________________
પ્રમાણમીમાંસા /૧/૨/૯
૧૬૧
न तु त्रैरूप्यं हेतुलक्षणम् अव्याप' कत्वात् । तथा च सर्वं क्षणिकं सत्त्वादित्यत्र मूर्द्धाभिषिक्ते साधने सौगतैः सपक्षेऽतोऽपि हेतोः सत्त्वस्य गमकत्वमिष्यत एव । तदुक्तम्"अन्यथाऽनुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ? |
नान्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ? ॥” इति ।
$ ३४. एतेन पञ्चलक्षणकत्वमपि नैयायिकोक्तं प्रत्युक्तम्, तस्याप्यविनाभावप्रपञ्चत्वात् । तथाहित्रैरूप्यं पूर्वोक्तम्, अबाधितविषयत्वम्, असत्प्रतिपक्षत्वं चेति पञ्चरूपाणि । तत्र प्रत्यक्षागमबाधि'तकर्मनिर्देशानन्तरप्रयुक्तत्वं बाधितविषयत्वं यथाऽनुष्णस्तेजोऽवयवी कृतकत्वात् घटवत् । ब्राह्मणेन सुरापेया [ द्रव ] द्रव्यत्वात् क्षीरवत् इति ।
માનવામાં આવે છે. આ અનુમાનમાં તો અવિનાભાવ નથી માટે ગમક પણ ન બને. જ્યાં અવિનાભાવ ન હોય તે હેતુ ગમક ન બને તેમાં શું વાંધો ? “પ્રાસાદ ધોળો ન હોય તો કાંઇ કાગડો કાળો ન હોય” આવું ન બને. માટે અવિનાભાવ તે જ હેતુનું પ્રધાન લક્ષણ સ્વીકારવું જોઇએ. અવિનાભાવ હોય ત્યારે ત્રણે રૂપ ન હોય તો પણ હેતુ ગમક બનતો જોવા મળે છે.
વળી બીજું ઐરૂપ્ય હેતુનું લક્ષણ નથી. અવ્યાપક હોવાથી, કારણ કે બૌદ્ધોનું પ્રધાન (સાધન) અનુમાન “સર્વ ક્ષણિક સત્ત્તાત્” અહીં સર્વ પદાર્થ પક્ષ હોવાથી સપક્ષ મળતો નથી. એથી સત્ત્વ હેતુ સપક્ષમાં ન રહેવા છતાં ક્ષણિકનો ગમક-સાધ્ય સિદ્ધ કરનાર માનવામાં આવ્યો છે. એમ “યત્ર યત્ર હેતુત્વ તત્ર તત્ર ત્રૈરૂપ્યું” આવી વૈરૂષ્યની વ્યાપકતા મળતી નથી. એટલે કે જેટલા હેતુ છે તે બધામાં નૈરૂપ્ય નથી. જેમ કે સત્ત્વ હેતુ માં કૈરૂપત્વ નથી, છતાં ગમક માન્યો છે.
કહ્યું પણ છે કે—જ્યાં અન્યથા અનુપપત્તિ છે ત્યાં ત્રિરૂપતાથી શું લેવા દેવા ? અને જ્યાં અન્યથા અનુપપત્તિ નથી ત્યાં ત્રિરૂપતાથી શું લાભ ?
દિગમ્બર આચાર્ય પાત્ર સ્વામીએ આજ કારિકા વડે (ન્યાયબિંદુ પૃ. ૫૦૦) સૌથી પહેલા બૌદ્ધ સમ્મત બૈરૂપ્યનું ખડૅન કર્યું છે.
૩૪. આ કથનથી તૈયાયિકે માનેલ પંચ લક્ષણનો પણ નિરાસ થઇ જાય છે. કારણ તે પણ અવિનાભાવનો જ પ્રપંચ છે- વિસ્તાર છે. એટલે તેનો અવિનાભાવમાં જ સમાવેશ થઇ જાય છે.
તે આ પ્રમાણે—તેમાં ત્રણ રૂપ તો પૂર્વે કહ્યાં તે જ છે. ચોથું લક્ષણ અબાધિત વિષયત્વે →પ્રત્યક્ષ કે આગમથી સાધ્ય કર્મ' બાધિત બની જાય પછી તેને સિદ્ધ કરવાં હેતુનો ઉપયોગ કરવો તે બાધિતવિષયત્વે કહેવાય. [બાધ ધાતુનો કર્તાતો પ્રમાતા છે, કરણ પ્રત્યક્ષ અને આગમ છે અને અનુષ્ટ વિ. કર્મ છે કેમકે ધાત્વર્થનું ફળ અનુષ્ણ વિગેરેને મળે છે. કા.કે. પ્રત્યક્ષથી તેમનો બાધ આવે છે—થાય છે.]
જેમકે “અવયવીરૂપ અગ્નિ ઉષ્ણ નથી, કૃતક હોવાથી, જેમ ઘટ કૃતક છે તો ઉષ્ણ પણ નથી, અહીં અગ્નિમાં ગરમાશ હાથ લગાડતાં જ જણાઇ આવે છે. એટલે અનુષ્ણતાનો પ્રત્યક્ષથી બાધ છે, માટે કૃતકત્વ १ स श्यामो मैत्रातनयत्वादित्यादौ । २ साध्यमनुमेयमिति यावत् । ३-० तधर्म० - डे० । ४ तात्पर्य० पृ० ३४०. ।