________________
૧૬૮ /૧/૨/૧૨
પ્રમાણમીમાંસા
इदमेव तर्हि हेतुलक्षणमस्तु । अपक्षधर्मस्यापि साधनत्वापत्तिरिति चेत्, अस्तु यद्यविनाभावोऽस्ति, श'कटोदये कृत्तिकोदयस्य, सर्वज्ञसद्भावे संवादिन उपदेशस्य गमकत्वदर्शनात् । काकस्य कार्य न प्रासादे धावल्यं विनानुपपद्यमानमित्यनेकान्तादगमकम् । तथा, घटे चाक्षुषत्वं शब्देऽनित्यतां विनाप्युपपद्यमानमिति तन्न श्रावणत्वादिरसाधारणोऽप्यनित्यतां व्यभिचरति । ननु कृतकत्वाच्छब्दस्यानित्यत्वे साध्ये पर्यायवद् द्रव्येऽप्यनित्यता प्राप्नोति । नैवम्, पर्यायाणामेवानित्यतायाः साध्यत्वात्, अनुक्तमपीच्छाविषयीकृतं साध्यं भवतीति किं स्म प्रस्मरति भवान् ?।।
જૈનાઃ તો પછી અવિનાભાવને જ હેતુનું લક્ષણ માનો ને ! (ભલે હેતુ સપક્ષમાં રહે કે ના રહે)
શંકાકાર : અવિનાભાવને જ હેતુનું લક્ષણ માનશો અને સપક્ષ સત્ત્વનું પૂંછડુ છોડી દેશો તો પક્ષધર્મતા વિના પણ હેતુ ગમક થવા લાગશે.
સમાધાન : અવિનાભાવ હોય તો ભલેને હેતુગમક થાય. પક્ષધર્મતા વગર પણ શકટોદય સાધ્યમાં કત્તિકોદય ગમક-હેતુ બને જ છે ને ? યદ્દેશાવચ્છેદન અને યત્કાલાવચ્છેદન શકટનો ઉદય છે, તદેશાવચ્છેદન અને તત્કાલાવચ્છેદન કૃત્તિકોદય નથી રહેલો, માટે પક્ષધર્મતા નથી. સર્વજ્ઞનાં સદ્ભાવને સાધવામાં સંવાદી ઉપદેશને ગમક તરીકે જોવામાં આવે છે, જેમકે “કોઈક પુરૂષ, સર્વજ્ઞ છે, જ્યોતિષ જ્ઞાનમાં સંવાદ જોવા મળતો હોવાથી”, અહીં પુરૂષ' પક્ષ છે. “સર્વજ્ઞ છે” સાથે જ્યારે સંવાદ તો જ્યોતિષ શાનમાં રહેલ છે. એટલે હેતુ પક્ષમાં રહેલ નથી, પરંતુ કોઈ પણ પુરૂષમાં સર્વશતા ન હોય તો જ્યોતિષ શાનમાં સંવાદ સંભવી ન શકે” એમ અન્યથાનુપપતિથી હેતુ ગમક બની શકે છે.
કાગડાની કાળાશ મહેલમાં ધોળાશ આવ્યા વિના ન ઘટી શકે એવું નથી, એમ અવિનાભાવ ન હોવાથી ત્યાં હેતુ ગમક ન બને. તેમ ઘટમાં ચાક્ષુષત્વ શબ્દમાં અનિત્યતા વિના પણ ઘટી શકે છે. માટે “શબ્દ અનિત્ય ઘટે ચાક્ષુષત્વા “અહીં ચાક્ષુષત્વ હેતુ શબ્દ પક્ષમાં નથી એટલા માત્રથી અગમક નથી, પરંતુ અવિનાભાવનો અભાવ હોવાથી અગમક છે. તેથી પ્રસ્તુતમાં શ્રાવણત્વ હેતુ અસાધારણ હોવા છતાં અનિત્યતાનો વ્યભિચારી નથી. અવિનાભાવ મળતો હોવાથી માટે તે ગમક બને છે.
શંકાકાર કૃતક હોવાથી શબ્દને અનિત્ય ગણશો તો પર્યાયની જેમ દ્રવ્ય પણ અનિત્ય બની જશેને શબ્દએ પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે અને તે શબ્દ પર્યાયકૃતક હોવાથી તેનાથી અભિન દ્રવ્ય પણ અનિત્ય સિદ્ધ થઈ જશે ને.
સમાધાન” નહીં, પર્યાયોની જ અનિત્યતા સાધ્ય છે. શબ્દથી ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો પણ જે ઈષ્ટ હોય તે જ સાધ્ય બને છે. એ વાત શું તમને યાદ નથી? “ઘટો ન ઘટ” અહીં માટીનો ઘટ પર્યાય નાશ પામ્યો એજ અભિમત છે, એટલે માટીનો નાશ થવાની આપત્તિ આવતી નથી, એ તો તમને પણ ખ્યાલ જ છેને.
१ गम्याय) शकटोदयाभावे कृत्तिकोदयात् । २ कश्चित् पुरुषः सर्वभावसाक्षात्काऽस्ति अविसंवादिज्योतिानान्यथानुपपत्तेः । ३ शब्दोऽनित्यः चाक्षुषत्वादित्यस्मिन्ननुमाने शब्दानित्यतां विनाऽपि घटादौ चाक्षुषत्वमुपपद्यते इत्यन्यत्रोपपद्यमानं शब्दस्यानित्यतां न साधयति । ४ स्मं विस्म०-डे० ।