________________
૧૬૦ /૧/૨/૯
પ્રમાણમીમાંસા
अथ विपक्षान्नियमवती व्यावृत्तिस्तत्र न दृश्यते ततो न गमकत्वम्, तर्हि तस्या एवाविनाभावरूपत्वादितररूपसद्भावेऽपि तद भावे हेतोः स्वसाध्यसिद्धि प्रति गमकत्वानिष्टौ सैव प्रधानं लक्षणमस्तु । तत्सद्भावेऽपिपररूपद्वयनिरपेक्षतया गमकत्वोपपत्तेश्च, यथा सन्त्यद्वैतवा दिनोऽपि प्रमाणानि इष्टानिष्टसाधनदूषणान्यथानुपपत्तेः । न चात्र पक्षधर्मत्वं सपक्षे सत्त्वं चास्ति, केवलमविनाभावमात्रेण गमकत्वोप पत्तिः । ननु पक्षधर्मताऽभावे श्वेतः प्रासादः काकस्य कार्यादित्यादयोऽपि हेतवः प्रसज्येरन्, नैवम्, अविनाभाव एव हेतोः प्रधानं लक्षणमभ्युपगन्तव्यम्, सति तस्मिन्नसत्यपि त्रैलक्षण्ये हेतोर्गमकत्वदर्शनात् ।
રૂપ હેતુમાં ઘટે છે. કારણ કે મૈત્રપુત્રત્વ હેતુ (ગર્ભસ્થ) પુત્ર પક્ષમાં અને અન્ય પુત્રમાં–સપક્ષમાં રહેલ છે અને શ્યામ સિવાયનાં છોકરા છે તે બધામાં વિપક્ષમાં હેતુનો અભાવ પણ છે જ. તે આ પ્રમાણે –જન્મપામેલા શેષ મિત્રાના પુત્રો કાળા જ છે, માટે શ્યામવાભાવ તો મિત્રાના પુત્રો સિવાયમાં આવશે, એટલે વિપક્ષરૂપે શ્વેતાદિ વર્ષીય પદાર્થ/વ્યક્તિ આવશે ત્યાં મૈત્રતનયત્વ હેતુ નથી. છતાં આ હેતુ ગમક-સાધ્યનો જ્ઞાપક બનતો નથી. કારણ કે શ્યામ સાથે મૈત્રતનયત્વનો અવિનાભાવ નથી. મિત્રાએ આ વખતે ભાજી-શાકનું ભક્ષણ ન કર્યું હોય તો આઠમો પુત્ર શ્વેત પણ હોઈ શકે છે. “શ્યામ ન હોય તે મિત્રાપુત્ર પણ ન જ હોય” આવો અવિનાભાવ નથી. કા.કે. મૈત્રતનયત્વ કાંઇ શ્યામવર્ણનું કાર્ય નથી, જેમ ધૂમ વદ્વિનું કાર્ય છે.
બૌદ્ધઃ (શંકાકાર) અહીં વિપક્ષથી વ્યાવૃત્તિ નિયમતઃ દેખાતી નથી માટે ગમક નથી બનતો.
સમાધાન : “નિયમત : વ્યાવૃત્તિ જ તો અવિનાભાવ છે, એટલે શેષ બે લક્ષણ હેતુમાં હોવા છતાં વિપક્ષ વ્યાવૃત્તિ નિયમત ન મળવાથી હેતુ જો સ્વસાધ્યને પ્રતિગમક હોવો અનિષ્ટ છે - સિદ્ધ કરનાર ન બની શકે, તો પછી “વિપક્ષ વ્યાવૃત્તિને” જ પ્રધાન લક્ષણ માનવું જોઇએ. તેનો સદ્ભાવ હોય અને શેષ બે ન હોય તો પણ હેતુગમક બની શકે છે. જેમ શૂન્ય–અદ્વૈતવાદીના મતે “પ્રમાણો છે” ઈષ્ટનું સાધન અને અનિષ્ટનો નિષેધ એ પ્રમાણ વિના થવો સંભવ ન હોવાથી અહીં પક્ષ સપક્ષમાં હેતુનું અસત્ત્વ કહ્યું કે લખ્યું, તે યોગ્ય નથી. અહીં અદ્વૈતવાદીના મતે પ્રમાણ નામનો પક્ષ નથી તો પક્ષધર્મતા ક્યાંથી હોય? (કા. કે. એના મનમાં બધુ જ શૂન્ય છે. પરંતુ શૂન્ય સિદ્ધ કરવા પ્રમાણ આપે છે, તો પછી તેના મતે સપક્ષ પણ કોઈ છે જ નહી, એટલે પક્ષ સપક્ષમાં હેતુનો અભાવ છે. અહીં માત્ર અવિનાભાવથી અન્યથાનુપપત્તિ રૂપ હેતુના બળથી જ સાધ્ય સિધ્ધ થઈ જાય છે. (કરવા ધારે છે.).
શંકાકાર પક્ષધર્મતાનાં અભાવમાં હેતુને ગમક માનવામાં આવે તો “આ મહેલ ધોળો છે, કાગડો કાળો હોવાથી” આવા વગેરે પણ હેતુઓ બની જશે. “કાકની કૃષ્ણતા” આ હેતુ પક્ષ પ્રાસાદમાં નથી છતાં તમારા મતે સાધ્ય સિદ્ધ થઈ જશે.
સમાધાનઃ આવું નથી, પક્ષધર્મતા વગરના હેતુઓને પણ અવિનાભાવના બલથી સાધ્યના શાપક १ पूर्वस्मिन्ननुमाने । २ पक्षधर्मत्वसपक्षसत्त्वलक्षणं स्पद्वर्य । ३ विपक्षानियमवत्या व्यावृत्तेरभावे । ४ विपक्षानियमवत्या व्यावृत्तेः ५ शून्याद्वैतवादिनः ६ तन्मते प्रमाणलक्षणः पक्षोऽपि नास्ति कुतः पक्षधर्मता ? |७-०पपत्तेः मु-पा० ।