________________
૧૬૬ /૧/૨/૧૧
પ્રમાણમીમાંસા
स्वभावः कारणं कार्यमेकार्थसमवायि विरोधि
વેતિ પથ સાથનમ્ ૨૨. ६ ४०. स्वभावादीनि चत्वारि विधेः साधनानि, विरोधि तु निषेधस्येति पञ्चविधम् 'साधनम्' । 'स्वभावः' यथा शब्दानित्यत्वे साध्ये कृतकत्वं श्रावणत्वं वा।
६ ४१. ननु श्रावणत्वस्यासाधारणत्वात् कथं व्याप्तिसिद्धिः ? । विपर्यये बाधकप्रमाणबलात् सत्त्वस्येवेति बूमः । न चैवं सत्त्वमेव हेतुः तद्विशेषस्योत्पत्तिमत्त्वकृतकत्वप्रयत्नानन्तरीयकत्वप्रत्ययभेदभेदित्वादेरहेतुत्वापत्तेः। किञ्च, किमिदमसाधारणत्वं नाम ? । यदि पक्ष एव वर्तमानत्वम्, तत् सर्वस्मिन् क्षणिके साध्ये सत्त्वस्यापि समानम् । साध्यधर्मवतः पक्षस्यापि सपक्षता चेत्, इह कः प्रद्वेषः ? ।
સ્વભાવ, કારણ, કાર્ય, એાર્થ-સમવાયી અને વિરોધી
- આ પાંચ પ્રકારના સાધન છે. નિશા ૪૦. સ્વભાવ આદિ ચાર સાધન વિધિના સાધક છે અને વિરોધી સાધન નિષેધનું સાધન છે, એમ પાંચ પ્રકારના સાધન છે. એમનું સ્વરૂપ આવે છે....
સ્વભાવ હેતુ શબ્દને અનિત્ય સિદ્ધ કરવા કૃતકત્વ કે શ્રાવણત્વ હેતુ આપવો તે સ્વભાવ હેતુ છે. કૃતિક, શ્રાવણ એવો શબ્દપદાર્થનો સ્વભાવ છે.
૪૧. શંકાકાર : અનિત્ય ઘટાદિ સપક્ષમાં શ્રાવણત્વ ન રહેવાથી આ શ્રાવણત્વ હેતુ અસાધારણ અર્નકાન્તિક દોષથી દૂષિત હોવાથી તે હેતુરૂપે કેવી રીતે બની શકે? એટલે કે તેની સાધ્ય સાથે વ્યાપ્તિ કેવી રીતે સિદ્ધ થશે?
સમાધાન : અનિત્યત્વથી વિપરીત નિત્યત્વમાં બાધક પ્રમાણ મળવાથી વ્યક્તિ સિદ્ધ થાય છે. આશય એ છે કે શબ્દ ઉચ્ચારણની પહેલા શ્રાવ્ય ન હતો. ઉચ્ચારણ કરતાં જ શ્રાવ્ય બન્યો, નિત્ય પદાર્થમાં આવો ફેરફાર સંભવી ન શકે. આ બાધક પ્રમાણના બળથી શ્રાવણત્વ હેતુની અનિત્ય સાધ્ય સાથે વ્યાપ્તિ સિદ્ધ થાય છે.
બૌદ્ધોએ માનેલ “સર્વ ક્ષણિક, સત્તાતુ” અનુમાનમાં જે સત્ત્વ હેતુ છે. તે સપક્ષમાં કયાં રહે છે?
(કારણ બધુ પક્ષ રૂપે હોવાથી સપક્ષનો અભાવ છે, છતાં સત્ત્વની ક્ષણિકતની સાથે વ્યામિ સ્વીકારે છે. • તેની જેમ શ્રાવણત્વ પણ હેતુ બની શકે છે. સત્ત્વ હેતુએ જ આવો ઠેકો નથી લીધો કે પોતે અસાધારણ દોષથી દૂષિત હોવા છતાં ગમક બની શકે.)
શેષ અસાધારણ હેતુ ગમક ન બને, એવુ નથી. નહિતર સત્ત્વ વિશેષ રૂપ જે ઉત્પત્તિમત્વ, કૃતકત્વ પ્રયત્નાનન્તરીયકત્વ, પ્રત્યયભેદભેદિત્વ, ઈત્યાદિ હેતુ છે, તે બધા અહેતુ બની જવાની આપત્તિ આવશે.
१ अनित्यत्वविपरीते नित्यत्वे अभाव्यरूपः पूर्व शब्दः पश्चात् कथं उच्चारणात् श्राव्यो जात इति बाधकप्रमाणं तस्मानित्यत्वेऽयटमानक श्रावण त्वमनित्यत्वं व्यवस्थापयति । २ सत्त्वमर्थक्रियाकारित्वम् । तच्चानित्यपक्ष एव घटत इति श्रावणत्वमपि सत्त्वमायातम् । ३૦ (રોપ-તા...