________________
૧૪૨ |૧/૨/૪
तदेकत्वविषयं प्रत्यक्षमुपजनयतीति प्रत्यक्षरूपतास्य गीयत इति चेत्, न, स्वविष'यविनियमितमूर्तेरिन्द्रियस्य विषयान्तरे सहकारिशतसमवधानेऽप्यप्रवृत्तेः । नहि परिमलस्मरणसहायमपि चक्षुरिन्द्रियमविषये गन्धादौ प्रवर्तते । अविषयश्चातीतवर्तमानावस्थाव्याप्येकं द्रव्यमिन्द्रियाणाम् । नाप्यदृष्टसहकारिसहितमिन्द्रियमेकत्वविषयमिति वक्तुं युक्तम् उक्तादेव हेतोः । किंञ्च, अदृष्टसव्यपेक्षादेवात्मनस्तद्विज्ञानं भवतीति वरं वक्तुं युक्तम् । दृश्यते हि स्वप्नविद्या दिसंस्कृतादात्मनो विषयान्तरेऽपि विशिष्टज्ञानोत्पत्तिः । ननु यथाञ्जनादिसंस्कृतं चक्षु सातिशयं भवति तथा स्मरणसहकृतमेकत्वविषयं भविष्यति । नैवम्, इन्द्रियस्य स्वविषयानतिलङ्घनेनैवातिशयोपलब्धेः, न विषयान्तरग्रहणरूपेण । यदाह भट्टः
1
"यश्चाप्यतिशयो दृष्टः स्वार्थानतिलङ्घनात् ।
दूर सूक्ष्मादिदृष्टौ स्यात् न रूपे श्रोत्र वृत्तितः ॥ [ श्लोकवा ० सूत्र० ११४] इति । तत् स्थितमेतत् विषयभेदात्प्रत्यक्षादन्यत्परोक्षान्तर्गतं प्रत्यभिज्ञानमिति ।
પ્રમાણમીમાંસા
શંકાકાર : સ્મરણની સહાયતા પામેલ ઇંદ્રિયોજ એકત્વ વિષયક પ્રત્યક્ષને પેદા કરે છે, માટે આવાં જ્ઞાનને પ્રત્યક્ષ રૂપ જ મનાય છે.
સમાધાન : જેની શક્તિ દશ્યમાન આકૃતિ=સ્વવિષય એવા વર્તમાનકાલીન રૂપાદિમાં મર્યાદિત થયેલી છે’ એવી ઈંદ્રિય સેંકડો સહકારી મળી આવે તો પણ અન્ય વિષયને ગ્રહણ કરવા પ્રવૃત્ત થઇ શકતી નથી. સુગંધના સ્મરણની સહાયતા પામીને કાંઇ આંખ પોતાનો અવિષય એવા ગંધાદિને ગ્રહણ કરવા પ્રવૃત્ત થઇ શકતી નથી. અતીત વર્તમાન અવસ્થા કાળમાં વ્યાપી એવું એક દ્રવ્ય ઇંદ્રિયનો વિષય નથી. “સામે ઘટ દેખાય છે” ઇંદ્રિય માત્ર એટલું જ જાણે, પણ “મેં પૂર્વે જોયો હતો, તે જ આ ઘડો છે.” એવું ભૂતકાળ સહિત વાર્તાનિક જ્ઞાન કરી ન શકે.
શંકાકાર : અદૃષ્ટની સહાયતાથી ઈંદ્રિય જ એકત્વ-વિષયક-જ્ઞાનને પેદા કરે છે.
સમાધાન ઃ આમ કહેવું બરાબર નથી, પૂર્વે કહ્યું તેમ ઇંદ્રિયનો વિષય ન હોવાથી ઇંદ્રિય તેનું જ્ઞાન ન કરી શકે. શંકાકાર : ચાલો ભાઇ ! તમે કહો તેમા પણ આત્મા તો અર્દષ્ટની સહાયતાથી ત્રણે કાલને વિષય બનાવી શકે છે. એટલે અદૃષ્ટની અપેક્ષાથી આત્માને તેવું જ્ઞાન થાય છે. એમ માનીએ આમાં તો તમને વાંધો નથીને ? સમાધાન : આ તો કહેવું બહુ સારૂં છે, સ્વપ્ન અને વિદ્યા વગેરેના સંસ્કારથી આત્માને ગંધાદિ અન્ય વિષયનું પણ વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે, પણ કાંઇ તે વિશિષ્ટ જ્ઞાનને પ્રત્યક્ષ નથી કહેવાતું, અને તે ઇંદ્રિયનો વિષય નથી બનતું. અમે પણ પ્રત્યભિજ્ઞાથી જે જ્ઞાન થાય છે તે આત્માને જ થાય છે, એમ જ માનીએ છીએ, અને જેને તાદેશ કર્મનો ક્ષયોપશમ થયો હોય તેને જ આવું જ્ઞાન થાય છે, એ અમને માન્ય જ છે.
શંકાકાર : જેમ અંજન વગેરેથી સંસ્કૃત થયેલ આંખ સાતિશયવાળી અર્થાત્ વિશિષ્ટ તેજસ્વી બને છે. તેમ સ્મરણની સહાયતા પામી ઈંદ્રિય એકત્વને જાણી શકશે.
સમાધાન ઃ આવું નથી, ઇંદ્રિયમાં દેખાતો અતિશય સ્વવિષયને ઉપરવટ જઇ બહાર લાગુ પડતો નથી. જે માણસ થોડુ ઝાખું કે નજીકનું જોતો હતો તે અંજન વગેરે લગાડવાથી સ્પષ્ટ અને દૂરનાં રૂપી પદાર્થને જ દેખી શકે. નહિં કે અરૂપી કે વ્યવહિત પદાર્થને.
१ स्वविषयवार्तमानिकरूपादौ । २ विषयान्तरे गन्धादौ । ३ अदृष्टं भाग्यं कर्मेत्यर्थः । ४ विषयान्तराप्रवृत्तिरूपाद्धेतोः । ५-०द्यासं०डे० । ६ नहि संस्कृतमपि चक्षुर्गन्धादिग्रहणे शक्तम् । ७ स्वविषय० । ८ दूरसूक्ष्मादिदर्शनेन चक्षुषोऽतिशयो भवति, न श्रवणस्य, रूपविषयेष्वव्यापारात् । ९ नहि रूपे श्रौत्री वृत्ति: संक्रामति । १० विषयभेदादित्ययं हेतुः ।