________________
૧૦૨ /૧/૧/૩૦
પ્રમાણમીમાંસા
पूर्वोत्तरविवर्त्तवर्त्यन्वयप्रत्ययसमधिगम्यमूर्ध्वतासामान्यमिति यावत् । परियन्त्युत्पादविनाशधर्माणो भवन्तीति पर्याया विवर्ताः। तच्च ते चात्मा स्वरूपं यस्य तत् द्रव्यपर्यायात्मकं वस्तु, परमार्थसदित्यर्थः, यद्वाचकमुख्यः "उत्पादव्ययधौव्य युक्तं सद्"[ तत्त्वा० ५.२९] इति, पारमर्षमपि "उपन्नेइ वा विगमेइ वा શુવા” કૃતિ
६ ११९. तत्र 'द्रव्यपर्याय' ग्रहणेन द्रव्यैकान्तपर्यायैकान्तवादिपरिकल्पितविषयव्युदासः । 'आत्म'ग्रहणेन चात्यन्तव्यतिरिक्तद्रव्यपर्यायवादिकाणादयोगाभ्युपगतविषय निरासः । यच्छीसिद्धसेनः
___"दोहिं वि नएहिं नीयं सत्थमुलूएण तहवि मिच्छत्तं ।
जं सविसयप्पहाणत्तणेण अन्नोन्ननिरविक्ख" ॥ [सन्म० ३.४९ ] त्ति ॥३०॥ લીધે તે વસ્તુમાં એકાકાર પ્રતીતિ થાય તે ઉર્ધ્વતા સામાન્ય જ દ્રવ્ય છે. જેમ વલયને તોડી કુંડલ બનાવીએ તો સોનું તો તેનું તે જ રહે છે. તેની ચમક, વર્ણ, વજન, કિંમત ઈત્યાદિમાં તફાવત નથી પડતો, તેનું કારણ એજ સોનું છે. બસ આવું અનુસ્મૃત-પર્યાયની સાથે સાથે ચાલનારૂં ઉર્ધ્વતા સામાન્ય સુવર્ણ જ દ્રવ્ય છે. બદલાયા કરે અર્થાત્ ઉત્પન્ન થાય ને વિનાશ પામે તે પર્યાય. તેને વિવાર્તા કહેવાય છે. પરિયન્તિ = પરિ + U + = પર્યાય, તત્ = દ્રવ્ય અને તે = પર્યાય આત્મા છે- સ્વરૂપ છે જેમનું તે વસ્તુ, આવી ઉભય સ્વભાવવાળી વસ્તુ જ પરમાર્થથી સત્ છે. વાચક મુખ્ય ઉમાસ્વાતિ તત્વાર્થ સૂત્ર (પ.૨૯)માં જણાવે છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી જે યુક્ત હોય તેજ સત્ છે. સર્વજ્ઞ પ્રણીત (આચારાંગ), (ભગવતી), વિશેષ આવશ્યક ભાષ્ય, કલ્પસૂત્રવૃત્તિ, માનિવૃત્તિ વિ. આગમમાં પણ આમ જ કહ્યું છે. વસ્તુનો ઉત્પાદનનાશ થાય સાથોસાથ ધ્રુવ-સ્થિર પણ રહે છે.
૧૧૯. અહીં સૂત્રમાં દ્રવ્ય પર્યાય ઉભયનું ગ્રહણ કરવાથી એકાન્ત દ્રવ્યને કે એકાત્ત પર્યાયને વિષય માનનારાં એકાન્તવાદીઓએ કલ્પેલ વિષયનો નિષેધ થઈ જાય છે. “આત્મ' શબ્દ મૂકવાથી દ્રવ્ય પર્યાયને અત્યંત ભિન્ન ભિન્ન માનનાર કાણાદ અને યોગાચાર્ય = (પતંજલિ)ના અનુયાયીઓએ સ્વીકારેલ વિષયનો નિરાસ થઈ જાય છે.
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ સન્મતિ તર્ક (૩.૪૯)માં કહ્યું છે કે - જો કે ઉલૂકે—કાણાદે પોતાના શાસ્ત્રમાં બંને દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયોનો સ્વીકાર કર્યો છે, છતાં પણ તે મિથ્યાત્વ છે. કારણ કે તે બને નય પોત પોતાના વિષયમાં પ્રધાન હોવાથી પરસ્પર નિરપેક્ષ છે. જેમ કે પૃથ્વીને નિત્ય અનિત્ય માની પરંતુ તમામ પૃથ્વી નિત્યાનિત્ય સ્વરૂપ છે, એવા અર્થમાં નહિ, પણ પરમાણુને નિત્ય જ અને ચણકાદિ કાર્ય અનિત્ય જે માનેલ છે, માટે તે મિથ્યાત્વ જ છે. કારણ કે ત્યણુકાદિ પર્યાયમાંથી પરમાણુ નામનો પર્યાય પેદા થાય છે, અને છતાં પરમાણુ, ચણકવિ.માં પણ પૃથ્વી તો અકબંધ છે જ, આમ પર્યાયનું રૂપાન્તર થવા છતાં પૃથ્વી
१ धौव्याणां योगः । २ अन्ननिर०-मु० । अणुण्णनिर०-डे० । ३ निरपेक्षौ नयौ ।