________________
૧૮૨ |૧/૨/૧૪
५७. अबाध्यग्रहणव्यवच्छेद्यां बाधां दर्शयति
પ્રમાણમીમાંસા
प्रत्यक्षानुमानागमलोकस्ववचनप्रतीतयो बाधाः || १४॥
$ ५८. प्रत्यक्षादीनि 'तद्विरुद्धार्थोपस्थापनेन बाधकत्वात् 'बाधाः' । तत्र प्रत्यक्षबाधा यथा अनुष्णोऽग्निः, न मधु' मधुरम्, न सुगन्धि विदलन्मालतीमुकुलम्, अचाक्षुषो घटः, अश्रावणः शब्दः, नास्ति बहिरर्थ इत्यादि । अनुमानबाधा यथा सश्रोम हस्ततलम्, नित्यः शब्द इति वा । अत्रानुपलम्भेन कृतकत्वेन चानुमानबाधा ।
૫૭.--અબાધ્ય વિશેષણથી વ્યવચ્છેદ્ય (અલગ પાડવા યોગ્ય) નિષેધ કરવા યોગ્ય જે બાધા છે તેને દર્શાવે છે.
પ્રત્યક્ષબાધા, અનુમાનબાધા આગમબાધા, લોક્બાધા, સ્વવચનબાધા, અને પ્રતીતિબાધા, આ બધી સાધ્ય સંબંધી બાધા છે. ||૧૪
૫૮.→પ્રત્યક્ષ આદિ પ્રમાણ સાધ્યથી વિપરીત અર્થનું ઉપસ્થાપન કરનાર હોઈ બાધક બનવાથી બાધા કહેવાય છે. તેમાં પ્રત્યક્ષ બાધા જેમ કે(૧) “અગ્નિ ઉષ્ણ નથી. દ્રવ્ય હોવાથી’, જલની જેમ, અહીં પ્રત્યક્ષ પ્રમાણ અનુષ્ણથી વિપરીત અર્થ-ઉષ્ણતાનું ઉપસ્થાપક હોવાથી તે સ્પાર્શન-પ્રત્યક્ષ બાધા કહેવાય છે. એમ (૨) “મધ મીઠું નથી, પ્રવાહી રૂપ હોવાથી” ઔષધની જેમ અથવા વિચિત્ર રસથી પેદા થયેલ હોવાથી, અનેક રસના સંયોગની જેમ (જેમાં ઘણારસોનો સંયોગ હોય તેમાં મધુરતા નથી હોતી.) “વિકસિત માલતી (સુગંધી ધોળા ફૂલોવાળી એકજાતની ચમેળી મુકુલ-કળી) સુગંધીદાર નથી, (લતાનો એક દેશ હોવાથી, પાંદડાની જેમ) પુષ્પત્વાત્ કર્ષ્યાસપુષ્પવત્”; (૪) “ઘટ ચક્ષુથી ગ્રાહ્ય નથી’ ગુણાશ્રયત્વાત્ આકાશવત્’(રૂપથી અત્યંત ભિન્ન હોવાથી વાયુની જેમ)(૫) શબ્દ શ્રવણગ્રાહ્ય નથી ગુણત્વાત્ રૂપવત્, (૬) “(જ્ઞાનથી ભિન્ન) બાહ્ય અર્થ નથી, પ્રતીતિવિષયત્વાત્, સ્વપ્નવત્” (સ્વપ્ન જેવો માત્ર (પ્રતિ) ભાસ થતો હોવાથી.) યથાવસ્થિતરૂપે પ્રતિભાસ થતો ન હોવાથી, જે સત્ હોય તેનો આવો અપ્રતિભાસ ન થાય, જેમ જ્ઞાન. જ્ઞાનનું આત્માને જેવું સંવેદન થાય છે— પ્રતીતિમાં આવે છે, તેવી યથાવત્ સ્પષ્ટ પ્રતીતિ બાહ્ય પદાર્થની થતી નથી. એકનો એક ઘડો આપણી જેવી દૃષ્ટિ હોય તે રૂપે ભાસે છે, તેના ઉપર લાઈટ પડતી હોય ચમકતો, પાણી પડતું હોય-ભીનો અને પાણી વગરનો સાવ સૂકો લાગે છે. વળી ઘટનો માત્ર ઉપરનું પડલ દેખાય, બીજી તેની બધી જ અવસ્થા—સ્વરૂપ પ્રતિભાસમાં આવતુ નથી. જો તે વાસ્તવિક હોય તો જ્ઞાનની જેમ આખા ઘટનો ભાસ થાત. માટે બાહ્ય પદાર્થ નથી. ઇત્યાદિ પ્રત્યક્ષ બાધા છે.
આ અનુક્રમે (૧) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ બાધા, (૨) રસનેન્દ્રિય પ્રત્યક્ષ બાધા, (૩) ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષબાધા, (૪) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ બાધા, (૫) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષબાધા છે, માટે છઠ્ઠી પણ પ્રત્યક્ષ બાધા થઈ. બાહ્ય અર્થપણ આંખ વગેરે ઇન્દ્રિયોથી સાક્ષાત્ થાય છે. નીલવર્ણાકાર જ્ઞાન થાય છે, તેમ નીલવર્ણની પ્રાપ્તિ પણ સાક્ષાત્ જોવા મળે છે.
અનુમાન બાધા જેમ “હથેલી રોમવાળી છે,’” અહીં પ્રત્યક્ષથી તો રૂંવાટીથી વિપરીત પદાર્થનું ગ્રહણ થતું
१ साध्य० । २ कृतकत्वादिति हेतुः । ३ विचित्ररसप्रभवत्वात् अनेकरससंयोगवत् । ४ लतैकदेशत्वात् पत्रवत् । ५ स्वमादत्यन्तव्यतिरिक्तत्वात् वायुवत् । ६ यथावस्थेन रूपेणाप्रतिभासमानत्वात् यदस्ति तद्यथावस्थितरूपेणाप्रतिभासमानमपि नास्ति यथा ज्ञानम् । ७ शरीरावयवत्वात् बाहुवत् ।