________________
પ્રમાણમીમાંસા /૧/૨/૬
૧૫૧ नापि-व्याप्ये सत्येवेत्यवधार्यते, प्रयत्नानन्तरीय कत्वादेरहेतुत्वापत्तेः, साधारणश्च हेतुः स्यान्नित्यत्वस्य प्रमेयेष्वेव भावात् । ત્યાં અન્ય પદાર્થ અર્થાત્ અવ્યાપક પદાર્થ પણ રહેલા છે. એટલે મૂર્તત્વ વગેરે અવ્યાપક ધર્મ ત્યાં છે જ, એટલે ધૂમ વ્યાપ્તિનો આશ્રય ન બનવાથી સહેતુ રૂપે પકડાશે નહી અર્થાત્ હેત્વભાવ થયો.
વ્યાપ્ય હોય ત્યારે જ વ્યાપક હોય એવી ધારણા ન બાંધી શકાય. આવી અવધારણા બાંધવાથી પ્રયત્નાનન્તરીયકત્વ વગેરે અહેતુ બની જશે. કા. કે. પ્રાગભાવ અનિત્ય છે, એટલે ત્યાં વ્યાપક તો રહી ગયો પણ પ્રયત્નાનન્તરીયકત્વ ન રહ્યું. એટલે “વ્યાપ્ય હોય ત્યારે જ વ્યાપક રહે તેને વ્યાપ્તિ કહેવાય” એમ કહેતાં અહીં તો પ્રાગભાવમાં પ્રયત્ન રૂપ વ્યાપ્ય નથી રહ્યું છતાં વ્યાપક અનિત્યત્વ રહી ગયુ એટલે પ્રયત્નાનન્તરીયકત્વમાં વ્યાપ્તિ ન ઘટવાથી તેને સહેતુ માની નહિ શકાય.
વળી વાસ્તવમાં પ્રમેયહેતુ સાધ્યનિત્ય અને સાધ્યાભાવ અનિત્યમાં પણ રહે છે, (ઘટાદિ અનિત્ય છે તેઓ પણ પ્રમેય તો છે જ પણ માટે તે સાધારણ અનૈકાન્તિક હેત્વાભાસ રૂપે છે. કા. કે તમારા અર્થ પ્રમાણે સાધારણ અનૈકાન્તિક હેત્વાભાસરૂપ એવો પ્રમેય હેતુ સહેતુ બની જશે. કારણ કે વ્યાપ્ય એવું પ્રમેય હોય ત્યાં જ વ્યાપક નિત્યત્વ રહી શકે છે. કારણ નિત્ય પદાર્થ પણ પ્રમેય તો છે જ. એટલે પ્રમેય હેતુમાં આવી વ્યક્તિ ઘટી શકવાથી તે સહેતુ બની જશે.
["તતશ વ્યાપ્યામાવાપેક્ષા વ્યાર્થિવ વ્યાપ્યતા પ્રતીતિઃ” નો અર્થ અને બીજો પક્ષ વ્યાપ્યથર્મતથા વ્યા: આ બન્નેમાં તફાવત શું? સાથ્થામાવવવવૃતિત્વમ્ આવી વ્યક્તિ એ હેતુનો ધર્મ છે અને તમનETબાવાડતિયોજિત્વમ્ આવી વ્યાપ્તિ એ સાધ્યનો ધર્મ છે = વ્યાપકનો ધર્મ છે.
જેમાં વ્યાપ્ય ( હેતુ) હોય ત્યાં વ્યાપકનો ભાવ અસ્તિત્વ જ હોય છે. અર્થાત્ એનો અભાવ ન જ હોય અર્થાતું ત્યાં જે કોઈ અભાવ હોય એના પ્રતિયોગી તરીકે ઘટ પટ વગેરે મળી શકે, પણ વહ્નિ (સાધ્ય-વ્યાપક)તો ન જ મળી શકે. એટલે કે વહ્નિમાંતો અપ્રતિયોગિત્વ જ હોય. વદ્વિમાં રહેલું આ ધૂમવનિષ્ઠાભાવાપ્રતિયોગિત્વ એજ એમાં રહેલી વ્યાપ્તિ (વ્યાપકત્વ) છે. વ્યાપ્યનો ધર્મ જે વ્યાપ્તિ (વ્યાપ્યતા) છે તે વ્યાપ્યમાં જ હોય છે १ कृतकत्वादेः अत्र हि व्याप्यस्य सत्त्वमेव नास्ति विद्युदादिना व्यभिचारात् । विद्युदादौ व्यापकत्वम् (कम) नित्यत्वं प्रयत्नानन्तरीयकत्वादिविनाप्यस्ति इति । २ साधारणहेत्वाभासोऽसम्यग् हेतुः स्यादिति । નામ વ્યાપ્યતા પ્રતીતિ. સાધ્યની સાથે જ હેતુનું રહેવું તેના વિના ન રહેવું આવું વ્યાપ્યપણું છે. વ્યાતિગ્રહ કરતી વખતે તો પ્રમાતા દ્વારા એજ ધ્યાન રખાય છે કે “ધૂમ વદ્ધિ વિના ના રહી શકે,” આમ ધૂમનો હેતુનો જ વ્યાપ્યભાવ પકડાય છે, એમ વ્યાપ્યભાવવ્યાપ્યતાની પ્રતીતિ હેતુમાં થતી હોવાથી વ્યાપ્યતાતો હેતુનો જ ધર્મ બને છે. ટી-૧ વિજળી વિ.ની સાથે કૃતકતનો વ્યભિચાર છે, પરંતુ ત્યાં વ્યાપક=અનિત્યત્વ રહે છે એટલે કે કૃતકત્વ પ્રયત્નાનન્તરીયકત્વ વગેરે વ્યાપ્ય હેતુ વિજળી વગેરેમાં નથી રહેતા છતાં ત્યાં વ્યાપક-અનિયત્વ તો રહે જ છે. એમ વ્યાપ્ય હોય ત્યારે જ વ્યાપકનું રહેવું તે વ્યામિ આવો અર્થ કરીએ તો આ કતકત્વ વિગેરે અસહેતુ બની જશે, અને વાસ્તવમાં તો કતકત્વ વગેરે અનિત્ય=વ્યાપકના ગમક છે જ. પ્રયત્નાનન્તરીયકત્વ હોય ત્યારે જ અનિયત્વનું રહેવું” આવી વ્યાપ્તિ બની શકતી નથી કા.કે. પ્રયત્નાનન્તરીયકત્વ નથી ત્યાંવિજળીમાં અનિત્ય હોવાથી તે સહેતુ બની શકશે નહીં, કેમકે વ્યાપ્તિનો આશ્રય હોય તેજ સહેતુ કહેવાય. એટલે પ્રયત્નાનન્તરીકત્વ હકીકતમાં અનિત્યન્વનો હેતુ છે જે માટે વ્યાતિ ઘટવી જરૂરી છે. એટલે કહ્યું કે આવો વ્યાપ્તિનો અર્થ ન કરવો. પણ પ્રયત્નાનત્તરીયકત્વ જ્યાં હોય ત્યાં અનિયત્વ અવશ્ય હોય” આવો અર્થકરવાથી વાંધો નહી આવે, કારણ કે જે જે પ્રયત્ન જન્ય ઘટાદિ છે તે બધા અનિત્ય છે”