________________
૯૪ /૧/૧/૨૯
પ્રમાણમીમાંસા
६ १०७ नैयायिकास्तु-"इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम्" [न्या० १.१.४] इति प्रत्यक्षलक्षणमाचक्षते । अत्र च पूर्वाचार्यकृतव्याख्यावैमुख्येन सङ्ख्यावद्भिस्त्रिलोचनवाचस्पतिप्रमुखैरयमर्थः समर्थितो यथा-इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यभिचारि प्रत्यक्षमित्येव प्रत्यक्षलक्षणम् । यतः' शब्दाध्याहारेण च यत्तःनित्याभिसम्बन्धादुक्तविशेषणविशिष्टं ज्ञानं यतो भवति तत् तथाविधज्ञानसाधनं ज्ञानरूपमज्ञानरूपं वा प्रत्यक्षं प्रमाणमिति । अस्य च फलभूतस्य ज्ञानस्य द्वयी गतिरविकल्पं सविकल्पं च । तयोरुभयोरपि प्रमाणरूपत्वमभिधातुं विभागवचनमेतद વ્યપાર્થ વ્યવસાયાત્મમ' તિ
નેયા.માન્ય પ્રત્યક્ષ લક્ષણ અને તેનું ખંડન ૧૦૭ તૈયાયિકોએ ઈદ્રિય અને પદાર્થનાં સંનિકર્ષથી ઉત્પન્ન થનારૂ અવ્યપદેશ્ય, અવ્યભિચારી, વ્યવસાયાત્મક જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. “આ ઘડો છે,” “આ વસ્ત્ર છે” ઇત્યાદિ સ્પષ્ટ રીતે જેનો ઉલ્લેખ ન કરી શકાય તે અવ્યપદેશ્ય આનાથી નિર્વિકલ્પ-જ્ઞાનને પ્રમાણ દર્શાવ્યું છે (અવ્યભિચારી) વ્યવસાયાત્મક જે જ્ઞાન નિષ્ક્રિય નથી, પરંતુ પદાર્થનો બોધ-નિર્ધારણ કરાવનાર છે, આનાથી સવિકલ્પ જ્ઞાનને પ્રમાણ જણાવ્યું છે. વ્યવસાયાત્મક જ્ઞાન તે પ્રત્યક્ષ આવું પ્રત્યક્ષનું લક્ષણ કહ્યું છે. (શંકા) યતુ નો અધ્યાહાર શા માટે? સમા - યત શબ્દનો અધ્યાહાર ન કરે તો જે અવ્યભિચારી જ્ઞાન ઉત્પન થયું છે, તે જ પકડાશે. યત: મૂકવાથી જેના દ્વારા આવું અવ્યભિચારી જ્ઞાન ઉત્પન્ન થયું છે આવો અર્થ નીકળશે તેથી હવે ઈદ્રિય અને સંનિકર્ષને પકડી શકાશે. કા. કે. તેમનાથી જ્ઞાન પેદા થાય છે. આ બાબતમાં પૂર્વાચાર્યે ન્યાયસૂત્રના વ્યાખ્યાકાર વાત્સ્યાયન,-ઉદ્યોતકરે કહેલ વ્યાખ્યા તરફથી નજર ફેરવી લઈને વાચસ્પતિમિશ્રના ગુરુ ત્રિલોચન વાચસ્પતિ મિશ્ર વગેરે નૈયાયિક સંખ્યાવાનું–વિદ્વાનો આ લક્ષણનો અર્થ એમ કરે છે કે “ઈદ્રિય અને પદાર્થના સંનિકર્ષથી ઉત્પન્ન થનારૂં અવ્યભિચારી જ્ઞાન પ્રત્યક્ષ છે. આટલું જ પ્રત્યક્ષનું લક્ષણ છે. અહીં યતઃ શબ્દનો અધ્યાહાર કરવાનો છે. અને યત તદનો નિત્ય સંબંધ હોવાથી પૂર્વોકત વિશેષણથી વિશિષ્ટ જ્ઞાન જેનાથી પેદા થાય તે તાદશ જ્ઞાનનું સાધન છે, તે ભલે ને જ્ઞાન રૂપ હોય કે અજ્ઞાન રૂપ હોય તો પણ તે પ્રત્યક્ષ પ્રમાણ છે. આવાં સાધનથી ઉત્પન્ન થનાર ફળભૂત જ્ઞાનની બે ગતિ હોય છે, નિર્વિકલ્પ અને સવિકલ્પ. આ બને પ્રમાણરૂપ છે, એવું કહેવા માટે અવ્યપદેશ્ય, વ્યવસાયાત્મક એમ વિભાગ વચનનો (જ્ઞાનનાં બે ભાગ પાડી આપનાર પદોનો) પ્રયોગ કરવામાં આવેલ છે. અવ્યપદેશ્યએ નિર્વિકલ્પનું વિશેષણ છે અને વ્યવસાયાત્મક એ સવિકલ્પનું આ બે પ્રૌઢ વિશેષણ સ્વતંત્ર રૂપે મૂકવાથી બન્ને પ્રમાણ રૂપ છે, એવું સ્પષ્ટ થાય છે, એટલે આ પૂરો ફકરો નૈયાયિકનો છે.
પ્ર.ત્રિલોચનવાચસ્પતિ વિગેરેના પ્રત્યક્ષના લક્ષણમાં અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મક વિશેષણ ગ્રહણ કરવાના કે નહી ? ગ્રહણ ન કરવાના હોય તો પછી પૂર્વોક્ત વિશેષણ શબ્દ દ્વારા ઈદ્રિય અને પદાર્થના સંનિકર્ષથી ઉત્પન્ન થનારુ અને અવ્યભિચારી આ વિશેષણ જ લેવાશેને.
ઉશ્વાચસ્પતિને તો આવું જ્ઞાન જેનાથી થાય તેને પ્રત્યક્ષ કહેવું છે માટે માત્ર અવ્યભિચારી વિશેષણ ૨-૦ચે ૪૦-જે ૨ ૦૫ ૩૦-જે ૩-૦૦ વા . તવો - જે! ૧“યત” શબ્દનો અધ્યાહાર ન કરે તો સંનિકર્ષ પ્રત્યક્ષ પ્રમાણ કેમ ન બની શકે? સમાનઆ કંઈ નવું લક્ષણ કે સૂત્ર નથી, પણ માત્ર ન્યાયસૂત્રની વ્યાખ્યા કરી છે. તેઓ વ્યાખ્યા કરતા ન્યાયવાર્તિક તાત્પર્ય ટીકા અને ન્યાયમંજરીમાં એમ કહે છે કે- ન્યાયસૂત્રમાં જે પ્રત્યક્ષ જ્ઞાનનું લક્ષણ દર્શાવ્યું છે. તેનો મતલબત્તાત્પર્ય એમ છે કે જેનાથી આવા વિશેષણવાળું જ્ઞાન પેદા થાય તે પ્રત્યક્ષ. (એટલે કે ન્યાયસૂત્રમાં દર્શાવેલ વિશેષણના) પોતે માત્ર વ્યાખ્યાકાર છે, એણે