________________
૧૭૮ /૧/૨/૧૨
પ્રમાણમીમાંસા
"आद्यन्तापेक्षिणी सत्ता कृतकत्वमनित्यता ।
pવ હેતુ સાથે જ મૈશા તત: ” કૃતિ --- ६५०. स्वभावादीनां चतुर्णा साधनानां विधिसाधनता, निषेधसाधनत्वं तु विरोधिनः । स हि स्वसन्निधानेनेतरस्य प्रतिषेधं साधयति अन्यथा विरोधासिद्धेः।
સમાધાનઃ નથી માનતા, કા.કે. તે તો બન્ને એક જ છે. કહ્યું પણ છે.
આદિ અને અંતની અપેક્ષા રાખનારી સત્તા કૃતકત્વ છે અને તેજ અનિત્યતા છે, એટલે તેજ હેતુ છે, અને તેજ સાધ્ય છે. જે કોઈ કાર્ય કરાય તેની આદિ હોય છે અને અંત પણ થાય છે, માટે તેનું અસ્તિત્વ સત્તા આદિ– અંતવાળુ છે. સત્તા મેળવવા માટે શરૂઆતની અપેક્ષા રાખવી પડે છે. અને એ સત્તાને અંતમાં ખોવાઈ જવાનું માથે લખાયેલું જ છે, તે પદાર્થ કૃતક છે.અને આદિ અને અંત હોય તેને જ તો અનિત્ય કહેવાય છે.] એથી જ તે બન્ને એકાર્યસમાયિ નથી. રૂપ-રસ બને એકમાં છે ખરા, પણ બન્નેનું સ્વરૂપ ભિન્ન છે. જ્યારે અનિત્યવિશેષ જ કૃતક છે. જેમ વૃક્ષત્વ-શિશપાત્ર બને એકમાં હોવા છતાં ત્યાં વૃક્ષવિશેષ શિંશપા છે. તે વૃક્ષથી અલગ નથી માટે ત્યાં વ્યાપ્ય-વ્યાપક દ્વારા અનુમાન થાય. એકર્થસમવાયથી નહીં.
૫૦ સ્વભાવ આદિ ચાર હેતુ વિધિ સાધક છે. પરંતુ વિરોધી હેતુ નિષેધનું સાધક છે. [દાખલો આપીને વિધિ અને નિષેધના સાધક હેતુ સમજાવશો.
સ્વભાવ હેતુ ૧- શબ્દ અનિત્ય છે, શ્રવણગ્રાહુય હોવાથી, અહીં શ્રાવણ એ શબ્દનો સ્વભાવ છે તેના દ્વારા અનિત્યનું વિધાન કરાયું છે.
કારણ હેતુ ૨– “અહીં લાકડા વિ. બળી ગયા હશે, આગ લાગેલી હોવાથી” અહીં આગ જે કાષ્ઠવિકારનું કારણ છે, એનાથી કાષ્ઠ વિકારનું વિધાન થયું.
કાર્ય હેતુ ૩“મદેવા ભાવસંયમવાળા હતા મોલમાં જવાથી,” મોક્ષ એ ભાવસંયમનું કાર્ય છે, આનાથી ભાવસંયમનું વિધાન થયું.
એકાર્ય સમવાય ૪– “આ કેરીનો રસ આવો છે, આવું વિશિષ્ટ રૂ૫હોવાથી,” એકાર્ય સમવાથિ રૂપ દ્વારા કેરીના વિશિષ્ટ રસનું વિધાન કરાયું.
વિરોધી પત્ર આ અભવ્ય નથી, ભવ્ય અભવ્યની શંકાવાળો હોવાથી, ભવ્યાભવ્યની શંકા એ અભવ્યનો વિરોધી છે, કારણ કે તેને આવી શંકા ક્યારેય થતી નથી. આ વિરોધી હેતુથી અભવ્યનો નિષેધ કરાયો.] એમ તે વિરોધી હેતુ ખરેખર પોતાના સંનિધાનથી ઈતરનો નિષેધ સિદ્ધ કરે છે, અન્યથા વિરોધ જ સિદ્ધ નહીં થાય. ભવ્યાભવ્યશંકા એ હેતુ ભવ્યનું વિધાન કરે છે, તેમ છતર અભવ્યનો નિષેધ કરે છે. જો તે ઈતરનો નિષેધ ન કરે તો પછી વિરોધ જ શું રહ્યો. સહાનવસ્થાન એટલે બેનું એક સાથે ન રહેવું તે વિરોધ, એટલે એક હોય તો અન્યનો નિષેધ થાય જ, હવે જો તે અન્યને પોતાની પાસે બેસવા દે તો વિરોધ કયાં રહ્યો?