________________
૧૦૮ /૧/૧/૩૨
પ્રમાણમીમાંસા
६ १२५. नाप्यक्रमेण । न ह्येको भावः सकलकालकालाभाविनीयुगपत् सर्वाः क्रियाः करोतीति प्रातीतिकम्। कुरुतां वा, तथापि द्वितीयक्षणे किं कुर्यात् ? । करणे वा क्रमपक्षभावी' दोषः । अकरणेऽनर्थक्रियाकारित्वाद-वस्तुत्वप्रसङ्गः। इत्येकान्तनित्यात् क्रमाक्रमाभ्यां व्याप्तार्थक्रिया व्यापकानुपलब्धिबलात् व्यापकनिवृत्तौ निवर्तमाना व्याप्यमर्थक्रियाकारित्वं निवर्तयति तदपि स्वव्याप्यं सत्त्वमित्यसन् द्रव्यैकान्तः ।
६ १२६. पर्यायैकान्तरूपोऽपि प्रतिक्षणविनाशी भावो न क्रमेणार्थक्रियासमर्थो देशकृतस्य હોય તો કયા સંબંધથી તે સમવાય સાથે જોડાયો? તેના માટે વિશેષણ-વિશેષ્યભાવ સંબંધ માનશો તો પુનઃ
ત્યાં પણ ઉપકાર માનવો પડે અને પાછી ભેદભેદની વિકલ્પ વિષ વેલી ચાલુ રહેશે, અને જ્યાં સુધી ઉપકાર સિદ્ધ થાય નહીં, ત્યાં સુધી વિશેષણ-વિશેષ્યભાવ સિદ્ધ ન થાય અને તેની સિદ્ધિ માટે પુનઃ તેવા જ સંબંધની જરૂર પડતી હોવાથી અનવસ્થા ઉભી થાય છે. એમ પાર નહિં આવે એવો અનવસ્થા દોષ આવતો હોવાથી એકાન્ત નિત્ય પદાર્થ ક્રમથી અર્થક્રિયા કરે છે. આ વાત સ્વીકારી ન શકાય
૧૨૫. નિત્યપદાર્થ અક્રમ=એક સાથે પણ અર્થક્રિયા કરી નથી શકતા.
સમસ્ત કાલનાં વિભાગમાં = કાળના તે તે ભાગમાં થનારી તમામ ક્રિયાઓને એક પદાર્થ એક જ સાથે કરી લે આ વાત મગજમાં બેસે એવી નથી. કદાચ માની લઈએ કે બધી ક્રિયાઓ એક સાથે કરી લે છે તો પછી બીજી ક્ષણે તે પદાર્થને શું કરવાનું? જો બીજી ક્ષણે પણ ક્રિયા કરશે તો ક્રમ પક્ષમાં થનારાં દોષો આવી જશે, એટલે કે બીજી ક્ષણે કોઈક નવી જ ક્રિયા કરવી પડે, કારણ લોટને ફરી દળી શકાતો નથી. એમ પહેલા જે ક્રિયા ન કરી હવે પછી કરી, ત્રીજી ક્ષણે વળી કોઈ નવી ક્રિયા કરશે. હવે નવી ક્રિયા કરે તો પ્રથમ ક્ષણે તે કેમ નથી કરી શકતો? તેનાં સામર્થ્યનો અભાવ માનતાં, પૂર્વવતુકમપક્ષના બધા દોષો આવે. હવે જો તે કશું જ ન કરે તો અર્થક્રિયા વગરનો બની જવાથી અવસ્તુ રૂપે બની જશે. કેમ કે અક્રમથી વ્યાપ્ત એવી અર્થક્રિયા છે, જ્યાં અર્થક્રિયા ત્યાં ત્યાં ક્રમ કે અક્રમ હોય, પરંતુ એકાંત નિત્ય પદાર્થમાં અર્થક્રિયાનો વ્યાપક ક્રમ કે અક્રમ જોવા મળતો નથી, માટે તેની વ્યાપ્ત અર્થક્રિયાની નિવૃત્તિ થતા તેનું વ્યાપ્ય અર્થકિયાકારિત્વની પણ એકાન્ત નિત્ય પદાર્થમાંથી નિવૃત્તિ થઈ જાય છે. અને તેથી અર્થક્રિયાકારિત્વને વ્યાપ્ય સત્ત્વ પણ નિવૃત્ત થઈ જતાં એકાન્ત દ્રવ્ય અસતું બની જાય છે.
અનિત્ય એવંતનો નિરાસ ૧૨૬. પર્યાય એકાન્ત રૂપ ક્ષણ વિનાશી પદાર્થ પણ ક્રમથી પણ અર્થક્રિયા કરવા સમર્થ નથી, કેમ કે તેમાં દેશકૃત કે કાલકૃત ક્રમ બંધ બેસી શકતો નથી, કારણ કે સ્થિર પદાર્થ જ એક દેશથી બીજા દેશમાં જઈ १ कलाशब्देनांशाः । २ स हि कालान्तरभाविनी: क्रिया इत्यादिको ग्रन्थ आवर्तनीयः । ३ तदप्यर्थक्रियाकारित्वं व्यापकं निवर्तमान स्वव्याप्यं सत्त्वं निवर्तयति । ૧ કોઈપણ પદાર્થમાં અમુક ક્રિયાઓ એક સાથે પણ થતી દેખાય છે તો તે ક્રિયાઓ અક્રમથી થઇ, અમુક ક્રિયાઓ ક્રમશઃ થતી જોવાય છે. જેમકે મોહનીય કર્મની પ્રકૃતિ નવગુણઠાણે અનુક્રમે ક્ષય પામે છે, જ્યારે ૧૨માના અંતે જ્ઞાનાવરણીય ૫,દર્શનાવરણીય-૪ અને અંતરાય-૫ આ ત્રણે ઘાતી કર્મો એક સાથે ક્ષય પામે છે, પરંતુ કોઈ પણ ક્રિયા થતી હોય ત્યાં કાંતો કમ હશે કા અક્રમ હશે, તેના વિના તો પોતે અર્થક્રિયા થઈ જ ન શકે. એમ જેના વિના જે રહી ન શકે તે તેનું વ્યાપ્ય કહેવાય, જેમ વહિવ્યાપ્ય ધમ, માટે અર્થરિયા કમ અને અક્રમની વ્યાપ્ય બની કહેવાય. અર્થકિયાકારિત્વ વિના સત્ત્વ રહી શકતું નથી માટે સત્વ અર્થરિયાકારિત્વનું વ્યાપ્ય કહેવાય.