________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩
૧૯૭ तस्य बाधा, वचनस्य निर्णयत्वानुपपत्तेः । प्रयोजनम् अनुमानावयवाः प्रतिज्ञादय इति शास्त्रे व्यवहार एव, निर्णयात्मन्यनंशेतद्व्यवहारानुपपत्तेः । निमित्त तु निर्णयात्मकानुमानहेतुत्वं वचनस्येति ॥२॥
હુ ૬. ત’ વાવાત્મક પરથનુમાને તે દિશામ્ રૂા.
હું ૭. valમેલમાતેનો બાધ છે, એટલે કે અગ્નિનું મુખ્ય કામ છે પોતાને સ્પર્શકરનાર એવા બીજાને બાળવું, જ્યારે આ માણવક-એકનાનો બાળક/મૂર્ખવ્યક્તિ પોતાને અડનારને બાળીને ખાખ કરતો નથી-દઝાડતો નથી. એમ અગ્નિનો જે મુખ્ય અર્થ છે તેનો તો માણવકમાં બાધ છે, છતાં માણવકને અગ્નિ કહ્યો છે, તેનું પ્રયોજન એ છે કે જેમ અગ્નિથી દૂર રહેવું જોઇએ, એમ આપણને ખબર છે, બસ તેમ આનાથી પણ દૂર રહેવું જોઈએ” આવી બુદ્ધિ જગાડવામાં આ કથન ઉપયોગી બને છે. પણ આ માણવક માટે આવો શબ્દ પ્રયોગ કયા નિમિતથી–કારણથી કર્યો? જેમ અગ્નિ ઉપતાપ કરનાર છે, તેમ આ ધમાલિયો છોકરો બધાને પીડા કરનારો છે. એમ માણવકમાં મુખ્યાર્થ દાહકનો બાધ છે પણ પ્રયોજન અને નિમિત્તના લીધે તેમાં અગ્નિનો ઉપચાર થાય છે.
તેજ રીતે પ્રતિજ્ઞાદિ વચનમાં સમ્યગર્થ નિર્ણયનો (અનુમાન મુખ્યાર્થ પ્રમાણનો) અભાવ છે, કારણ કે વચન ભાષાવર્ગણા છે–જડ છે, તેથી ચૈતન્યનો અભાવ હોવાથી કોઈ પણ જાતનું જ્ઞાન જ સંભવતું નથી. જ્યારે શાસ્ત્રમાં પ્રમાણનો મુખ્ય અર્થ તો “સમ્યગુ અર્થ નિર્ણય' જ જણાવેલ છે, એટલે વચનમાં મુખ્યાર્થનો બાધ છે. પરંતુ ત્યાં પ્રયોજન રહેલું છે કે પ્રતિજ્ઞા વગેરે અનુમાનનાં અવયવ છે.” એવો શાસ્ત્રમાં વ્યવહાર છે, પરંતુ નિર્ણયસ્વરૂપ અનંશ-અંશવિનાના પરાર્થાનુમાનમાં પ્રતિજ્ઞા વગેરે અનુમાનના અવયવ છે” એવો વ્યવહાર સંભવી શકતો નથી ક.કે. નિર્ણય તો જ્ઞાનાત્મક હોવાથી તેના કોઈ અંશ પડતા નથી. વળી તે પ્રતિજ્ઞાવિ. બધા વચનરૂપ છે, એથી, વચનને અનુમાનરૂપે માનવામાં આવે તો જ પ્રતિજ્ઞા વગેરેનો અનુમાનનાં અવયવ તરીકે વ્યવહાર ઘટી શકે. મુખ્ય નિરુપચરિત જે પરાથનુમાન છે, તે તો નિર્ણયસ્વરૂપ હોવાથી અંશવિનાનું છે, માટે તેના અવયવ સંભવી શકતા નથી, વળી જેવા અવયવ હોય તેવો-તે જાતિનો અવયવી હોય, માટે નિર્ણયાત્મક પરાર્થાનુમાનના વચનાત્મક તો પ્રતિજ્ઞા વગેરે અવયવ બની શકતા નથી. માટે વચનાત્મક અવયવી રૂપે પરાર્થનુમાન માનવું જરૂરી છે. એટલે પાંચ અવયવવાળું વચનાત્મક પરાર્થાનુમાન છે, તેના પ્રતિજ્ઞા વગેરે અવયવો છે. વચન નિર્ણયાત્મક અનુમાનનું કારણ છે, પ્રતિજ્ઞાવિ. સાંભળી પરર્વાનુમાન થતું હોવાથી તે અહીં નિમિત્ત છે. એમ મુખ્ય અર્થમાં બાધા તેમજ પ્રયોજન અને નિમિત્તનો સદ્ભાવ હોવાથી વચનમાં અનુમાનનો ઉપચાર કરવામાં આવે છે. કેરા
-- તે બે પ્રકારે છે ilal ૬. તદ્રવચનાત્મક પરાથનુમાન બે પ્રકારે છે ૩ ૭. પ્રકાર ભેદને બતાવે છે
१ अग्निमाणवक इव इत्यत्र मुख्याओं दाहकत्वम्, वर्जनीयत्वबुद्धिः प्रयोजनम्, शाब्दप्रवृत्ती निमित्तमुपतापकत्वम् । २ परार्थानुमाने | ર પૂa૦I ૬ .