________________
૧૫૮ /૧/૨/૯
પ્રમાણમીમાંસા
एवकारेण साधारणस्य विपक्षकदेशवृत्तेर्निरासः, प्रयत्नानन्तरीय'कत्वे हि साध्येऽनित्यत्वं विपक्षकदेशे विद्युदादावस्ति, आकाशादौ नास्ति । ततो नियमेनास्य निरासोऽसत्त्वशब्दात् पूर्वस्मिन्नवधारणे हि अयमर्थः स्यात्-विपक्ष एव यो नास्ति स हेतुः, तथा च प्रयत्नानन्तरीयकत्वं सपक्षेऽपि नास्ति ततो न हेतुः स्यात्ततः पूर्वं न कृतम् । निश्चितग्रहणेन सन्दिग्धविपक्षव्यावृत्तिकोऽनैकान्तिको निरस्तः ।
રહેલો છે એટલે અસત્ત્વ નથી. અસત્ત્વ શબ્દ પ્રયોગ ના કર્યો હોત તો અર્થ એવો થાત કે વિપક્ષમાં નિશ્ચિત હોવું અને કૃતકત્વ વિપક્ષમાં નિશ્ચિત છે, તેથી તે સહેતુ બની જાત. એવકારના ગ્રહણથી વિપક્ષના એક દેશમાં રહેનાર સાધારણ અને કાન્તિક હેતુનો નિષેધ થયો. જેમ “શબ્દ પ્રયત્નજન્ય છે, અનિત્ય હોવાથી” અહીં સપક્ષ ઘટાદિ, વિપક્ષ વિદ્યુત આકાશાદિ છે. પણ વિદ્યુત અનિત્યમાં છે એટલે પ્રયત્નથી અજન્ય એવા વિદ્યુત વિપક્ષનાં એક દેશમાં હેતુનું સત્ત્વ થઈ ગયું. એટલે “વિપક્ષમાં અસત્ત્વ જ જોઈએ” એવું ન બન્યુ માટે અનિત્ય હેતુથી શબ્દમાંસાધ્યની પ્રયત્નજન્યત્વની સિદ્ધિ ન થાય. [અહીં કૃતકત્વ હેતુ મૂકવામાં આવે તો સાધ્યની સિદ્ધિ થાય કા.કે. હવે વિપક્ષ એવા વિજળીમાં કે આકાશદિમાં ક્યાંય કૃતકત્વતો નથી જ રહેતું (વિજળી પણ કોઈથી કરાયેલ નથી) શબ્દતો કોઈ વ્યક્તિ વિશેષથી કરાતો દેખાય છે, જેમકે તેણે જોરદાર બુમ પાડી...)].
અસત્ત્વની પૂર્વમાં એવકાર મૂકયો હોત તો આવો અર્થ નીકળત કે વિપક્ષમાં જ જે ન હોય તે હેતુ એટલે કે હેતુનું અસત્ત્વ માત્ર વિપક્ષમાં જ હોવું જોઈએ, સપક્ષમાં અસત્ત્વ હોય તો ન ચાલે. તેમ માનતાં “શબ્દો અનિત્ય , પ્રયત્નાનન્તરીયકત્વા” આ હેતુ ખોટો પડી જશે, કારણ વિપક્ષ એવા આકાશાદિ નિત્યપદાર્થમાં આ હેતુ નથી રહેતો, તેમ સપક્ષ અનિત્ય પદાર્થ એવાં વિઘુ પ્રાગભાવ વગેરેમાં પણ પ્રયત્નાનન્તરીયકત્વ હેતુ નથી રહેતો, એટલે માત્ર વિપક્ષમાં જ અસત્ત્વ ન થયું. પણ “વિપક્ષ અસત્ત્વ એવ” વિપક્ષમાં અસત્ત્વ જ હોય આવું અવધારણ કરવાથી જેટલા વિપક્ષ છે તે બધામાં અસત્ત્વ હોવું જરૂરી બન્યું, પરંતુ કાંઈ સપક્ષમાં અસત્ત્વનો નિષેધ ન થયો. એથી કરીને પ્રયત્નાનત્તરીયકત્વ હેતુ બની શકશે. કારણ કે વિપક્ષભૂત તમામ નિત્યપદાર્થમાં તો હેતું નથી જ રહેતો, હવે “સપક્ષમાં અસત્ત્વ ન જ હોવું” આવું તો છે નહીં, માટે કોઈક સપક્ષ વિજળી વિગેરેમાં પ્રયત્નાનન્તરીયકત્વ ન રહે તેમાં કશો વાંધો નથી. પ્રાગભાવ અને વિદ્યુત બને અનિત્ય પદાર્થ છે, પરંતુ પ્રાગભાવ અનાદિનો હોવાથી કોઈના પ્રયત્નથી બનાવવામાં આવતો નથી, પરંતુ કાર્ય પેદા થતા તેનો નાશ થઈ જાય છે, તેથી અનિત્ય તો ખરો જ. એમ વિજળીને કોઈ બનાવતું નથી વિસસા પરિણામથી સ્વતઃ થઈ જાય છે, પરંતુ ક્ષણવારમાં વિલીન થઇ જાય છે, માટે અનિત્યતો સ્પષ્ટ છે.
નિશ્ચિતપદ મૂકવાથી “સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક અનૈકાન્તિક:” વિપક્ષમાં જેની વ્યાવૃત્તિ અકથ્ય- સંદિગ્ધ છે, એવો વ્યભિચારી હેતુ છે તેનો નિરાસ થયો.
१ यथा प्रयत्नानन्तरीयकः शब्दो अनित्यत्वात् घटवत् । २ सपक्षे त्वस्ति एव । ३ यथा असर्वज्ञोऽयं वक्तृत्वात्।