________________
૧૪ ૧/૨/૫
પ્રમાણમીમાંસા ६ १७. 'उपलम्भः' प्रमाणमात्रमत्र गृह्यते न प्रत्यक्षमेव अनुमेयस्यापि 'साधनस्य सम्भवात्, प्रत्यक्षवदनुमेयेष्वपि व्याप्तेरविरोधात् । 'व्याप्तिः' वक्ष्यमाणा तस्या 'ज्ञानम्' तद्ग्राही निर्णयविशेष 'ऊहः'।
૧૭. ઉપલક્ષ્મ' શબ્દથી દરેક પ્રમાણનું ગ્રહણ કરવાનું છે, નહિ કે માત્ર પ્રત્યક્ષનું, કારણ કે અનુમેય પણ સાધન-લિંગ સંભવે છે.
પ્રત્યક્ષની જેમ અનુગેય પદાર્થોમાં પણ વ્યાપ્તિનો વિરોધ નથી. વ્યાસ વિષે આગળ કહેવાના છીએ, તેનું જ્ઞાન તેને ગ્રહણ કરનાર વિશેષ નિર્ણય તે ઊહ, તર્ક જેમ ધૂમને પ્રત્યક્ષ જોઈ વહ્નિ સાથે તેની વ્યાપ્તિ નિશ્ચિત કરવામાં આવે છે. તેમ હિતાહિતપ્રાપ્તિ-પરિહાર પ્રવૃત્તિના આધારે ચૈતન્યનું અનુમાન કરી તેનાં આધારે ચૈતન્ય સાથે આત્માની વ્યાનુિં સ્મરણ કરી આત્માની સિદ્ધિ કરાય છે. ઉપલંભઅનુપલંભના નિમિત્તે કહેવાતી વ્યાતિનું નિશ્ચાયાત્મક જ્ઞાન તે ઊહ-તર્ક કહેવાય.
[પહેલા ધૂમ જોયો ત્યાં સાથોસાથ વહ્નિ જોયો આ ઉપલંભ થયો અને જ્યાં વહ્નિ નથી ત્યાં ધૂમ પણ જોવા નથી મળતો તે અનુપલંભ, આ બન્નેનું સંકલન એક જ પ્રમાતા કરે છે, ત્યારે તેને જે એક વિકલ્પ-વિચારણા પેદા થાય છે કે “વદ્ધિ વિના ધૂમ રહી ન શકે નહીતર વહ્નિ ન હોય ત્યાં પણ ધૂમ જોવા મળત, બસ આવી વ્યાપ્તિ મગજમાં ફીટ થવી તેનું નામ તર્ક. અહીં આ ધ્યાન રાખવું કે માત્ર વ્યાપ્તિજ્ઞાન તર્ક =ઊહ નથી. પરંતુ ઉપરોક્ત નિમિત્તથી પ્રમાતાને આવી અવિનાભાવી વિચારણા પેદા થાય ત્યારે જ તર્ક કહેવાય. એમ માત્ર ઉપલંભ કે અનુપલંભ થાય, પણ તેના આધારે પોતાની બુદ્ધિ દોડાવી આવું અવિનાભાવનું જ્ઞાન પેદા ન થાય તો તે તર્ક નથી. એટલે ઉપલંભ અને અનુપલંભના પ્રભાવે “આમ ન હોય તો આમ પણ ન હોઈ શકે” તેથી “જ્યાં ધૂમ છે ત્યાં વહ્નિ હોય જ છે” આવી બુદ્ધિ જાગૃત થવી તે તર્ક છે.].
[ઉપલંભ અને અનુપલંભ પ્રત્યક્ષ થાય છે, તેમ અનુમાન કે આગમથી ઉપલંભ અનુપલંભ કરીને પણ વ્યાપ્તિ જ્ઞાન પેદા કરીએ તે પણ તર્ક છે. જેમ વિષયાસક્તિની અલ્પતા આપણને વ્યક્તિનીચેષ્ટાથી અનુમેય છે, કા.કે. વિષયાસક્તિચિત્તવૃત્તિ રૂપે છે અને અન્યચિત્તવૃત્તિ પ્રત્યક્ષ યોગ્ય નથી, હવે પૂર્વના શાસ્ત્રીય દબંતમાં જોઇએ કે અલ્પવિષયાસક્તિવાળા જલ્દી મોક્ષે જાય છે આ ઉપલંભ થયો, અને તીવ્ર આસક્તિવાળાનો લાંબો સંસાર હોય છે. તેનાથી તે પ્રમાતાને બુદ્ધિ જાગૃત થશે કે “અલ્પવિષયાસક્તિ વિના આસનસિદ્ધિક ન હોઈ શકે હવે પ્રમાતા સામેની વ્યક્તિમાં તેની રીતભાતથી પ્રથમ વિષયાસક્તિની અલ્પતાનું અનુમાન કરી, તેવા અનુમેય હેતુ દ્વારા આવું અનુમાન કરશે કે આ માસનસદ્ધિ: મત્યવિષયાસમિત્તાત્ અહિં અનુમેય સાધનથી વ્યાપ્તિજ્ઞાન થયું કહેવાય. તેજ રીતે શબ્દને અનિત્ય સિદ્ધ કરવા કૃતકત્વ હેતુમૂકવાનો છે, પણ શબ્દ તો કોઈથી
१ शब्दानित्यत्वे साध्ये कृतकत्वं हि साधनम् प्रत्ययभेदभेदित्वेनानुमेयम् । २ A बाध्यादिभावेन सन्दिह्यमाने धूमेऽग्नेरनुमेयस्यापि साधनत्वं वक्ष्यते । ટી-A યાખ્યાતિમાબેન - દૂરથી દેખતા ધુંધળુ ધુંધળુ ગોટા રૂપે આકાશમાં ઉડતુ કંઈક દેખાતું હતું, ત્યારે આ બાષ્પ છે કે ધૂમાડો એવો સંદેહ પડ્યો, એવા બાષ્પાદિરૂપે સંદિગ્ધધૂમમાં પણ આંખની બળતરા-આંસુ ટપકવું વગેરેથી (બાષ્પથી તો આવી બળતરા ન થાય, પણ “ધૂમાડો હોય ત્યાં બળતરા થાય છે” આવી વ્યાપ્તિથી) ધૂમનું અનુમાન કર્યું. તેવા ધૂમમાં પણ અનુમેય એવા અગ્નિની સાધનતા ઘટે છે, એમ આગળ કહેવાશે. એટલે અનુયધૂમ-સાધનથી પણ અગ્નિનું અનુમાન કરી શકાય છે. ૧ બોદ્ધ પ્રત્યક્ષાનુંપલંભ પછી તરત જ જે વિકલ્પ ઉભો થાય તેજ તર્ક છે, અને તેતો ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમાણ છે. (બૌદ્ધ સવિકલ્પ જ્ઞાનરૂપજે તર્ક છે,તેને અપ્રમાણ માને છે)