________________
પ્રમાણમીમાંસા /૧/૨/૧૨
૧૭૯
$ ५१. 'च'शब्दो यत एते स्वभावकारणकार्यव्या पका अन्यथानुपपन्नाः स्वसाध्यमुपस्थापयन्ति तत एव तदभावे स्वयं न भवन्ति, तेषामनुपलब्धिरप्यभावसाधनीत्याह । तत्र स्वभावानुपलब्धिर्यथा नात्र घटः, द्रष्टुं योग्यस्यानुपलब्धेः । कारणानुपलब्धिर्यथा नात्र धूमोऽग्न्यभावात् । कार्यानुपलब्धिर्यथा नात्राप्रतिबद्धसामर्थ्यानि धूमकारणानि सन्ति धूमाभावात् । व्यापकानुपलब्धिर्यथा नात्र शिंशपा वृक्षाभावात्।
५२. विरोधि तु प्रतिषेध्यस्य तत्कार्यकारणव्यापकानां च विरुद्धं विरुद्धकार्यं च । यथा न शीतस्पर्शः, नाप्रतिबद्धसामर्थ्यानि शीतकारणानि, न रोमहर्षविशेषाः, न तुषारस्पर्शः, अग्नेधूमावति प्रयोगનાનાવમતિ ૨૨
૫૧. સૂત્રમાં ચ-શબ્દ વિશેષ અર્થનો દ્યોતક છે, તે જણાવે છે કે સ્વભાવ, કારણ, કાર્ય અને વ્યાપક, એકાર્થ સમવાય આ પાંચમાં અવિનાભાવ રહેલો છે. જેમકે (૧) અનિત્ય વિના શ્રાવણત્વ સંભવે જ નહીં, (૨) કાષ્ઠાદિમાં વિકાર ન થાય અને આગ હોય એવું બની જ ન શકે. કારણ કે અગ્નિ એક એવો પદાર્થ છે કે તે (કોઈના વિકારથી જ પેદા થાય છે) દાહ્ય એવી સ્વાશ્રિત વસ્તુનો અવશ્ય વિકાર કરે જ છે. (૩) ભાવ સંયમ વિના કોઈની પણ મુક્તિ સંભવિત નથી, (૪) અમુક રસ ન હોય તો અમુક જાતનો વર્ણ કેરીમાં આવી જ ન શકે. (૫) અભવ્ય હોય તો આવી શંકા જ ન હોય. આમ આ બધા અન્યથાનુપપન્ન હોઈ સ્વ સાધ્યનાં ગમક બને છે, અને સ્વસાધ્યને ઉપસ્થાપિત- પ્રતિષ્ઠિત કરે છે. તેજ કારણે=અન્યથાનુપપન હોવાથી જ સાધ્યના અભાવમાં તે હેતુઓ પોતે હયાતિ ધરાવતા નથી. એટલે જ તેમની (સ્વભાવાદિ હેતુઓની) અનપલબ્ધિ પણ સાધ્યના અભાવને સિદ્ધ કરનારી બને છે.
જેમકે (૧) સ્વભાવાનુપલબ્ધિ અહીં ઘટ નથી, દેખવા લાયક હોવા છતાં દેખાતો ન હોવાથી. ઘટના સ્વભાવ ચક્ષુગ્રાહ્યત્વ છે, તે સ્વભાવની અહીં અનુપલબ્ધિ થવાથી ઘટનો અભાવ સિદ્ધ થયો.
(૨) કારણાનુપલબ્ધિ દૂરથી ધુમાડાના ગોટા જેવું આકાશમાં દેખાયું ત્યારે તે ક્ષેત્રની નજીક જઈ નીચે જોતા અગ્નિનું નામ નિશાન ન હતું, ત્યારે તરત જ કહેશે કે અહીં ધૂમ નથી અગ્નિનો અભાવ હોવાથી અગ્નિ ધૂમનું કારણ છે, તેની અહીં અનુપલબ્ધિ છે.
(૩) કાર્યાનુપલબ્ધિઅપ્રતિબદ્ધ સામર્થ્યવાળા ધૂમના કારણ નથી, કારણ કે અહીં કાર્યભૂત ધૂમ નથી.
(૪) વ્યાપકાનુપલબ્ધિદૂરથી લીલા પાંદડા દેખાતા અહીં સાલનું ઝાડ હોવું જોઈએ, નજીક જઈને જોતા ત્યાં માત્ર લતાઓ પથરાયેલી હતી તો તરત કહેશે કે અહીં શિશપા નથી વૃક્ષ ન હોવાથી વ્યાપક એવાં વૃક્ષ માત્રની અનુપલબ્ધિ છે.
પર વિરોધી હેતુ અને વિરુદ્ધ હેતુનું કાર્ય પ્રતિષેધ્ય અને પ્રતિષેધ્યનાં કાર્ય, કારણ અને વ્યાપકનો વિરોધી હોય છે
१ एकार्थसमवायिनो व्यापका इति । २ अन्यथानुपपन्नत्वादेव । ३ धूमाभावाद्वा व्या०-ता० । ४ कार्य यथा-डे०।