________________
૧૭૨ /૧/૨/૧૨
પ્રમાણમીમાંસા
8 ४३. न च वयमपि यस्य कस्यचित् कारणस्य हेतुत्वं ब्रूमः । अपि तु यस्य न मन्त्रादिना शक्तिप्रतिबन्धो न वा कारणान्तरवैकल्यम् । तत्कुतो विज्ञायत इति चेत्, अस्ति तावद्विगुणादितरस्य विशेषः । तत्परिज्ञानं तु प्रायः पांशु' रपादानामप्यस्ति । यदाहुः
“गम्भीरगर्जितारम्भनिर्भिन्नगिरिगह्वराः ।
त्वङ्गत्तडिल्लतासङ्गपिशङ्गोत्तुङ्गविग्रहः ॥" [ न्यायम० पृ० १२९ ] “रोलम्बगवलव्यालतमालमलिनत्विषः ।
वृष्टिं व्यभिचरन्तीह नैवंप्रायाः पयोमुचः ॥" [ न्यायम० पृ० १२६ ] इति । હું ૪૪. ‘વાર્થમ્' યથા વૃષ્ટી વિશિષ્ટનવીપૂ:, શાનો ધૂમઃ, ચૈતન્યે પ્રાળાવિઃ । स्य वैशिष्ट्य कथं विज्ञायत इति चेत्, उक्तमत्र नैयायिकैः । यदाहु' :“आवर्तवर्तनाशालिविशालकलुषोदकः ।
રૂપજનકત્વ, હવે પહેલા રસથી (રસ) હેતુધર્મનું અનુમાન કરે છે જે રૂપનું કારણ છે અને પછી તે કારણથી વર્તમાન રૂપ-કાર્યનું અનુમાન (જ્ઞાન-ગતિ) થાય છે. એટલે સીધે સીધુ રસથી રૂપનું અનુમાન નથી થતું, જે ધૂમનો હેતુ અગ્નિ છે, તેનો ધર્મ છે ઈંધનવિકારજનકરૂં તે ધર્મનું અનુમાન કરવા દ્વારા ઈંધનવિકારનો બોધ થાય છે, તેને જ આપણે કહીએ કે ધૂમથી ઈધનવિકારની ગતિ = જ્ઞાન થયું. જેમ આપણે પહેલાં ધૂમથી અગ્નિનું અનુમાન કર્યું,તે અગ્નિજ્ઞાનથી પછી આપણને તેના ધર્મનો ખ્યાલ આવે છે કે આગ લાગે તો ધૂમાડો નીકળે ઇંધનમાં વિકાર પેદા થાય છે. માટે અહીં લાકડા વગેરે બળીને કાલાં પડેલા હોવા જોઇએ, એવું અનુમાન કરી જ શકાય. કારણ કે ધૂમ અને ઈંધન વિકાર બન્ને આગને જ આધીન છે, આ ઇંધન વિકારનું અનુમાન તો અગ્નિ નામના કારણથી કર્યુંને.
૪૩. જૈના : અમે પણ ગમે તે કારણને હેતુ નથી કહેતા, પરંતુ જેની શક્તિનો મન્ત્ર ઔષધ વગેરેથી પ્રતિબંધ ન થયો હોય અને બીજા સહકારી કારણોની ઉણપ ન હોય તેવા કારણને જ હેતુ કહીએ છીએ. શંકાકાર : પણ આ ખબર શી રીતે પડે કે કારણનું સામર્થ્ય કોઇથી પ્રતિબંધિત નથી અને સંપૂર્ણ સહકારી કારણથી યુક્ત છે ?
સમાધાન : અરે ભાઇ ! વિગુણ કારણ કરતા સગુણ કારણમાં ફેર હોય છે, તેનું જ્ઞાન તો ધૂળ રમતા છોકરાને અજ્ઞાનહાલિકને—ગમાર ખેડૂતને પણ હોય છે.
કહ્યું પણ છે કે→ગંભીર ગર્જનાથી પર્વતની ઉંડી ગુફાઓને ભેદી નાંખતા, ચકમક થતી વિજળી સાથમાં હોવાથી પીળુ પડી ગયેલ શરીરવાળા અને ઉંચા રહેલાં, ભ્રમર, જંગલી પાડો અને સાપ અને તમાલવૃક્ષ જેવા કાળા વર્ણવાળા વાંદળાં ઘણું કરીને વરસાદના વ્યભિચારી નથી હોતા.
૪૪ કાર્ય હેતુ જેમ કે → વરસાદનું અનુમાન કરવામાં નદીનું ખાસ પ્રકારનું પૂર, અગ્નિનું અનુમાન કરવા ધૂમ, ચૈતન્યના અસ્તિત્વનું અનુમાન કરવામાં પ્રાણાદિ હેતુકાર્ય હેતુ છે.
શંકાકાર : પૂરની વિશિષ્ટતા કેવી રીતે જણાય ?
१ सहकारिकारणम् । २ साकल्यमप्रतिबद्धस्वभावश्च । ३ हलधरादीनामपि । ४ प्राणादि पू० ता० । ५ कथं ज्ञाय० डे० । ६ यदाह
-૧૦ |