________________
પ્રમાણમીમાંસા /૧/૨/૨૦
૧૮૯
६६७. उभयसिद्धो धर्मी यथा अनित्यः शब्द इति । नहि प्रत्यक्षेणार्वाग्दर्शिभिरनियातदिग्देशकालावच्छिन्नाः सर्वे शब्दाः शक्या निश्चेतुमिति शब्दस्य प्रमाणबुद्ध्युभयसिद्धता तेनानित्यत्वादिधर्मः प्रसा ध्यत इति ॥१७॥
६६८. ननु दृष्टान्तोऽप्यनुमानाङ्गतया प्रतीतः । तत् कथं साध्यसाधने एवानुमानागतया प्रतीतः । तत् कथं साध्यसाधने एवानुमानाङ्गमुक्ते न दृष्टान्तः ? इत्याह
न' दृष्टान्तोऽनुमानागम् ॥१८॥ ૬૭. શબ્દ, અનિત્ય છે. અહીં શબ્દ ઉભયસિદ્ધ ધર્મી છે. અલ્પજ્ઞ માણસો અનિયત દિશા દેશ કાલનાં બધા શબ્દોનો પ્રત્યક્ષથી નિશ્ચય કરી શકતા નથી. માત્ર વર્તમાનકાલીન અને ઈદ્રિય સંબધ્ધ શબ્દો જ એમને પ્રત્યક્ષ થાય છે, એથી તેઓની અપેક્ષાએ અજ્ઞાત તેવાં શબ્દો બુદ્ધિસિદ્ધ થયા અને શેષ પ્રત્યક્ષથી સિદ્ધ થયા. અને વળી નિર્મળ અવધિજ્ઞાનીને તેમજ કેવલજ્ઞાની અને અનુમાન અને આગમ પ્રમાણથી બુદ્ધિશાલી શ્રુતસંપન્નને શબ્દ સિદ્ધ છે જ.
[(વિશેષાવશ્યક ભાષ્યમાં શબ્દને સંપૂર્ણ લોકમાં જણાવેલ છે. આ આગમ દ્વારા શબ્દ–પક્ષ પૂરેપૂરો જ્ઞાત બને છે. વાસિત ભાષાવર્ગણાથી શબ્દ સર્વત્ર ફેલાઈ શકે છે. એવું અનુમાનથી જાણી શકાય છે(તથાપિ આત્મગૃહીત ભાષા વર્ગણા, સર્વત્ર (૧૪ રાજ)માં ફેલાય છે, અન્ય વર્ગણાને વાસિત કરતી હોવાથી જેમ ટી.વી.ના દેશ્યને ઝીલનાર અને પુનઃરીલે કરનાર સ્ટેશન મળે તો તે દશ્ય દૂર સુધી જાય–ફેલાય છે. આ વર્ગણા અગૃહીત એવી ભાષા વર્ગણાને પણ વાસિત કરે છે, પુનઃ તે વાસિત વર્ગણામાં પણ એવો સ્વભાવ છે કે તે સમશ્રેણી દિશાની ભાષા વર્ગણાને વાસિત કરે છે. આવી અગૃહીત વર્ગણાતો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. જેમ કેનાલનીકનું પાણી ધક્કો મારતા રહીએ તો દૂર-દૂર જાય તેમ શબ્દ પણ વાસિત થવાથી માત્ર “ત્રણ” સમયમાં) સર્વત્ર ફેલાઈ શકે છે. ભાષા વર્ગણા સ્વરૂપ શબ્દ છે તે મૂળ તો પુદ્ગલદ્રવ્ય હોવાથી નિત્ય છે અને અમુક પરમાણુ જથ્થો એકઠો થાય ત્યારે ભાષાવર્ગણાના પરિણામને પામે છે, અને જીવગૃહીત થઈ તેનું વિસર્જન કરતા ધ્વનિરૂપે સંભળાય છે, પુદ્ગલનો પર્યાય હોવાથી અનિત્ય છે, આગમજ્ઞાની વગેરેને આ બધા શબ્દોનો ખ્યાલ છે, માટે એમને ભૂત ભાવી શબ્દોનો વિકલ્પ કરવાની જરૂરત નથી.] તેથી ઉભયસિદ્ધ ધર્મમાં અનિત્યસ્વાદિ ધર્મ સિદ્ધ કરાય છે. [૧
૬૮. શંકાકાર ઃ દષ્ટાન્ત પણ અનુમાનના અંગ તરીકે પ્રતીત થાય છે. તો પછી સાધ્ય અને સાધન જ અનુમાનના અંગ છે. એમ કેમ કહ્યું? દષ્ટાન્તને અનુમાનનું અંગ શા માટે ન જણાવ્યું. તેનો જવાબ આપતા કહે છે...
દિષ્ટાંત અનુમાનનું અંગ નથી. ll૧૮
१ प्रमातृभिः । २ -०रनियतदिग्दर्शिभिनियतदिग्देश -डे० । ३ किं सिद्धम् ? । ४ प्रसाध्य इति-ता० । ५ अष्टादशमेकोनविंशतितमं च सूत्रद्वयं ता-मू० प्रती भेदकचिह्न विना सहैव लिखितं दृश्यते । अत्रास्माकमपि द्वयोरेकत्वं सुचारु भाति-सम्पा० ।