________________
૧૩૪ ૧/૨/૩
પ્રમાણમીમાંસા अस्या उल्लेखमाह तदित्याकारा' सामान्योक्तौ नपुंसकनिर्देशस्तेन स घटः, सा पटी, तत् कुण्डल मित्युल्लेखवती मतिः स्मृतिः।
६८. सा च प्रमाणम् अविसंवादित्वात् स्वयं निहितप्रत्युन्मार्गणादिव्यवहाराणां दर्शनात् । नन्वनुभूयमानस्य विषयस्याभावान्निरालम्बना स्मृतिः कथं प्रमाणम् ? .
જાગૃત વાસના સ્મૃતિને ઉત્પન્ન કરે છે. પૂર્વે જેવાં પુરૂષનો અનુભવ કર્યો હોય તેનાંથી જન્મેલી વાસના આપણાં આત્મામાં ચિરસ્થાયી બની ગયેલી હોય છે. તે વાસના સમાન દર્શન = તેને મળતી આવતી આકૃતિવાળા પુરૂષને જોતાં જાગૃત થાય છે. અને “પેલો માણસ મેં વર્ષો પહેલાં અહીં જોયેલો' ઇત્યાદિ રૂપે સ્મૃતિ થાય છે. ગામનું નામ સાંભળતાં ગલીઓ જોતાં ત્યાંના દેરાસરની સ્મૃતિ થઈ જાય, ત્યાં દેરાસરને લગતા ગલીવિ. પદાર્થનું દર્શન જિનાલયદર્શનથી જન્ય વાસનાને જાગૃત કરે છે. માટે જ વાસનાની જાગૃતિને સ્મૃતિનો હેતુ કહ્યો છે. આ સ્મૃતિનો ઉલ્લેખ કેવી રીતે થાય તે દર્શાવે છે. “તે” એવા સ્વરૂપથી અર્થાત્ સ્મૃતિનો આકાર છે, સામાન્યની વિવાલાથી “તત એમ નપુંસકલિંગમાં નિર્દેશ કર્યો છે. તેથી ઘટઃ - પેલો ઘડો, સા શાટિકા–પેલી સાડી, તત્ કુંડલ પેલું કુંડલ એવા ઉલ્લેખવાળી બધી મતિ બુદ્ધિ-જ્ઞાન તે સ્મૃતિ રૂપ જાણવું. તત્ નો ઉલ્લેખ હોય તો જ સ્મૃતિ અને સા'ના ઉલ્લેખને સ્મૃતિ ન કહેવાય આવા ભ્રમમાં કોઈ ના પડે.
૮. તે સ્મૃતિ પ્રમાણભૂત છે, કારણ કે સ્મૃતિ જન્ય પ્રવૃત્તિમાં વિસંવાદ દેખાતો નથી, જેમકે પોતે જાતે મૂકેલી વસ્તુને યાદ કરતાં સ્મૃત થયેલા દ્રવ્યક્ષેત્ર આદિના આધારે તે વસ્તુની શોધ કરતા તે વસ્તુ ત્યાં જ મળી આવે છે. એમાં ગડબડ થતી નથી. જો મૃત દેશાદિ ખોટા હોત તો ત્યાં તે વસ્તુ આપણને પ્રાપ્ત પણ ન થાત. જેમ ભમ જ્ઞાનથી છીપલાને ચાંદી માનતા ત્યાં ચાંદી પ્રાપ્ત થતી નથી.
શંકાકારઃ સ્મૃતિનો વિષય વર્તમાનમાં અનુભવ કરવામાં આવતો નથી. પૂર્વ અનુભૂત પદાર્થ જ સ્મૃતિનો વિષય બનતો હોય છે. જે વિષય વર્તમાનમાં હાજર ન હોઈ શકે એટલે વિષયના આલંબન વિનાની (નિરાલમ્બવિષયવાળી) સ્મૃતિને પ્રમાણભૂત કેવી રીતે મનાય? A १ अभ्यासदशापन्नायां गुणनादौ तदित्याकाराभावात् प्रायिकमिदम् । २ कुण्डमि०-डे० । ३-०वती स्मृ०-डे० । ४ . अविसंवादित्वमस्या [अ]सिद्धमिति चेदित्याह ।
સાંભળતા ૧૦૦-૧૦૨નું સૂત્ર યાદ આવી જાય છે. પિતાનો વિયોગ થતા તેમની યાદ આવ્યા કરતી હોય છે. જે બન્ને કાર્ય એક જ કારણના હોય તેવા કાર્યના જ્ઞાનથી, પોતાની વિરોધી પદાર્થના જ્ઞાનથી, વિશિષ્ટ જિનાલય જોતા- પ્રાપ્ત થતા, વ્યવવધાન =જેનાથી પોતાનું આંતરુ પડતુ હોય તેના જ્ઞાનથી, સુખમાં પુણ્યકર્મ યાદ આવે, મિત્રવર્ગ યાદ આવે, દુઃખમાં પાપકર્મ યાદ આવે, – પ્રભુ યાદ આવે. ઇચ્છા થતા / દ્વેષજાગતા, ભય લાગતા (ચોરનો ભય લાગતા પુલિસયાદ આવે) તે પદાર્થ મેળવવાનો ભાવ થતા, પૂજાના રાગથી=વિશિષ્ટ સામગ્રી-પૂજાની ઉપયોગી સામગ્રી ફળ-ફૂળ વિ. યાદ આવે છે. તેમજ ધર્મ-પુણ્યના કારણે ધર્મ આરાધના યાદ આવે, અધર્મ-પાપના કારણે મોજશોખ યાદ આવે. A તતુ અભ્યાસદશામાં રોજ ગોખીને પાકું કરી દેવામાં આવે ત્યારે સડસડાટ બોલી દેવાય છે, “ત્યાં તે ગાથા હું બોલુ છું” ઇત્યાદિ રૂપે “તત” નો આકાર નથી પણ પડતો માટે “તતહત્યાકારની પ્રાયિક વાત સમજવી.