________________
પ્રમાણમીમાંસા /૨/૧/૨૨
૧૯૩
६७७. स दृष्टान्तः 'साधर्येण' अन्वयेन 'वैधयेण' च व्यतिरेकेण भवतीति द्विप्रकारः ॥२१॥ ૭૮. સર્વિષ્ટાન્ત વિમાન
साधनधर्मप्रयुक्तसाध्यधर्मयोगी साधर्म्यदृष्टान्तः ॥२२॥ ६ ७९. साधनधर्मेण प्रयुक्तो न तु काकतालीयो यः साध्य धर्मस्तद्वान् ‘साधर्म्यदृष्टान्तः' । यथा कृतकत्वेनानित्ये शब्दे साध्ये घटादिः ॥२२॥
સાધર્મ્સ અને વૈધર્મે ના ભેદથી દષ્ટાંત બે પ્રકારે છે liરવા સ-દાંત સાધર્મ્સથી = અન્વયથી વૈધર્મે–વ્યતિરેકથી થાય છે, માટે દષ્ટાંતના બે પ્રકાર છે. સાધાર્ય કે વૈધર્મે એમ બે રીતે દાખલા ઉભા થતા હોવાથી મળતા હોવાથી દષ્ટાંતના બે પ્રકાર પડે છે. ર૧ ૭૮. સાધર્મ દષ્ટાંતનું સ્વરૂપ દર્શાવે છે.
સાધનધર્મથી પ્રયુક્ત જે સાધ્યધર્મ તેનાં યોગવાળુ સાધમ્ય દષ્ટાંત છે રિશા ૭૯ સાધન ધર્મનો પ્રયોગ કરવાથી જાણવામાં આવેલ જે સાધ્યધર્મ છે તેનાં યોગવાળો જે ધર્મ તે સાધર્મ દૃષ્ટાંત. - અહીં પ્રયુક્ત શબ્દ મૂકીને “કાગડાનું બેસવું ડાળનું તૂટી જવું” આ ન્યાયથી એમને એમ સાધ્ય ધર્મ જોવા મળી જાય તેવો ધર્મ સાધર્મ દષ્ટાંત ન કહેવાય”, તેવું જાણાવ્યું છે. જેમકે શબ્દ અનિત્ય છે, કૃતક હોવાથી જેમ ઘટાદિ, અહીં ઘટાદિ સાધચ્ચે દષ્ટાંત છે. તેનું કારણ એ છે કૃતક હોવાથી તેમાં અનિત્યતા છે.એટલે સપક્ષમાં સાધ્ય રહ્યું છે તેમાં સાધ્યનો અવિનાભૂત નિમિત્ત રૂપે હેતુ હોવો જોઇએ. “આ પ્રદેશ ઉષ્ણ સ્પર્શવાળો છે” અગ્નિવાળો હોવાથી, જેમકે રાજગૃહીના કુંડનું પાણી. આ દાખલો ન અપાય કારણ કે ત્યાં પાણી ઉષ્ણસ્પર્શવાળું છે, તે તો એમનું એમ પોતાની મેળે જ છે, કાંઈ અગ્નિના યોગથી નથી. રસોડું, ભટ્ટી એ દાખલો યોગ્ય કહેવાય ત્યાં અગ્નિના યોગથી ગરમાશ છે. કોઈક પ્રશ્નનો જવાબ વિચાર્યો છતા ન આવડ્યો, અને ભણાવવા બેઠા અને અચાનક આવડી ગયો, તેમાં ભણાવવા બેસવું એ કારણ ન માની શકાય. આકાશમાં નજર પડતા એકાએક સંધ્યારાગ બદલાઈ ગયા. તેમ અગ્નિ પેદા થતા ધૂમ એકાએક પેદા થઈ જાય તો ત્યાં કાકતાલીય ન્યાય લાગુ પડે છે. તેવો દાખલો સાધર્મ દષ્ટાંત ન બને. સાધનધર્મના આધારે પ્રસિદ્ધ કરેલ એવા સાધ્યધર્મવાળો દાખલો આપવો તે સાધર્મ દષ્ટાંત, જેમ કૃતકત્વ હોવાના કારણે જ ઘટ અનિત્ય છે. એટલે હેતુના આલંબન વિના સીધે સીધો ઘટમાં અનિત્ય ધર્મ માનવો તે સાધર્મ દષ્ટાંત ન બને.
૧ સાપના
: 1 ૨
: I ૩ સાપ્યો ઇ - I