________________
૧૩૨ /૧/૨/૧-૨
પ્રમાણમીમાંસા
|| ૩ દિયમદ્ધિa I ६१. इहोद्दिष्टे प्रत्यक्षपरोक्षलक्षणे प्रमाणद्वये लक्षितं प्रत्यक्षम् । इदानीं परोक्षलक्षणमाह
अविशदः परोक्षम् ॥१॥ ६२. सामान्यलक्षणानुवादेन विशेषलक्षणविधानात् 'सम्यगर्थनिर्णयः' इत्यनुवर्तते । तेनाविशदः सम्यगर्थनिर्णयः परोक्षप्रमाणमिति ॥१॥ ६३. विभागमाह
___ स्मृतिप्रत्यभिज्ञा'नोहानुमानागमास्तद्विधयः ॥२॥ ६४. 'तद्' इति परोक्षस्य परामर्शस्तेन परोक्षस्यैते प्रकारा न तु स्वतन्त्राणि प्रमाणान्तराणि प्रक्रान्तप्रमाणसङ्ख्याविघातप्रसङ्गात्।
६५. ननु स्वतन्त्राण्येव स्मृत्यादीनि प्रमाणानि कि नोच्यन्ते ?, किमनेन द्रविडमण्डकभक्षणસાથેન ? |
બીજુ આલિંક ૧. આ ગ્રંથના ઉદ્દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાંથી પ્રત્યક્ષનું લક્ષણ બતાવી દીધું. હવે પરોક્ષનું લક્ષણ દર્શાવે છે.
સ્પષ્ટ ન હોય તેવો સખ્યઅર્થ નિર્ણય તે પરોક્ષ ll ૨. સામાન્ય લક્ષણનો અનુવાદ કરીને વિશેષ લક્ષણનું વિધાન કરાય છે માટે સમ્યગુઅર્થ નિર્ણયની અનુવૃત્તિ સમજી લેવી. તેથી “અવિશદ સમ્યગુઅર્થ નિર્ણય' અવિશદ એટલે “આ ઘટ છે” એવો ઈદ રૂપે પદાર્થનો સાક્ષાત્ પ્રતિભાસ જેમાં ન હોય અથવા જેના માટે અન્ય પ્રમાણની અપેક્ષા રહેતી હોય, તે પરોક્ષ પ્રમાણ. ઝાખું = અસ્પષ્ટ જ્ઞાન થવું એવો અર્થ નથી, કારણ કે અનુમાનમાં પણ નિર્ણય તો સ્પષ્ટ-ચોક્કસ જ હોય છે. એટલુ વિશેષ ખરું કે ધૂમ જેમ સાક્ષાત દેખાય છે, તેમ વહ્નિ સાક્ષાત્ જોવા નથી મળતો, પરંતુ “વતિ છે” એ બાબતમાં કશી ગરબડ નથી. અને પ્રમાણમાં પદાર્થનો સમ્યગુ નિર્ણય તો હોય છે. વિશેષતા એટલી જ કે પ્રત્યક્ષમાં વિશદતા હોય તેવી વિશદતા પરોક્ષમાં ન હોય તેવા
૩ પરોક્ષનાં ભેદ દર્શાવે છે.
સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન ઊહ, અનુમાન અને આગમ આ પરોક્ષના ભેદ છે રા. - ૪. તત્ શબ્દથી પરોક્ષનો પરામર્શ કરવામાં આવેલ છે. તેનાથી આ સિદ્ધ થયું કે સ્મૃતિ આદિ પરોક્ષના જ પ્રકારો છે, પરંતુ સ્વતંત્ર પ્રમાણ નથી. એમને સ્વતંત્ર પ્રમાણ માનવામાં આવે તો પ્રસ્તુત પ્રમાણ સંખ્યાનો ભંગ થવાનો પ્રસંગ આવે. १ अत्र प्रथम द्वितीयं च सूत्रद्वयं ता-मू० प्रती भेदकचिह्न विना सहैव लिखितं दृश्यते-सम्पा० । २-०भिज्ञोहा०सं-मू०।
૧ “સમ્યગુ રીતે અર્થનો નિર્ણય થવો” આ પ્રમાણ સામાન્યનું લક્ષણ છે, માટે પરોક્ષ પ્રમાણ સ્વરૂપ વિશેષ પ્રમાણનું વિધાન કરવાનું હોય, ત્યારે પ્રમાણ સામાન્ય લક્ષણનો અનુવાદ અવશ્ય થાય છે. જેમ ચક્રવર્તી વાસુદેવ વગેરે વિશેષ માનવનું વર્ણન કરવામાં આવે, ત્યારે માનવ સામાન્ય સ્વરૂપનો અનુવાદ તો અવશ્ય થાય છે, નહીતર તો માનવ સામાન્ય લક્ષણ=માનવનો આકાર બે હાથ, બે પગ, મુખ, આંખ હોવું આ આકાર=સ્વરૂપ જેમાં ન હોય તે તો ચક્રવર્તી પણ ન હોઈ શકે, એમ કોઈ પણ વિશેષની વાત કરવાની હોય ત્યાં સામાન્ય સ્વરૂપનો અવશ્ય અનુવાદ થાય છે.