________________
પ્રમાણમીમાંસા /૨/૧/૧
૧૯૫
॥ અથ દ્વિતીયોધ્યાયઃ ॥
$ १. लक्षितं स्वार्थमनुमानमिदानीं क्रमप्राप्तं परार्थमनुमानं लक्षयतियथोक्तसाधनाभिधानजः परार्थम् ॥१॥
§ २. 'यथोक्तम्' स्वनिश्चितसाध्याविनाभावैकलक्षणं यत् 'साधनम्' तस्याभिधानम् । अभिधीयते परस्मै प्रतिपाद्यते अनेनेति 'अभिधानम्' वचनम्, तस्माज्जातः सम्यगर्थनिर्णयः 'परार्थम्' अनुमानं परोपदेशापेक्षं साध्यविज्ञानमित्यर्थः ॥ १ ॥
§ ३. ननु वचनं परार्थमनुमानमित्याहुस्तत्कथमित्याह-
વચનમુપાત્ ર્॥
४. अचेतनं हि वचनं न साक्षात्प्रमितिफलहेतुरिति न निरुपचरितप्रमाणभावभाजनम्,
દ્વિતીય અધ્યાય
સ્વાર્થાનુમાનનું લક્ષણ દર્શાવ્યું હવે, ક્રમે આવેલા પરાર્થાનુમાનનું લક્ષણ કહે છે..... પૂર્વોક્ત સાધનનાં ક્શનથી ઉત્પન્ન થનારો સમ્યક્ અર્થ નિર્ણય પરાર્થાનુમાન છે. ॥૧॥
૨ યથોક્ત-પોતાનીસાથે સાધ્યનો અવિનાભાવ નિશ્ચિત છે, એવું અસાધારણ સ્વરૂપવાળુ જે સાધન, તેનું બીજાને પ્રતિપાદન કરવા દ્વારા શ્રોતાને ઉત્પન્ન થનારો સભ્યઅર્થ નિર્ણય તે પરાર્થાનુમાન છે, એટલે કે પરોપદેશની અપેક્ષાએ ઉત્પન્ન થનારૂં સાધ્યને લગતું જ્ઞાન પરાર્થાનુમાન છે. અભિધાન = જેના દ્વારા બીજાને પ્રતિપાદન કરાય તે એટલે કે વચન—કથન ॥૧॥
૩. શંકાકાર : સાધ્ય જ્ઞાનને તો પરાર્થાનુમાન કહેવામાં આવે તે બરાબર છે, પરંતુ જડ-વચનને અનુમાન કેવી રીતે કહેવાય ? તેનો જવાબ આપે છે......
[પ્ર. નનુ...થી શંકા કરી છે તે કેમ કરી ? કારણ કે ઉપરના સૂત્રમાં તો “વચનં પરાર્થાનુમાનં” આવુ કહ્યું નથી તો શંકા શેના આધારે કરી ?
ઉ. ઉપર સૂત્રમાં જે “અભિધાનજ” કહ્યું છે તેનો જ અર્થ વચનથી પેદા થયેલું, તેને લઇને અહીં શંકા કરી છે કે વચન જ્ઞાન રૂપ ન હોવાથી તેને પરાર્થાનુમાન યથાર્થ—અનુભવ રૂપે કેમ મનાય ?] ઉપચારથી વચનને (પરાર્થાનુમાન વ્હેવાય છે) સા
૪. વચન (પૌદ્ગલિક હોવાથી) અચેતન છે. માટે સાક્ષાત્ પ્રમિતિ-ફલનું કારણ નથી. મુખ્ય રીતે–
१ प्रथमं द्वितीयं च सूत्रद्वयं ता मू० प्रती भेदकचिह्नं विना सहैव लिखितं दृश्यते । २ यथा उक्तम् ।