________________
પ્રમાણમીમાંસા /૧/૨/૩
૧૩૫
। नैवम्, अनुभूतेनार्थेन सालम्बनत्वोपपत्तेः, अन्यथा 'प्रत्यक्षस्याप्यनुभूतार्थविषयत्वादप्रामाण्यं प्रसज्येत । स्वविष यावभासनं स्मृतेरप्यविशिष्टम् । विनष्टो विषयः कथं स्मृतेर्जनकः ? तथा चार्थाजन्यत्वान्न प्रामाण्यमस्या इति चेत्, तत् किं प्रमाणान्तरेऽप्यर्थजन्य त्वमविसंवादहेतुरिति विप्रलब्धोऽसि? । मैवं मुहः, यथैव हि प्रदीपः स्वसामग्रीबललब्धजन्मा घटादिभिरजनितोऽपि तान् प्रकाशयति,
[આ વાત ન્યાયમંજરીમાં કરી છે. જ્યારે કન્જલીકારે પ્રશસ્તપાદભાષ્યની ટીકા કન્દલીમાં તેનું Visन यु छ । ये त्वनर्थजत्वात् स्मृतेरप्रमाण्यमाहुः तेषामतीतानागतविषयस्यानुमानस्याप्रामाण्यं स्यादिति તુષVK કન્દલી પૃ. ૨૫૭ (ગૃહીતગ્રાહી હોવાથી તેઓ (મીમાંસક) સ્મૃતિને અપ્રામાણ્ય માને છે).
ફ યજ્ઞશાના સતીતવલ્લિતી સત્તતમવન્વી “આ અનુમાનને અપ્રમાણિત માનવુ પડશે, કારણ કે અહીં પણ વિષય નાશ પામેલ છે, અત્યારે તો ધૂમ નથી અને વહિ નથી, માત્ર કાળાશ જોઈને આ અનુમાન કરવામાં આવ્યું છે.]
સમાધાન : આવું ન કહેવાય, અનુભૂત પદાર્થ સ્મૃતિનો વિષય બનતો હોવાથી સ્મૃતિ નિર્વિષયક નથી. છતાં પણ તેને અપ્રમાણ માનશો તો જે પ્રત્યક્ષનો વિષય અનુભૂત પદાર્થ છે, તેવું પ્રત્યક્ષ પણ અપ્રમાણ માનવું પડશે. જે ઘડો પહેલા અનુભવ્યો હોય તેનું જ ફરી પ્રત્યક્ષ થાય છે, ત્યારે તેના – વિષયના એક દેશનું આલંબન નથી લેવાયું છતાં તે કાંઈ ખોટું નથી.
પોતે ફોનથી વાત કરતો હોય આંખ ફોન તરફ હોય અને આંગળી ચિંધીને આ તમારું સાહિત્યનું પુસ્તક લઈ લો (જે ક્ષણ પહેલા પોતે જોયેલું છે) એટલે પોતાની આંખથી તેનું આલંબન નથી લેતો છતાં સાહિત્યના પુસ્તક તરીકે જ તેનો અનુભવ તો કરે જ છે. એમ એક અપેક્ષાએ પ્રત્યક્ષ પણ નિરાલંબન છે, છતાં કાંઈ અપ્રમાણિત નથી. “આ” ઈદેતારૂપે ભાસ થતો હોવાથી તેને સ્મૃતિ કે પ્રત્યભિજ્ઞા ન કહેવાય.
શંકાકાર : ભાઈ ! ત્યાં તો પોતાનાં વિષયનો જ પ્રતિભાસ અત્યારે પણ થાય છે, માટે પ્રત્યક્ષને તો પ્રમાણભૂત જ કહેવાય.
સમાધાન: સ્મૃતિમાં વળી કયાં બહારનો વિષય પ્રતિભાસ પામે છે? એટલે સ્મૃતિનો જે વિષય છે તે જ (કે જે પૂર્વે અનુભૂત છે) પદાર્થ સ્મૃતિમાં પ્રતિભાસ પામે છે. અનુભૂતવિનાનો એક પણ વિષય સ્મૃતિમાં આવતો નથી, માટે સ્મૃતિ સવિષયક હોવાથી પ્રમાણભૂત જ છે. વળી જે જિનાલયનું સ્મરણ થાય ત્યાં જવાથી તેની પ્રાપ્તિ પણ થાય છે. સાવ ખોટો વિષય હોય, નિર્વિષય હોય તો આવી સંવાદી પ્રવૃત્તિ ન ઘટે. १ यद्यनुभूतेनार्थेन सालम्बनत्वेऽपि स्मृतेरप्रामाण्यमातिष्ठसे तदा प्रत्यक्षस्यापि किं नाप्रामाण्यं भवेदिति एकोद्देशेन तस्यापि निरालम्बनत्वात् । २ अनुभूतविषय० । ३ अर्थजन्यत्वात् ज्ञानस्य प्रामाण्याभ्युपगमे मरुमरीचिकादौ जलज्ञानमप्यर्थजन्यत्वात् प्रमाणं થન . ૧ ક્ષણ પૂર્વના તેના કાળાદિ-રૂપાદિ પર્યાય સૂમ રીતે રૂપાન્તર પામી ગયા છે, છતાં આપણે તે રૂપે ઘટનો ફરી અનુભવ કરીએ છીએ, એટલે અહીં રૂપાદિ પર્યાય રૂ૫ એકદેશનું આલંબન નથી છતાં આ પ્રત્યક્ષને કોઈ ખોટુ કહેતું નથી; અથવા તો બીજીવાર જ્ઞાન કરતા પ્રમાતા પૂર્વ અનુભૂત બધા પર્યાયનું આલંબન નથી લેતો, છતાં તેનો અનુભવ કરે છે. જેમકે પહેલા તમે ખોલીને બરાબર ફાઈલ જોઈ “આ સાહિત્યની ફાઈલ છે” એ તો અનુભવ કરે, પછી આ બધુ ખોલીને જોયા વિના “આ સાહિત્યની ફાઈલ છે” આવું પ્રત્યક્ષ કરે છે, અહીં પૂર્વે બધા પર્યાય અનુભવેલા છે, પરંતુ તેમનું અહીં આલંબન નથી લીધુ છતાં તેનો અનુભવ કરે છે.