________________
પ્રમાણમીમાંસા /૧/૧/૩૨
( ૧૧૫ यं चात्मानं पुरोधाय भेदो यं चाश्रित्याभेदस्तावप्यात्मानौ भिन्नाभिन्नावन्यथैकान्तवादप्रसक्तिस्तथा च सत्यनवस्था ३ । येन च रूपेण भेदस्तेन भेदश्चाभेदश्च येन चाभेदस्तेनाप्यभेदश्च भेदश्चेति सङ्कर: ४।
એમ વ્યધિકરણ સ્પષ્ટ છે, ભેદ અને અભેદનું અધિકરણ ભિન્ન છે તે સ્પષ્ટ દેખાય છે. (૩) અનવસ્થા — જેિ વ્યક્તિ સામાન્યમાં સાચી ખોટી શંકા કરે પછી પુનઃ અલગ પાડેલી સજાતીય
વ્યક્તિઓમાં પણ તેવી જ શંકા કર્યા કરે તો તેનો ક્યારે પાર નહીં આવે, જેમકે આષાઢાચાર્યનું શરીર અને સાધુભેગા છે ત્યાં શંકા કરવી યોગ્ય છે, પણ તેમને અલગ કરી તેને આચાર્યના દેહને જુદા કર્યા પછી શેષ રહેલ સાધુમાં પુનઃ આષાઢાચાર્યના શિષ્યોને પહેલા આષાઢાચાર્યમાં દેવનું જ્ઞાન થતા અન્ય સાધુઓમાં દેવની શંકા જાગી તે ખોટું થયું, કારણ કે આચાર્ય સિવાય શેષ સાધુઓ સત્ય હોવા છતાં તેમાં પણ દેવની શંકા કરી તેને દૂર કરાવનાર કોઈ નથી ક.કે. એવી કોઈ નિશાની નથી કે જેનાથી જણાઈ શકે આ દેવ છે કે સત્યસાધુ છે” હવે અન્ય સમુદાયના સાધુમાં તેવી શંકા જાગી ત્યાં પણ આવી કોઈ નિશાની મળવાની નથી કે તે શંકા દૂર થઈ શકે કા.કે. સ્વકુલના અને અન્યકુલના સાધુતો સત્ય અને સમાન છે, તેવા સજાતીયમાં શંકા પડે તેને દૂર કરી શકાતી નથી. ગણમાં શંકા જાગી ગચ્છમાં શંકા જાગી એમ એક એકથી અલગ પાડતા જાય છે, પણ શંકાનો પાર આવતો નથી એટલે એકદિવસ બધા જ સાધુ સત્ય સ્વરૂપે અવ્યકત છે એમ માની વંદનાદિ છોડી દીધું. એમ ભેદમાં પુનઃભેદભેદ શંકા કરતા આવી અનવસ્થાની આપત્તિ આવે.] જે સ્વરૂપથી ભેદ છે, અને જે સ્વરૂપને આશ્રયી અભેદ છે, તે બન્ને સ્વરૂપમાં પણ ભેદભેદ માનવો પડશે. જો તેમાં આવો ભેદભેદ ન માનો તો એકાન્તવાદ સ્વીકારવાનું આવી પડશે. અને ભેદભેદ માનશો તો અનવસ્થા ઉભી થશે. કારણ કે દરેક દરેક ભેદભેદ માટે નવા નવા સ્વરૂપની કલ્પના કરવી પડશે. તમારે ત્યાં કહેવું પડશે કે અમુક સ્વરૂપની અપેક્ષાએ આ સ્વરૂપમાં આ ભેદ છે. અને અમુક સ્વરૂપની અપેક્ષાએ આ સ્વરૂપમાં અભેદ છે. એમ કરશો એટલે પાછી એની એ વાત ઉભી થશે, એટલે અનવસ્થા આવી પડશે. સંકર – સંકર દોષ એટલે કે પરસ્પર ભિન્ન અધિકરણવાળાનું એકઠેકાણે આવી પડવું, ભેળસેળ ન થવી જોઇએ એટલે જે ભિન્ન હોય તે અભિન્ન ન હોય અને જે અભિન્ન હોય તે ભિન્ન ન હોય. છતાં તમારે પોતાની વાત-અનેકાંતવાદને પકડી રાખતા આ દોષ આવે છે. તે આ પ્રમાણે એક વસ્તુમાં જે સ્વભાવથી ભેદ છે, તે જ સ્વરૂપથી ભેદ અને અભેદ માનવો પડશે. અને જે સ્વભાવથી અભેદ છે તેજ સ્વભાવથી અભેદ અને ભેદ માનવો પડશે, નહીંતર તે સ્વભાવમાં એકલો ભેદ કે એકલો અભેદ રહેશે
તો એકાંતવાદ આવીને ઉભો રહેશે. એમ સંકર અર્થાતુ ભેળસેળનો દોષ આવે. ૬ વાન્ા ૨ યુનાવણુપpr :