________________
પ્રમાણમીમાંસા /૧/૨/૧૭
૧૮૫ तद वास्तवत्वे त'दाधारसाध्यसाधनयोरपि वास्तवत्वानुपपत्तेः तद्बुद्धेः पारम्पर्येणापि वस्तुव्यवस्थापकत्वायोगात् । ततो विकल्पेनान्येन वा व्यवस्थापितः पर्वतादिविषयभावं भजन्नेव धर्मितां प्रतिपद्यते । तथा च सति प्रमाणसिद्धस्य धर्मिता युक्तव ॥१६॥ ६६३. अपवादमाह
बुद्धिसिद्धोऽपि ॥१७॥ ६४. नैकान्तेन प्रमाणसिद्ध एव धर्मी किन्तु विकल्पबुद्धिप्रसिद्धोऽपि धर्मी भवति । 'अपि' शब्देन प्रमाण-बुद्धिभ्यामुभाभ्यामपि सिद्धो धर्मी भवतीति दर्शयति । तत्र बुद्धिसिद्ध धर्मिणि साध्यधर्मः सत्त्वमसत्त्वं च प्रमाणबलेन साध्यते यथा अस्ति सर्वज्ञः, नास्ति षष्ठं भूतमिति ।
જો ધર્મી અવાસ્તવિક હોય તો તેના આધારે રહેનાર સાધ્ય સાધન પણ વાસ્તવિક નહીં રહી શકે. નિર્વિકલ્પકજ્ઞાન વિષયને પ્રાપ્ત કરીને પ્રવર્તે છે, તેનો વિષય પરમ્પરાએ સવિકલ્પમાં આવે છે કા.કે. તે નિર્વિકલ્પમાંથી જન્મેલ છે. (ભલેને ! સવિકલ્પનો સ્વતંત્ર વિષય ન હોય) પણ આ વાત યોગ્ય નથી. કા.કે. મૂળ નિર્વિકલ્પનો વિષયજ અવાસ્તવિક હોય તો હાથમાં કશું જ ન આવે. તેથી વિકલ્પ બુદ્ધિ પરમ્પરાએ પણ વસ્તુની વ્યવસ્થા કરનારી બની ન શકે. સવિકલ્પજ્ઞાનથી ભિન્નપદાર્થ જ ન હોય તો કોને આશ્રયી “આ ધર્મી છે” “આ” તરીકે કોને પકડવાનું? માત્ર ખાલી હાથ બતાવીને આને પેન કહેવાય છે, આમ કહી શકાય ખરું ? જો માત્ર પેનની માનસવિકલ્પથી વ્યવસ્થા થતી હોય તો તમામે તમામ પદાર્થના વિકલ્પ કરી વ્યવહાર થવા લાગશે. એમ કરતા કોઈનું નિશ્ચિત સ્વરૂપ જ નક્કી ન થવાથી બધી જ વ્યવસ્થા પડી ભાંગશે. એટલે જ કહીએ છીએ કે તદવાસ્તવે તે ધર્મી અવાસ્તવિક હોય તો તે ધર્મીના આધારે રહેલા સાધ્ય-સાધન પણ વાસ્તવરૂપે ઘટી શકશે નહી, તેથી કરીને તેથી સવિકલ્પક જ્ઞાનથી કે અન્ય-નિર્વિકલ્પક જ્ઞાનથી વ્યવસ્થાપિત એવા પર્વતાદિ સવિકલ્પક જ્ઞાનનાં વિષયભાવને પામે છે એટલે પ્રામાણિક જ્ઞાનના તે વિષય બને છે. એમ વસ્તુ જે રૂપે જ્ઞાનમાં ભાસે છે તે રૂપે પ્રાપ્ત થાય છે, ત્યારે જ ધર્મી તરીકે સ્વીકારવામાં આવે છે. તેથી પ્રમાણ સિદ્ધ વસ્તુને જ ધર્મી કહેવો યોગ્ય છે. ૧દા ૬૩. ધર્મી વિષયક અપવાદ બતાવે છે.....
ધર્મી બુદ્ધિસિદ્ધ પણ હોય છે ll૧ણા ૬૪. ધર્મ એકાન્તતઃ પ્રમાણથી સિદ્ધ હોય એવું નથી, પરંતુ વિકલ્પ બુદ્ધિથી પ્રસિદ્ધ પણ ધર્મી હોય છે. સૂત્રમાં “અપિ” શબ્દ પ્રમાણ અને બુદ્ધિ ઉભયથી સિદ્ધ પણ ધર્મી હોય છે, તે દર્શાવવા માટે છે. આ ત્રણ પ્રકારનાં ધર્મીમાંથી બુદ્ધિસિદ્ધ ધર્મમાં માત્ર સાધ્યધર્મરૂપે સત્તા કે અસત્તા પ્રમાણબલથી સિદ્ધ કરાય છે. જેમ “અસ્તિ સર્વજ્ઞઃ અવિસંવાદિજ્યોતિજ્ઞનાન્યથાનુપપત્તે, “છો ભૂત નથી, ભૂત એ દશ્ય તો છે, છતાં પૃથ્વી વગેરે પાંચની જેમ છઠ્ઠાની તો ઉપલબ્ધિ થતી નથી.” એટલે આનાથી અન્ય કોઈ ધર્મ સિદ્ધ નથી કરાતા. તાત્પર્ય આ છે કે બુદ્ધિસિદ્ધ ધર્મી સત્તા કે અસત્તાને સિદ્ધ કરવા માની લેવામાં આવે છે. કારણ કે કોઈ પણ
१ धर्मिणः २ स धर्मी आधारो ययोः । ३ तबुद्धेविकल्पज्ञानस्य । ४ निर्विकल्पकं प्राप्तविषयम, तद्विकल्पोऽपि प्राप्तविषय इति । एवंलक्षणपारम्पर्येणापि । ५ निर्विकल्पेन । ६ विकल्पस्य विषयभावम् । ७ धर्मी भवति कि-डे० । ८ अविसंवादिज्योतिर्जानान्यथानुपपत्तेः । ९ उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेः ।