________________
૧૦૬ /૧/૧/૩૨
પ્રમાણમીમાંસા
अभेदे स एव क्रियते इति लाभमिच्छतो मूलक्षतिरायाता । भेदे स कथं तस्योपकारः?, किं न सह्यविन्ध्या देरपि ? । तत्सम्बन्धात्तस्यायमिति चेत्, उपकार्योपकारयोः कः सम्बन्धः? । न संयोगः, द्रव्ययोरेव तस्य भावात् । नापि समवायस्तस्य प्रत्यासत्तिविप्रकर्षाभावेन सर्वत्र तुल्यत्वान्न नियतसम्बन्धिसम्बन्धत्वं युक्तम्, तत्त्वे वा तत्कृत' उपकारोऽस्या भ्युपगन्तव्यः, तथा च सत्युपकारस्य भेदाभेदकल्पना तदवस्थैव। આપણને કાર્ય કરતો જોવા મળે છે. આમ ફસાઈ જવાથી બીજો પક્ષ અંગીકાર કરતા કહે છે કે (જો) સહકારી દ્વારા ઉપકાર કરાય છે, તો તમને પૂછીએ છીએ કે તે ઉપકાર નિત્ય પદાર્થથી ભિન્ન છે કે અભિન્ન? અભિન્ન હોય તો નિત્યપદાર્થ જ પેદા કરાયો એવો અર્થ નીકળશે, એટલે લાભ મેળવવા જતા મૂડી ખોવાનું થયું. કારણ કે સહકારી દ્વારા ઉપકાર કરાય છે માટે તે તો કૃતક થયો એટલે તેનાથી અભિન્ન નિત્ય પદાર્થ પણ ઉત્પન્ન થવા લાગશે કૃતક બની જશે. તો પોતાનું મૂળ સ્વરૂપ સદા સ્થિર રહેવું છે, તે નાશ પામી જાય. હવે જો મૂડીને બચાવવા ઉપકારને નિત્ય પદાર્થથી ભિન્ન માનશો, તો તે ઉપકાર તે નિત્ય પદાર્થનો જ છે એવું નક્કી કેવી રીતે થશે? સહ્ય કે વિધ્ય વગેરે પર્વતનો ઉપકાર કેમ ન મનાય? બને ઠેકાણે ભિન્નતા તો સરખી જ છે. નિત્યપદાર્થથી જેમ ઉપકાર ભિન્ન છે, તેની જેમ તે પર્વતથી પણ ભિન્ન છે.
એકાંતદ્રવ્યવાદી– નિત્યપદાર્થ સાથે સંબંધ હોવાનાં કારણે તે ઉપકાર તે નિત્ય પદાર્થનો જ કહેવાય, બીજાનો નહીં.
જૈના ઉપકાર્ય-નિત્યપદાર્થ અને ઉપકાર વચ્ચે કયો સંબંધ છે? તેને સંયોગ સંબંધ તો માની ન શકાય. તે તો બે દ્રવ્ય વચ્ચે જ હોય. સમવાય સંબંધ પણ ન ઘટે. કારણ કે તે સમવાય સર્વવ્યાપી હોવાથી આ પદાર્થને પોતે નજીક છે અને આને દૂર છે, એવું બની શકતું નથી. એટલે સર્વત્ર તુલ્ય હોવાથી સમવાયરા નિયત-સભ્યિત્વે સમવાયમાં નિયત સંબંધિઓનું સંબંધ પણ ન ઘટે, સમવાયને અમુક નિયત સંબંધિઓનો સંબંધ તરીકે માનવો યુક્ત નથી. સમવાય સંબંધ નિયત નિત્ય પદાર્થ સાથે જ ઉપકારને જોડી આપે બીજાની સાથે ન જોડે-વિવક્ષિત અમુક ઉપકારને વિવક્ષિત અમુક નિત્યપદાર્થ સાથે જોડી આપે છે, આવી વ્યવસ્થા કરી ન શકાય. અથવા જો આવી વ્યવસ્થા માનવામાં આવે તો-જો સમવાયને નિયત સંબંધિનો સંબંધ માનશો તો નિયત સંબંધિથી કરાયેલ ઉપકાર સમવાયની ઉપર થયેલો માનવો જોઈએ. એટલે સમવાય સંબંધ સર્વત્ર વ્યાપી હતો માટે ઉપકારને અમુક નિયત પદાર્થ સાથે જોડી આપવાનું એનું સામર્થ્ય ન હતું પણ તે સમવાય ઉપર બીજ-ઉપકાર એવા નિયત સંબંધીએ એવો ઉપકાર કર્યો કે તે સમવાય સંબંધે નિયત સંબંધી (બીજ) સાથે તે ઉપકારને જોડી આપ્યો. આવો સમવાય ઉપર ઉપકાર થયો. બીજ અને ઉપકારે હાજર થઈ સમવાયમાં તેવું સામર્થ્ય પેદા કર્યું, (જેમ આંખ પહેલા ચોતરફ અનેક પદાર્થને જોઈ રહી હતી એટલે કોઈ નિયત પદાર્થ સાથે તેનો સંબંધ ન હતો, પરંતુ એક રમણીય દેશ્ય એની સામે મૂકી દેતા ત્યાં જોડાઈ જાય છે
૧ -૦
-૦. ૨ નિયત સચિવાd: I ] સમવાયી