________________
૧૪૮ /૧/૨/૫
પ્રમાણમીમાંસા
६ २१. वैशेषिकास्तु प्रत्यक्षफलेनोहापोहविकल्पज्ञानेन व्याप्तिप्रतिपत्तिरित्याहुः । तेषामप्यध्यक्षफलस्य प्रत्यक्षानुमानयोरन्यतरत्वे व्या'तेरविषयीकरणम्, तदन्यत्वे च प्रमाणान्तरत्वप्रसक्तिः । अथ व्याप्तिविकल्पस्य फलत्वान्न प्रमाणत्वमनुयोक्तुं युक्तम्, न, एतत्फलस्या नुमानलक्षणफलहेतुतया प्रमाणत्वाविरोधात् सन्निकर्षफलस्य विशेषण ज्ञानस्येव विशेष्य ज्ञानापेक्षयेति । ધૂમનો ઉપલંભ થાય” અગ્નિ ન હોય ત્યારે ઉપલંભ નથી થતો. બસ આ એજ્ઞાન જોડવાથી વ્યાતિજ્ઞાન થાય છે. પ્રત્યક્ષમાં આવી રીતે બે જ્ઞાન જોડાય નહી.].
૨૧. પ્રત્યક્ષનું ફલ એવાં ઊહાદાપોહ રૂપ વિકલ્પ જ્ઞાનથી વ્યાપિની સિદ્ધિ થાય છે. એમ વૈશેષિકો કહે છે, તેમને પણ અધ્યક્ષ (પ્રત્યક્ષ)નું ફળ એટલે પ્રત્યક્ષ “આ ઘડો છે” એવું અને અનુમાન (ધૂમનું પ્રત્યક્ષ કરવાથી વહ્નિનું અનુમાન થાય છે.) આ બેમાંથી એક સ્વરૂપ માનવું પડશે. તે બેથી તો વ્યામિનું ગ્રહણ થઈ શકતું નથી. પ્રત્યક્ષ અને અનુમાનથી તે જ્ઞાન થવું શક્ય નથી એ વાત પૂર્વે જણાવી દીધિ છે. હવે જો પ્રત્યક્ષનું ફળ બેથી ભિન્ન માનશો તો અન્ય પ્રમાણ માનવાની પરિસ્થિતિ આવશે.
[ઊહાપોહ વિકલ્પજ્ઞાનને તમે પ્રત્યક્ષના ફળ રૂપે માનો છો, એટલે પ્રત્યક્ષ પ્રમાણનું જે ફળ હોય તે રૂપે તેને-વિકલ્પજ્ઞાનને માનવું પડે, હવે વાત એમ છે કે પ્રત્યક્ષફળ બે રૂપમાં જોવા મળે એક તો પ્રત્યક્ષ જ્ઞાનરૂપે, બીજુ છે અનુમાન સ્વરૂપ. નિર્વિકલ્પ પ્રત્યક્ષથી જન્ય વિકલ્પપ્રત્યક્ષ નામનું ફળ પેદા થયું. જેમ કોઈ પદાર્થનું “આ કંઇક છે” આવું પહેલા નિર્વિકલ્પ થયું તેના ફળ રૂપે “આ ઘટ છે” આવું સવિકલ્પ પ્રત્યક્ષ થયું. અને ધૂમનું પ્રત્યક્ષ થયું તેના ફળ રૂપે “અહીં વહિ છે” એવુ અનુમાન પેદા થયું. માટે તમારે આ વિકલ્પ જ્ઞાનને બેમાંથી એકમાં સમાવી દેવું પડે, ત્યારે તકલીફ એ આવીને ઉભી રહેશે કે અમે પૂર્વની ચર્ચા દ્વારા પ્રત્યક્ષ અને અનુમાન બન્ને વ્યાપ્તિના ગ્રાહક બની શકતા નથી એ સિદ્ધ કરી આપ્યું છે. માટે આ વિકલ્પજ્ઞાન પણ તેમનાથી જુદું ન હોવાથી તેનાથી વ્યક્તિનું ગ્રહણ થવું સંભવ નથી. આ બન્નેથી આને ભિન્ન માનશો તો તે પ્રત્યક્ષનું ફળ તો કહી શકાશે નહી, એટલે તેના માટે અન્ય–અલગ જાતનું પ્રમાણ માનવાની આપત્તિ આવશે.]
શંકાકાર : વ્યાપ્તિનો વિકલ્પ પ્રત્યક્ષના ફળ સ્વરૂપ હોવાથી તેને પ્રમાણે કહેવું યોગ્ય નથી કેમકે જે ફળ હોય તે પ્રમાણ કેવી રીતે હોઈ શકે?
સમાધાન : આ પ્રત્યક્ષનું ફળ અનુમાન રૂપ ફળનો હેતુ હોવાથી તેને પ્રમાણ માનવામાં કોઈ વિરોધ નથી. જેમ વિશેષ્ય જ્ઞાનની અપેક્ષાએ સંનિકર્ષના ફળ સ્વરૂપ વિશેષણ જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે છે. સંનિકર્ષ થાય ત્યારે પ્રથમ ઘટત્વનું જ્ઞાન થાય છે, પછી “પરત્વવાદ:"અયં ઘટઃ એવું વિશેષ્ય (વિશેષ) જ્ઞાન થાય છે. અહીં પ્રથમ ઘટત્વનું જ્ઞાન એ સંનિકર્ષનું ફળ છે, છતાં તે “અર્થ ઘટ એ જ્ઞાનનું કારણ હોવાથી પ્રમાણ પણ કહેવાય. પ્રથમ સામેના પુરુષના હાથમાં રહેલ દંડ સાથે સંનિકર્ષ થાય છે, તેના ફળ રૂપે “યંદંડ " આવું વિશેષણ જ્ઞાન થયું હવે આજ વિશેષણના જ્ઞાનથી “અય દંડી” વિશેષણથી વિશિષ્ટ એવા
१ प्रत्यक्षस्य हि फलं प्रत्यक्षमनुमानं वा । तत्र प्रत्यक्षं घटोऽयमिति अनुमानं तु अग्निरत्र धूमादिति । २ अग्रहणमित्युक्तयुक्तः । ३ प्रत्यक्षफलत्वेनेति हि उक्तम् । ४ फलस्याप्युन०-मु-पा० । ५ सामान्यज्ञानाद्विशेषज्ञानम् (?) । ६ विशेषज्ञानं विशेषणज्ञानं નામ(?) I