________________
૧૩૬ /૧/૨/૩
પ્રમાણમીમાંસા
तथैवावरणक्षयोपशमसव्यपेक्षेन्द्रियानिन्द्रियबललब्धजन्म संवेदनं विषयमवभासयति । "नाननुकृतान्वयव्यतिरेकं कारणम् नाकारणं विषयः" इति तु प्रलापमात्रम्, योगिज्ञानस्यातीतानागतार्थगोचरस्य तदजन्यस्यापि प्रामाण्यं प्रति विप्रतिपत्तेरभावात् । किञ्च, स्मृतेरप्रामाण्येऽनुमानाय दत्तो जलाञ्जलिः, तया व्याप्तेरविषयीकरणे तदुत्थानायोगात्,
શંકાકાર - સર્વથા નાશ પામેલો વિષય સ્મૃતિનો જનક કેવી રીતે બને? એટલે અર્થ જન્ય ન હોવાથી સ્મૃતિ પ્રમાણ નથી.
સમાધાન – “શું “પદાર્થથી જન્ય હોવાના લીધે જ બીજા પ્રમાણમાં પણ અવિસંવાદ આવે છે.” એવું - માનતા હો તો તમે કોઈથી ઠગાઈ ગયા છો. આવાં મોહમાં ફસાશો મા. જેમ દીવો તેલ, વાટ વગેરે પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે. પરંતુ કાંઈ ઘટાદિથી પેદા થતો નથી. છતાં તે ઘટાદિને દીવો પ્રકાશિત કરે છે. તે જ રીતે તાદશ આવરણ-ક્ષયોપશમની સાપેક્ષ ઈદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થનારું જ્ઞાન ઘટાદિ વિષયને પ્રકાશિત કરે છે. જેવો પોતાનો ક્ષયોપશમ અને ઉપયોગ તે પ્રમાણે ઇદ્રિય અને મન કામ કરે છે. તેથી કોઈકને જ્ઞાન સ્પષ્ટ થાય, કોઈકને ઝાંખુ અને કોઈને ખોટું પણ જ્ઞાન થાય છે.
શંકાકાર – (બૌદ્ધ) “અન્વયે વ્યતિરેકને નહિ અનુસરનારને કારણ ન કહેવાય અને જે જ્ઞાનનું કારણ નથી, તે જ્ઞાનનો વિષય પણ ન બની શકે.”
જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં વિષય હોય આ અન્વય કહેવાય, જ્યાં વિષય નથી ત્યાં જ્ઞાન પણ ન હોય આ વ્યતિરેક કહેવાય. જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વતિ અને જ્યાં વન્યભાવ ત્યાં ધૂમાભાવ છે. તો અગ્નિ ધૂમનું કારણ કહેવાય. તેમ ઉપરોક્ત અનુસરણ થાય તો વિષય જ્ઞાનનું કારણ નિશ્ચિત બને.
જ્યારે તમારા (જૈનોના) કહેવા પ્રમાણે વ્યતિરેક વ્યભિચાર આવ્યો. વિષય નથી છતાં જ્ઞાન પેદા થાય છે. પણ “જે કારણ ન બને તે વિષય પણ ન બની શકે.” આ વાતનું શું કરશો?
સમાધાન : બૌદ્ધનું આ કથન પ્રલાપ માત્ર છે. યોગિઓનું જ્ઞાન ભૂતકાળનાં વિનષ્ટ પદાર્થને અને અનાગત અનુત્યના પદાર્થને વિષય કરી જાણે છે. એટલે તે પદાર્થ વર્તમાનમાં હયાત ન હોવાથી જ્ઞાન પદાર્થથી જન્ય તો નથી, છતાં તે યોગીજ્ઞાનને પ્રમાણભૂત માનવામાં કોઈ વિખવાદ કરતું નથી. વળી સ્મૃતિને અપ્રમાણ માનશો તો અનુમાનને તિલાંજલિ અપાઈ સમજો, તેની પ્રમાણતા છોડી દેવી પડશે. અર્થાતુ અનુમાનનો જ १ व्याप्तेरग्रहणेऽग्रहणं त्वप्रमाणत्वात् ।। १ अथ प्रतिभासमानार्थजन्यं प्रमाणमिष्यते तदानुमान न स्यात् प्रमाणम् । अनुमान ह्यानर्थसामान्यप्रतिभासि, न च तेन जन्यम्, भवन्मते सामान्यस्यावस्तुत्वात् । यत् प्रमाणं तदनर्थजन्य तदर्थज)मेवेति अतिव्याप्ति (वेतिव्याप्ति )रपि दुष्ट स्वसंवेदनप्रत्यक्षेण व्यभिचारात તજ યાત્મયા, ૧ ૪ સેન અચમ્ | જૈન : - અર્થ જન્ય હોવાથી શાનનું પ્રમાણ માનતા હો તો ઝાંઝવાના જલના જ્ઞાનને પ્રમાણ માનવું પડશે. કા. કે. તે પણ સામે ચમકતી રેતી-પદાર્થમાંથી પેદા થાય છે. બૌદ્ધઃ જેનો પ્રતિભાસ થતો હોય તેવા અર્થથી જન્યજ્ઞાન પ્રમાણ કહેવાય, અહીં તો જલનો પ્રતિભાસ છે, અને જ્યારે શાન તો રણની રેતીથી જન્ય છે. જૈનઃ ભલે! આમ માનવાથી પૂર્વોકત આપત્તિના સકંજામાંથી છટકી ગયા, પરંતુ નવી આપત્તિની ચુંગાલમાં તમે ફસાઈ જવાના. કા. કે. અનુમાનમાં જે અનર્થ અર્થભૂત સત્ નથી એવા સામાન્યનો પ્રતિભાસ હોય છે. કેમ કે પરમાર્થસતુ પદાર્થ તો માત્ર નિર્વિકલ્પનો જ વિષય બને છે. અહીં અગ્નિ વગેરે વ્યાપ્તિજ્ઞાનથી જે સામાન્ય રૂપે માત્ર ભાસ થાય છે તેનું અનુમાન થાય છે. પરંતુ અનુમાન તે સામાન્યથી જન્ય નથી, કે. કે. તમારા મતમાં સામાન્ય અવસ્તુનુચ્છ છે, તેનાથી કોઈ પેદા ના થઈ શકે. અને નવી “જે જે પ્રમાણ છે તે અર્થ જન્ય હોય છે” આવી વ્યક્તિ પણ દુષ્ટ છે. કા. કે. સ્વસંવેદન પ્રત્યક્ષ દ્વારા (સાથે) વ્યભિચાર આવે છે, સ્વસંવેદન પોતાના સ્વરૂપને જ વિષય બનાવે છે. પરંતુ પોતે કાંઈ પોતાના સ્વરૂપથી જન્ય નથી, તેવું સંભવતું ન હોવાથી કા. કે. જ્યાં સુધી પોતે પેદા ન થાય, ત્યાં સુધી પોતાનું સ્વરૂપ અસ્તિત્વ ધરાવતું જ નથી તો પછી તે પોતાને-સ્વસંવેદન જાનને ક્યાંથી જન્મ આપે?