________________
પ્રમાણમીમાંસા /૧/૨/૯
૧૫૯
तदेवं त्रैरूप्यमेव हेतोरसिद्धादिदोषपरिहारक्षममिति तदेवाभ्युपगन्तुं युक्तमिति किमेकलक्षणकत्वेनेति ? | ९ ३३. तदयुक्तम्, अविनाभावनियमनिश्चयादेव दोषत्रयपरिहारोपपत्तेः । अविनाभावो ह्यन्यथानुपपन्नत्वम् । तच्चासिद्धस्य विरुद्धस्य व्यभिचारिणो वा न सम्भवति । त्रैरूप्ये तु सत्यप्यविनाभावाभावे हेतोरगमकत्वदर्शनात्, यथा स श्यामो मैत्रतनयत्वात् इतरमैत्रपुत्रवदित्यत्र ।
આ પુરુષ અસર્વજ્ઞ છે, વક્તા હોવાથી' અહીં વિપક્ષ-સર્વજ્ઞમાં વક્તૃત્વ હેતુનું ન હોવું સંદિગ્ધ છે. એટલે “સર્વજ્ઞ નથી જ બોલતા” એવો નિશ્ચય નથી માટે વકતૃત્વ હેતુ સંદિગ્ધ વિપક્ષ વ્યાવૃત્તિક બન્યો. એથી તેવા હેતુના બળે અસર્વજ્ઞની સિદ્ધિ કરી શકાતી નથી, જો નિશ્ચિત પદ ન મૂકયું હોત તો આ પણ હેતુ બની જાત. કેમકે વિપક્ષ-સર્વજ્ઞમાં હેતુનો નિષેધ કરવો નિશ્ચિત (જરૂરી) ન હોવાથી ત્યાં હેતુના અસત્ત્વનો સંદેહ માનીને પણ કોઈ સાધ્યની સિદ્ધિ કરી લેશે. પણ હવે આવો હેતુ પકડી જ નહીં શકાય. આ રીતે હેતુનું ત્રણરૂપવાળુ હોવું એ જ અસિદ્ધ વગેરે દોષને દૂર કરવા સમર્થ છે, માટે તેને જ સ્વીકારવું યોગ્ય છે. તો “એક જ લક્ષણવાળો હેતુ છે,” એમ શા અર્થે કહ્યું ?
૩૩. જૈના→ આ બૌદ્ધના ત્રૈલક્ષણ હેતુનો નિરાસ કરતા કહે છે કે બૌદ્ધનું આ કહેવું યુક્ત નથી. અવિનાભાવ નિયમનાં નિશ્ચયથી જ અસિદ્ધ વિરૂદ્ધ અનૈકાન્તિક આ ત્રણે દોષોનો પરિહાર થઇ જાય છે. અવિનાભાવ એટલે અન્યથાનુપપન્ન એટલે કે “જો આમ ન હોય તો આમ બની જ ના શકે.” અસિદ્ધ વગેરે ત્રણ હેત્વાભાસમાં આવું સંભવી શકતુ નથી. પ્રસિદ્ધ →“શો નિત્ય: ચાક્ષુષત્વાત્” આ ચાક્ષુષ શબ્દપક્ષમાં ન હોવાથી અસિદ્ધ હેતુ છે, પણ નિત્ય ન હોયતો ચાક્ષુષ પ્રત્યક્ષ ન થાય” એવો અવિનાભાવ નથી. જેમ ઘટાદિ નિત્ય નથી છતાં ચાક્ષુષ તો છે. “વહ્નિન હોય તો ધૂમ પણ ન હોય” આવો અવિનાભાવ અહીં જોવા મળતો નથી, માટે આ નિશ્ચયના અભાવથી ચાક્ષુષત્વમાંથી હેતુત્વ નીકળી જાય છે.
વિરૂદ્ધ હેતુ → “શો નિત્યઃ કૃતાત્” ‘નિત્ય ન હોય તો, કૃતકત્વ ન હોય’ એવું નથી, કારણ ઘટ નિત્ય નથી છતાં કુંભકારથી કરાયેલ તો છે જ, એટલે અહીં પણ અવિનાભાવનાં નિયમનો અભાવ છે. માટે વિરૂદ્ધ એ હેતુ ન બને. અનેાન્તિ-‘પર્વતો વહ્વિમાન્ પ્રમેયત્વાત્' અહીં વહ્નિ ન હોય તે પ્રમેય ન હોય એવું નથી, કારણ ઘટાદિ વહ્નિરૂપ નથી, છતાં પ્રમેય (પ્રમેયત્વ) તો છે. એમ અહીં પણ અવિનાભાવનાં નિયમનાં અભાવથી પ્રમેયત્વ હેતુ તરીકે બનતો નથી.
અરે ! ત્રૈરુષ્યનો સદ્ભાવ હોય, પણ જો અવિનાભાવ ન હોય તો ત્યાં હેતુ ગમક બની શકતો નથી. જેમ કે (ગર્ભસ્થ) મૈત્રપુત્ર, શ્યામ છે, ચૈત્રનો પુત્ર હોવાથી, બીજા મૈત્ર પુત્રની જેમ' અહીં તમે માનેલા ત્રણે
१ अनैकान्तिकस्य ।