાર સંબંધી સંદેહના નિવારણ માટે ધમ ગમ્યમાન હોવા છતાં પણ પક્ષ - ધર્મના ઉપસંહાર (ઉપનય)ની જેમ ધર્મી પક્ષનું ઉચ્ચારણ ક્રવું બંધ બેસે છે. III १सामर्थ्यात् । २ डिण्डिका हि प्रथमनामलिखने विवादं कुर्वन्ति । ३ निर्माल्य -डे० । ४-० यता मदुक्तेन प्र०-डे० ।५ अनित्यत्वस्य T ૬ પ્રતિભાવે