________________
પ્રમાણમીમાંસા /૧/૧/૩૮-૩૯
૧૨૫ अज्ञाननिवृत्तिर्वा ॥३८॥ ६ १४३ प्रमाणप्रवृत्तिः पूर्वं प्रमातुर्विवक्षितेविषये यत् "अज्ञानम्" तस्य 'निवृत्तिः' फलमित्यन्ये। यदाहुः प्रमाणस्य फलं साक्षा'दज्ञानविनिवर्तनम् । केवलस्य सुखापेक्षे शेषस्यादानहानधीः । [न्याया०२८ ] इति
६ १४४ व्यवहितमाह अवग्रहादीनां वा क्रमोपजनधर्माणां पूर्वं पूर्वं प्रमाणमुत्तरमुत्तरं फलम् ॥३९॥
६ १४५ अवग्रहेहावायधारणास्मृतिप्रत्यभिज्ञानोहानुमानानां क्रमेणोपजायमानानां यद्यत् पूर्व तत्तत्प्रमाणं यद्यदुत्तरं तत्तत्फलरूपं प्रतिपत्तव्यम् । अवग्रहपरिणामवान् ह्यात्मा ईहारूपफलतया परिणमति इतीहाफलापेक्षया अवग्रहः प्रमाणम् । ततोऽपीहा प्रमाणमवायः फलम् । पुनरवायः प्रमाणं धारणा फलम । ईहा धारणयोर्ज्ञानोपा दानत्वात् ज्ञानरूपतोन्नेया । ततो धारणा प्रमाणं स्मृतिःफलम् । ततोऽपि स्मृतिः प्रमाणं प्रत्यभिज्ञानं ततोऽपिप्रत्यक्षभिज्ञा प्रमाणमूहः फलम् ।
અજ્ઞાનની નિવૃત્તિ ફળ છે Il૩૮. ૧૪૩. પ્રમાણની પ્રવૃત્તિ થવાની પહેલાં પ્રમાતાને જે વિવક્ષિત વિષયમાં અજ્ઞાન હતું તેની નિવૃત્તિ થઈ
જાય છે.
કહ્યું પણ છે કે “પ્રમાણનું સાક્ષાતુ ફળ અજ્ઞાનનું દૂર થવું છે, કેવલજ્ઞાનનું ફળ સુખ અને ઉપેક્ષાભાવ છે, અને શેષ પ્રમાણોનું ફળ ગ્રહણ બુદ્ધિ અને ત્યાગ બુદ્ધિ છે. (ન્યાયાવતાર) li૩૮
૧૪૪ વ્યવહિત ફળનું નિરૂપણ કરે છે....... ક્રમથી ઉત્પન્ન થવાનાં સ્વભાવવાળા અવગ્રહ વગેરેમાંથી પૂર્વપૂર્વમાં જે થાય તે પ્રમાણ અને
ઉત્તરમાં થનાર ફળ છે l3II ૧૪૫. અવગ્રહ, ઈહા, અવાય. ધારણા સ્મૃતિ પ્રત્યભિજ્ઞાન ઉહ-તર્ક અને અનુમાન આ જ્ઞાન ક્રમથી ઉત્પન્ન થવાવાળાં છે. અર્થાતું પહેલા અવગ્રહ પછી ઈહા ઈત્યાદિ પેદા થાય છે. એટલે અવગ્રહ એ પ્રમાણ ઈહા એ ફળ, અવાયરૂપી ફળ માટે ઇહા એ પ્રમાણ કહેવાય ઇત્યાદિ સમજી લેવું. અવગ્રહ પર્યાયવાળો આત્મા જ ઈહા રૂપ ફળ તરીકે પરિણામ પામે છે. એથી બહારૂપફળની અપેક્ષાએ અવગ્રહ પ્રમાણ છે.
ત્યાર પછી ઈહા પ્રમાણ અવાય ફળ, વળી પછી અપાય પ્રમાણ ધારણા ફળ, ઈહા અને ધારણા જ્ઞાનનાં ઉપાદાન કારણ હોવાથી જ્ઞાન રૂપ છે, ચેષ્ટારૂપ અને ધારણા સંસ્કારરૂપ હોવાના લીધે તમે તેને અજ્ઞાનરૂપે ન માની બેસો તે માટે અહીં ગ્રંથકારે ચોખવટ કરી છે. આ ખાસ ધ્યાનમાં રાખવું. ત્યાર પછી ધારણા પ્રમાણ
સ્મૃતિ ફળ પછી સ્મૃતિ પ્રમાણ પ્રત્યભિજ્ઞાન ફળ. १ वस्तुत एक्येऽपि ज्ञानोन्मुखोऽर्थप्रकाशः अर्थोन्मुखी अज्ञाननिवृत्तिः इति भेदः । २ -अव्यवहितम् । ३-०पजननधर्मा०-सं-मू० । ४-धर्मणाम्-ता० ५ एकोनचत्वारिंशत्तमं चत्वारिंशत्तमं य सूत्रद्वयं ता-मू० प्रती भेदकचिह्न विना सहेव लिखितं द्रश्यते-सम्पा० । ६ ईहायाश्चेष्टरूपत्वात् धारणायाश्च संस्काररूपत्वात् अज्ञानत्वमिति परस्य अभिसन्धिः । ७ ज्ञानमुपादानं ययोनिस्योपादनं वा।
૧ કેવલજ્ઞાની સમસ્ત પદાર્થનો અનુભવ કરે છે, પરંતુ કેવલીને છોડવાની કે લેવાની ઈચ્છા જાગતી નથી, એટલે માધ્યસ્થઉદાસીનભાવ = ઉપેક્ષાભાવ હોય છે. તેમજ જેમ કોઈ પદાર્થનું જ્ઞાન થતા આપણને આનંદ-મળે છે, તેમ તેઓને પરમ આહૂલાદ નો સતત અનુભવ થાય છે, તે પણ કેવલજ્ઞાનનો પ્રભાવ છે.