________________
પ્રમાણમીમાંસા /૧/૨/૯
૧૫૫
तस्मात्परोक्षार्थनान्तरीयकतया निश्चयनमेव लिङ्गस्य व्यापार इति 'निश्चित' ग्रहणम् ।
६३२. ननु चासिद्धविरुद्धानैकान्तिकहेत्वाभासनिराकरणार्थं हेतोः पक्षधर्मत्वम्, सपक्षे सत्त्वम्, विपक्षाद् व्यावृत्तिरिति त्रैलक्षण्यमाचक्षते भिक्षवः । तथाहि-अनुमेये धर्मिणि लिङ्गस्य सत्त्वमेव निश्चितमित्येकं ख्यम् । अत्र सत्त्ववचनेनासिद्धं चाक्षुषत्वादि निरस्तम् । एवकारेण पक्षकदेशासिद्धो निरस्तो यथा अनित्यानि पृथिव्यादीनि भूतानि गन्धवत्त्वात् । अत्र पक्षीकृतेषु पृथिव्यादिषु चतुर्षु भूतेषु पृथिव्यामेव गन्धवत्त्वम् । सत्त्ववचनस्य पश्चात्कृतेनैवकारेणासाधारणो धर्मों निरस्तः । यदि हनुमेय एव सत्त्वमित्युच्येत श्रावण त्वमेव हेतु': स्यात् । શકે. અનુમાનમાં લિંગ માત્ર યોગ્યતાના કારણે પરોક્ષ અર્થને જણાવવા સમર્થ બનતું નથી. જેમ બીજમાં એવી યોગ્યતા છે કે સહકારી કારણ મળતાં એ અંકુરને ઉત્પન્ન કરી જ દે. ભલે આપણને બીજ દેખાય કે ન દેખાય. પણ અહીં જોવામાં નહિ આવેલા એવા ધૂમથી અગ્નિની પ્રતીતિ થઈ શકતી નથી, એટલે ધૂમ–અગ્નિમાં કાર્ય કારણ ભાવ રહેલો હોવાથી ધૂમમાં અગ્નિને જણાવવાની યોગ્યતા રહેલી જ છે એ વાત સાચી, પણ તેવા ધૂમ માત્રની હાજરીથી ન ચાલે, પરંતુ તે ધૂમનું પહેલા પ્રમાતાને જ્ઞાન થવું જરૂરી છે. વળી સાધનનું (સ્વવિષયનું) આ ધૂમ” આટલું જ્ઞાન માત્ર પણ સાધ્યને જણાવી શકતું નથી.
જેમ દીવાની જ્યોત પ્રગટ થતાં તરત જ સામે રહેલ ઘટાદિ પદાર્થ જણાઈ આવે છે, તેના માટે કોઈ વિશેષ વિચાર વિમર્શ કરવો પડતો નથી. જ્યારે અહીં તો અવિનાભાવનો નિશ્ચય ન હોય તો “ધૂમ છે” એવું જ્ઞાનમાત્ર કાંઈ અગ્નિને જણાવી શકતું નથી. પણ આગળ-પાછળનો વિચાર કરી અવિનાભાવ જાણવો જરૂરી છે.
તેથી સાધનનો પરોક્ષ પદાર્થ-સાધ્ય સાથે અવિનાભાવનો નિશ્ચય પણ જરૂરી છે. લિંગનું લિંગી સાથે અવિનાભાવ તરીકે જ્ઞાન થયું તે જ લિંગનો વ્યાપાર અનુમાનમાં ઉપયોગી છે. આવાં નિશ્ચયની અહીં જરૂર છે. એવું જણાવવા સૂત્રમાં નિશ્ચિત પદ મૂક્યું છે.
પ્ર. પક્ષધર્મત્વમ્ વિગેરે ત્રણને હેતુનું સત્ય દૃષ્ટાંત આપી સ્પષ્ટ કરો.
ઉ. “પર્વતો વહ્મિમાનું ધૂમાતુ” અહીં ધૂમ હેતુ-પક્ષ પર્વતમાં રહે છે, માટે ધૂમમાં પક્ષસત્ત્વ ધર્મ આવ્યો, અને સપક્ષ-વહિના સુનિશ્ચિત સ્થાન રસોડા વગેરેમાં ધૂમ રહે છે, માટે સપક્ષસત્ત્વ ધર્મ આવ્યો, તેમજ વિપક્ષવદ્વિ સાધ્યના અભાવવાળો જલહૂદ વગેરેમાં ધૂમ નથી રહેતો માટે વિપક્ષથી વ્યાવૃત્તિ થઈ, આમ ધૂમ આ ત્રણલક્ષણથી યુક્ત હોવાથી વદ્વિનું અનુમાન કરાવી શકે છે.
૩૨. શંકાકાર : અસિદ્ધ, વિરૂદ્ધ, અનૈકાન્તિક હેત્વાભાસનાં નિરાકરણ માટે બૌદ્ધોએ પક્ષધર્મતા સપક્ષમાં વિપક્ષથી વ્યાવૃત્તિ, આ ત્રણ લક્ષણ લિંગનાં દર્શાવ્યાં છે.
તે આ પ્રમાણે (૧) પક્ષધર્મત પક્ષ-અનુમેયધર્મી સાધ્ય-ધર્મવાળો પર્વતાદિ.. તેમાં હેતુનો સદ્ભાવ નિશ્ચિત હોવો આ એક રૂપ છે. અહીં પહેલા લક્ષણમાં સત્ત્વનો પ્રયોગ કરી અસિદ્ધ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ १ एतेन धूमो धूमवत्त्वेन निश्चिताविनाभावस्य गमको नान्यथा इत्यावेदितम् । २ यथाऽनित्यः शब्दः चाक्षुषत्वात् घटवदित्यत्र शब्दे चाक्षुषत्वमसिद्धम् । ३ सत्त्वपदाऽपि निरस्यते । ४-० श्रावणमेब-डे० । ५ -यथाऽनित्यः शब्दः श्रावणत्वादित्यनित्यत्वे साध्ये श्रावणत्वमेव हेतुर्घटे व्यभिचरतीति ।