________________
૧૫૬ /૧/૨/૯
પ્રમાણમીમાંસા निश्चितग्रहणेन सन्दिग्धा सिद्धः सर्वो निरस्तः । सपक्षे एव सत्त्वं निश्चितमिति द्वितीयं रूपम् । इहापि सत्त्वग्रहणेन विरुद्धो निरस्तः । स हि नास्ति सपक्षे । एवकारेण साधारणानैकान्तिकः, स हि न सपक्षे एव वर्तते किं तु विपक्षेऽपि । એવાં ચાક્ષુષત્વ વગેરે હેતુનો હેતુભા ખંડિત થઇ જાય છે. “શબ્દો નિત્ય ચાક્ષુષત્વા,” આ હેતુ શબ્દ-પક્ષમાં રહેતો ન હોવાથી પ્રથમ લક્ષણ ન ઘટવાથી હેતુ ન બને. એવકાર દ્વારા પક્ષનાં એકદેશમાં અસિદ્ધ એવાં ગંધવત્વ વગેરે હેતુઓનો નિરાસ થઈ જાય છે. જેમકે પૃથ્વી વગેરે ચાર ભૂત પક્ષ રૂપે છે, પરંતુ ગંધત્વ તો માત્ર પૃથ્વીમાં જ રહે છે. એટલે પક્ષના એકદેશમાં આ હેતુ અસિદ્ધ છે. એવકાર ન મૂકીએ તો પૃથ્વીનામનાં પક્ષમાં ગંધવત્ત્વ હેતુ રહી જવાથી પ્રથમ લક્ષણ ઘટી જતાં સહેતુ બની જાત. પૂરા પક્ષમાં હેતુ હોવો જ જોઈએ તો જ તે સહેતુ બની શકે. અન્યથા નહીં. એવકાર મૂકવાથી આ ફાયદો થયો.
“સત્વ” પદની પછી એવકારનો પ્રયોગ કરવાથી અસાધારણ હેતુ બનતો અટકી જાય છે, નહિ તો માત્ર શ્રાવણત્વ જ હેતુ બનત. તે આ પ્રમાણે શબ્દોડનિત્યઃ શ્રાવણતા,” આ શ્રાવણ હેતુ માત્ર પક્ષમાં જ રહે છે. એટલે “પક્ષે એવ સર્વ” “પક્ષમાં જ રહે તે હેતુ” આવો અર્થ નીકળત તેથી માત્ર જે હેતુ પક્ષમાં જ રહે, અન્યત્ર ન રહે તે જ સહેતુ બનત એવો હેતુ શ્રાવણત્વ જ આવત, [હકીકતમાં કોઈપણ સપક્ષ અને વિપક્ષમાં ન રહેવાથી આ શ્રાવણત્વ અસાધારણ હેત્વાભાસ છે.] ધૂમ વગેરે તો સક્ષપમાં પણ મળે છે તેથી તે અસહેતુ બની જશે. પણ હવે સત્ત્વની પાછળ એવકાર મૂકવાથી આવો અર્થ નીકળશેકે “પક્ષમાં હેતુ હોવો જ જોઈએ.” નહીં કે માત્ર પક્ષમાં જ હેતુ હોવો જોઈએ. એટલે ધૂમહેતુ પક્ષમાં છે ખરો, અને આ અર્થના કથનથી પક્ષભિન્નમાં પણ રહેવાની છૂટ મળે છે તેથી ધૂમ પર્વત સિવાય અન્યત્ર સપક્ષમાં રહે તેમાં વાંધો નથી.
નિશ્ચિત પદ મૂકવાથી સમસ્ત સંદિગ્ધાસિદ્ધ હેતુઓનું નિરાકરણ થઈ જાય છે, જેમકે સામે પર્વતમાં દેખાય તે ધૂમ છે કે બાધ્ય છે આવો સંદેહ હોય તો પક્ષમાં ધૂમનો નિશ્ચય નથી થયેલો, માટે સંદિગ્ધ ધૂમહેતુથી વદ્વિની સિદ્ધિ ન કરી શકાય, આવા સંદિગ્ધાસિદ્ધ હેતુઓને સહેતુમાંથી બાકાત કરાયા.
બીજુ લક્ષણ સપક્ષ સત્ત્વ “સપક્ષમાં જ સત્ત્વનું નિશ્ચિત હોવું” અહીં પણ સત્ત્વનું ગ્રહણ કરવાથી વિરૂદ્ધ હેતુનો નિરાસ થઈ જાય છે. કારણ વિરૂદ્ધ હેતુ સપક્ષમાં રહેતો જ નથી એવકારનો પ્રયોગ કેરલો હોવાથી સાધારણ અનૈકાન્તિક હેતુનો નિષેધ થઈ જાય છે.
“તો નિત્ય પ્રત્યા " આ પ્રમેયહેતુ પક્ષ, સપક્ષ, વિપક્ષ ત્રણમાં રહે છે. એટલે માત્ર સપક્ષમાં
१धूमो बाष्यो वा इति सन्देहे धूमादेरग्नि साधनम् । २ अनेन सत्त्ववचनेन साधारणोऽपि निरस्यते । ३ निरस्त इति संबन्धः ।
૧ વિરુદ્ધ સાધ્યાભાવ વ્યાસો હેતુ વિરુદ્ધઃ
શબ્દો નિત્યઃ કૃતકત્વા,” આ કૃતકત્વ હેતુ સાધ્યાભાવ = અનિત્ય ઘટાદિમાં વ્યાપ્ત થઈને રહેલો છે, એટલે જ્યાં પોતે રહેલો છે ત્યાં અનિત્યઘટાદિ જ હોય છે એનો મતલબ કે તેનું સપક્ષ સત્ત્વ નથી માટે આ કૃતકત્વ હેતુને વિરુદ્ધ કહેવાય. એટલે જેનુ સપક્ષમાં સત્ત્વ નહી હોય તે હેતુ નહી બની શકે. એમ સત્ત્વના કથનથી વિરુદ્ધ હેતુ સહેતુ બનતો અટકી ગયો, નહીતર સપક્ષમાં અસત્વ હોય તો પણ ચાલે આવો અર્થ નીકળતા વિરુદ્ધ હેતુને સહેતુ માનવાની આપત્તિ આવત.