________________
પ્રમાણમીમાંસા /૧/૨/૪
૧૪૧
नैतद्युक्तम्, स्मरणप्रत्यक्षाभ्यां प्रत्यभिज्ञाविषयस्यार्थस्य ग्रहीतुमशक्यत्वात् । 'पूर्वापराकारैकधुरीणं हि द्रव्यं प्रत्यभिज्ञानस्य विषयः । न च तत् स्मरणस्य गोचरस्तस्यानुभूतविषयत्वात् । यदाहु:
"पूर्व प्रमितमात्रे हि जायते स इति स्मृतिः ।
स एवायमितीयं तु प्रत्यभिज्ञा ऽतिरेकिणी ॥" [तत्त्वसं० का० ४५३] नापिप्रत्यक्षस्य गोचरः, तस्य वर्तमानविवर्त्तमात्रवृत्तित्वात् । न च दर्शनस्मरणाभ्यामन्यद् ज्ञानं नास्ति, दर्शनस्मरणोत्तरकालभाविनो ज्ञानान्तरस्यानुभूतेः । न चानुभूयमानस्यापलापो युक्तः अतिप्रसङ्गात् । ६१४. ननु प्रत्यक्षमेवेदं प्रत्यभिज्ञानम् इत्येके । नैवम्, तस्य सन्निहितवार्तमानिकार्थविषयत्वात्।
"सम्बद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना" [श्लोकवा० सूत्र ४ श्लो० ८४] इति मा स्म विस्मरः । ततो नातीतवर्तमानयोरेकत्वमध्यक्षज्ञानगोचरः । अथ स्मरण"सहकृतमिन्द्रियं
૧૩. શંકાકાર : “તતુ તે આ સ્મરણ છે. “ઇદમ્' આ પ્રત્યક્ષ છે. માટે આ તો બે જ્ઞાન થયા. આ બે શાનથી બીજું કોઈ જુદું પ્રત્યભિજ્ઞાન નામનું પ્રમાણ અહીં જોવા મળતું નથી.
સમાધાન – આ તમારું કથન અયોગ્ય છે. પ્રત્યભિજ્ઞાનનાં વિષયને જાણવા સ્મરણ અને પ્રત્યક્ષ સમર્થ નથી. પૂર્વાપર પર્યાયમાં (સ્વ) આકારથી એક જ સ્વરૂપે અવસ્થિત રહેનાર દ્રવ્ય તે પ્રત્યભિજ્ઞાનનો વિષય છે. તે પદાર્થ સ્મરણનો વિષય બની શકતો નથી, કારણ સ્મરણતો માત્ર પૂર્વ અનુભૂત પદાર્થને જ વિષય બનાવે છે જ્યારે અહીં તો પદાર્થ સામે દેખાય છે. એટલે બે ભિન્ન જ્ઞાન સ્મરણ અને પ્રત્યક્ષમાંથી કોઈની એવી શક્તિ નથી કે તે પૂર્વાપરનું સંકલન કરી શકે. માટે પ્રત્યભિજ્ઞા અતિરિક્ત પ્રમાણ માનવું જ રહ્યું.
કહ્યું છે કે પૂર્વે પ્રમાનો વિષય બનાવેલ-અનુભૂત પદાર્થમાં જ “તે છે” એ પ્રમાણે સ્મૃતિઉત્પન્ન થાય છે. “તેજ આ છે એમ એકત્વને જણાવનારી પ્રત્યભિજ્ઞા તેનાથી ભિન્ન છે. પૂર્વજ્ઞાન-સ્મરણથી આમાં જ્ઞાનની માત્રા અધિક છે. (તત્ત્વસં. કા. ૪૫૩)
આ પ્રત્યક્ષનો વિષય પણ નથી કારણ તે તો વર્તમાન પર્યાયને જ વિષય બનાવનાર છે. “સ્મરણ અને પ્રત્યક્ષ ભિન્ન બીજું કોઈ દુનિયામાં જ્ઞાન જ નથી” એવું નથી. કેમ કે દર્શન અને સ્મરણ પછી ઉત્પન્ન થનાર અન્ય નવા જ જ્ઞાનનો અનુભવ થાય છે. અનુભવમાં આવનારનો નકાર ભણવો તે યોગ્ય નથી. એવો અપલાપ કરતા કોઈ પણ ઠેકાણે અપલાપ કરવાનો પ્રસંગ આવશે. જેમકે જિનાલયમાં પ્રભુ પ્રતિમા જોવા છતાં અપલાપ કરવાનું, પેલો કહે મારું શરીર બહુ બળે છે મને તાવ આવ્યો લાગે છે. છતાં “જા! મારે તારી વાત નથી માનવી, એમ નિષેધ કરી દેશે અને આવું કરવાથી જગતનો વ્યવહાર ખોરવાઈ જશે.
૧૪. વૈશેષિકોwત્યભિજ્ઞાન તો પ્રત્યક્ષ જ્ઞાન જ છે.
જૈના આ કહેવું યોગ્ય નથી, કારણ પ્રત્યક્ષનો ઈદ્રિય સંબદ્ધ અને વર્તમાનકાલીન પદાર્થ જ વિષય હોય છે. શ્લોકવાર્તિક સૂત્ર ૪ શ્લો-૪)માં કહ્યું છે કે (પ્રત્યક્ષ) ચક્ષુ વગેરે ઈદ્રિયો સંબદ્ધ અને વર્તમાન પદાર્થને જ ગ્રહણ કરે છે “આ તમે ભૂલો મા” તેથી ભૂતકાળ અને વર્તમાનનાં એકીકરણ કે સંકલનને પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ના કહી શકાય. १ तदेवेदमित्यत्रकत्वं विषयः, गोसदृशो गवय इत्यत्र तु सादृश्यम् । २ यदाह-ता० । ३ पूर्वप्रवृत्तमा० मु-पा । ४ पूर्वप्रमितमात्रादधिका । ५०स्य तस्य विद-०डे० । ६ तस्येति प्रत्यक्षस्य । ७ विवर्तः परिणामः पर्यायः इति यावत् 1८०मन्यज्ञा०-डे० । ९ वैशेषिकादयः १० चक्षुरादीन्द्रियसम्बन्धि । ११ सहायम् ।