________________
પ્રમાણમીમાંસા /૧/૧/૩૨
૧૦૫
कालान्तरभाविनी: क्रियाः प्रथमक्रियाकाल एव प्रसह्य कुर्यात् समर्थस्य कालक्षेपायोगात्, कालक्षेपिणो वाऽसामर्थ्य प्राप्तेः । समर्थोऽपि .तत्तत्सहकारिसमवधाने तं तमर्थं करोतीति चेत्, न तर्हि तस्य सामर्थ्य मपरसहकारिसापेक्षवृत्तित्वात्, “सापेक्षमसमर्थम्" [पात० महा० ३. १.८ ] इति हि किं नाश्रौषी: ? । न तेन सहकारिणोऽपेक्ष्यन्तेऽपि तु कार्यमेव सहकारिष्वसत्स्वभवत् तानपेक्षत इति चेत्, तत्कि स भावोऽसमर्थः ? समर्थ'चेत्, किं सहकारिमुखप्रेक्षणदीनानि 'तान्युपेक्षते न पुनर्झटिति घटयति ? ननु समर्थमपि बीजमिलाज'लादिसहकारिसहितमेवाकुरं करोति नान्यथा, तत किं तस्य सहकारिभिः किञ्चिदुपक्रियेत, नवा ?। नो चेत्, स किं पूर्ववन्नोदास्ते ? उपक्रियेत चेत्, स तर्हि तैरुपकारो भिन्नोऽभिन्नो वा क्रि यत इति निर्वचनीयम् । કમથી અર્થક્રિયા ઘટી શકતી નથી, કારણ કે ક્રમથી અર્થક્રિયા અન્ય અન્ય કાલે થાય જ્યારે નિત્ય પદાર્થ તો પ્રથમ અર્થ-ક્રિયા-કાલે પણ અન્યકાળે થનારી સર્વે ક્રિયા કરવાં સમર્થ છે. તે તો પૂરે પૂરી શક્તિથી બલાત્કારે પણ તેજ સમયે અન્ય કાળે થવા વાળી પણ બધી જ ક્રિયા કરી જ લે ને, સમર્થ પદાર્થ કાલક્ષેપ ન કરે, કાલક્ષેપ કરનારો પદાર્થ અસમર્થ કહેવાય.
એકાન્ત દ્રવ્યવાદી – તે દ્રવ્ય સમર્થ હોવા છતાં જે સમયે જે ક્રિયાને યોગ્ય સહકારી કારણ પ્રાપ્ત થાય તે ક્રિયાને કરે છે. એમાં શું વાંધો?
- જૈના - બીજા સહકારી કારણની અપેક્ષા રાખવાથી પોતે સમર્થ નહિ કહેવાય. “પાતસ્કૂલ મહાભાષ્ય (૩.૧.૮)માં કહ્યું છે કે અન્યની અપેક્ષા રાખનાર પદાર્થ અસમર્થ કહેવાય. એવું શું તમે નથી સાંભળ્યું? - એકાન્ત દ્રવ્યવાદી → તેવો નિત્ય પદાર્થ કોઈ સહકારની અપેક્ષા રાખતો નથી. પરંતુ સહકારીનાં અભાવમાં નહી થતું કાર્ય જ તે સહકારીઓની અપેક્ષા રાખે છે.
જૈન – તે પદાર્થ શું અસમર્થ છે? જો સમર્થ હોય તો સહકારીનું મુખ જોઇને બેસી રહેનારા બિચારા તે કાર્યોની ઉપેક્ષા કેમ કરે છે. પણ તે કાર્યોને જલ્દીથી કેમ કરી નથી લે તો? (ચાલવામાં અસમર્થ માણસ બસની સામે એમ જ જોઇને તાકીને બેઠો રહે છે. પણ તમારી પાસે ગાડી છે તો તેને કેમ બેસાડી નથી દેતા?)
એકાન્ત દ્રવ્યવાદી- બીજ અંકુરની ઉત્પત્તિમાં સમર્થ છે, છતાં પૃથ્વી પાણી વગેરે સહકારી કારણો મળે ત્યારે જ અંકુરને પેદા કરે છે, નહીતર નહીં.
જૈનાતે સહકારી કારણ નિત્ય પદાર્થમાં કોઈ વિશિષ્ટતા–ઉપકાર પેદા કરે છે કે નહીં? જો ઉપકાર નથી કરતા તો નિત્ય પદાર્થ પૂર્વની જેમ ઉદાસીન કેમ નથી રહેતો (એટલે કે પોતાનામાં કશો ફેરફાર થયા વિના કાર્ય કરવા ઉદાસીન છાનોમાનો કેમ બેસી નથી રહેતો? જો સહકારી મળવા છતાં નિત્ય પદાર્થમાં કશો ફેરફાર ન થતો હોય તો પહેલા પોતે જે કાર્ય માટે ઉદાસીન હતો- જે કાર્યને નહતો કરતો, તો અત્યારે પણ તે કાર્યને કરવું ન જોઈએ, કેમ કે પોતે તો પહેલા જેવો હતો તેવોને તેવો જ છે, પરંતુ જ્યારે સહકારી મળતા પદાર્થ
१ सामर्थ्य पर०-ता० । २ कार्याणि । ३ बीजमिलादि०-डे० । ४ क्रियेत इति-डे० ।